Sports

બ્રૅડમૅન, ડૉન

બ્રૅડમૅન, ડૉન (જ. 27 ઑગસ્ટ 1908, કૂટામુદ્રા, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 25 ફેબ્રુઆરી 2001, ઍડિલેડ) : ક્રિકેટની રમતમાં દંતકથારૂપ બનેલા ઑસ્ટ્રેલિયાના મહાન ટેસ્ટ-ક્રિકેટર અને સુકાની. સર ડૉન બ્રૅડમૅનની મહાનતા અનન્ય હતી. તેમને અન્ય કોઈ ક્રિકેટરની સાથે સરખાવી શકાય તેમ નહોતા, પણ વિશ્વના બીજા ધુરંધર બૅટ્સમૅનોની સરખામણી ડૉન બ્રૅડમૅન સાથે અવશ્ય…

વધુ વાંચો >

બ્રૅડૉક, જેમ્સ જૉસેફ (‘ધ સિન્ડ્રેલા મૅન’)

બ્રૅડૉક, જેમ્સ જૉસેફ (‘ધ સિન્ડ્રેલા મૅન’) (જ. 1905, ન્યૂયૉર્ક સિટી; અ. 1974) : વિશ્વના હેવીવેટ ચૅમ્પિયન મુક્કાબાજ (boxer). 1929માં લાઇટ-હેવી વેટ સ્પર્ધામાં તેમની હાર થઈ હતી; તેથી તેઓ સાવ ભુલાઈ જશે તેમ લાગતું હતું. વળી, 1933માં એક મુક્કાબાજીમાં તેમના બંને હાથ ભાંગી ગયા; પરંતુ નાહિંમત થયા વિના તેમણે જીવન સામેની…

વધુ વાંચો >

બ્રૅબમ, જૅક

બ્રૅબમ, જૅક (જ. 1926, સિડની, ઑસ્ટ્રેલિયા) : મૉટર-રેસિંગના અતિકુશળ ડ્રાઇવર. શરૂઆતમાં તેમણે ‘રૉયલ ઑસ્ટ્રેલિયન એર ફૉર્સ’માં કામ કર્યું. 1947માં તેમણે રેસિંગની કારકિર્દીનો આરંભ કર્યો. 1955માં તેઓ ઑસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિકસના વિજેતા બન્યા. તે પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં તેઓ સફળતાને વરેલી કૂપર ટીમમાં જોડાયા. 1959માં સેબ્રિંગ ખાતે તેઓ ‘ફૉર્મ્યુલા–I વર્લ્ડ ડ્રાઇવર્સ…

વધુ વાંચો >

બ્રેબૉર્ન સ્ટેડિયમ

બ્રેબૉર્ન સ્ટેડિયમ : મુંબઈનું ક્રિકેટ માટેના મેદાનવાળું વિશાળ પ્રેક્ષાગાર. ભારતમાં અત્યાર સુધીમાં 14 ટેસ્ટકેન્દ્રોનાં 18 મેદાનો પર ટેસ્ટ ક્રિકેટ-મૅચો રમાઈ ચૂકી છે, જેમાં મુંબઈમાં ચર્ચગેટ રેલવેસ્ટેશન સામે આવેલું ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા (સીસીઆઇ) હસ્તકનું બ્રેબૉર્ન સ્ટેડિયમ ભારતનું એક સૌથી જૂનું ક્રિકેટ-સ્ટેડિયમ છે. આજે અદ્યતન સુખ-સગવડો, સુવિધાઓ ધરાવતાં ભારતનાં અન્ય ક્રિકેટ-સ્ટેડિયમોની…

વધુ વાંચો >

બ્લિથ, ચૅય

બ્લિથ, ચૅય (જ. 1940) : બ્રિટનના નામી સઢનૌકાચાલક. 1970–71માં અતિવિકટ લેખાતો વિશ્વફરતો સઢનૌકા(yatch)નો પ્રવાસ એકલે હાથે ખેડનારા તેઓ સર્વપ્રથમ નૌકાચાલક હતા. હૉવિક ખાતે શિક્ષણ લીધા બાદ, તેઓ રૉયલ આર્મીની પૅરેશૂટ રેજિમેન્ટમાં જોડાયા અને 1958થી 1967 દરમિયાન ત્યાં કામગીરી બજાવી. 1966માં જૉન રિજ્વે સાથે મળીને તેમણે પશ્ચિમથી પૂર્વ તરફના દરિયા-માર્ગે આટલાન્ટિકમાં…

વધુ વાંચો >

બ્લૅન્કર્ન-કૉન, ફેની

બ્લૅન્કર્ન-કૉન, ફેની (જ. 1918, ઍર્મ્સ્ટડડેમ) : જાણીતાં રમતવીર. 1948માં વિશ્વ ઑલિમ્પિક રમતોમાં તેઓ મહિલાઓ માટેની સ્પર્ધાઓમાં ખૂબ ઝળકી ઊઠ્યાં અને 4 સુવર્ણચન્દ્રકોનાં વિજેતા બન્યાં. તેમને જેમાં વિજય મળ્યો તે રમતસ્પર્ધાઓમાં 100 મી. અને 200 મી. દોડ, 80 મી.ની વિઘ્ન-દોડ અને 4 x 100 મી.ની રીલે દોડનો સમાવેશ થાય છે. મહેશ…

વધુ વાંચો >

બ્લૉંડી, ચાર્લ્સ

બ્લૉંડી, ચાર્લ્સ (જ. 1824, હેઝડિન, ફ્રાન્સ; અ. 1897) : અંગકસરતના સાહસિક ખેલાડી. ચુસ્ત બાંધેલા જાડા તાર પર ચાલવાના પ્રયોગ માટે તેઓ બહુ જાણીતા બન્યા હતા. આવા ચુસ્ત બાંધેલા તાર પર તેમણે 1859માં નાયગ્રા ધોધ પાર કર્યો હતો. પછી ક્યારેક આંખે પાટા બાંધીને, ક્યારેક ઠેલણગાડી સાથે, ક્યારેક પોતાની પીઠ પર અન્ય…

વધુ વાંચો >

બ્વેનો, મૅરિયા

બ્વેનો, મૅરિયા (જ. 1939, સાઓ પાઉલો, બ્રાઝિલ) : ટેનિસનાં જાણીતાં મહિલાખેલાડી. 1959, 1960 અને 1964માં વિમ્બલડન ખાતે વિજેતા બન્યાં. 4 વખત તેઓ અમેરિકાનાં ચૅમ્પિયન બન્યાં હતાં. અમેરિકન ખેલાડી ડાર્લેન હાર્ડ સાથે, તેઓ વિમ્બલડન ડબલ્સનું પદક 5 વાર જીત્યાં અને અમેરિકાના ડબલ્સમાં 4 વાર વિજેતા બન્યાં. ઉચ્ચ કક્ષાનાં ટેનિસ-ખેલાડી હોવા છતાં,…

વધુ વાંચો >

ભગત, કૃત્તિકા કેશવલાલ

ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ. 1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા…

વધુ વાંચો >

ભાકર, મનુ

ભાકર, મનુ (જ. 18 ફેબ્રુઆરી 2002, ગોરિયા, હરિયાણા) : ઑલિમ્પિક રમતોમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ. જન્મ જાટ પરિવારમાં. પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર અને માતા સુમેધા શાળામાં શિક્ષક. મનુએ ઝજ્જરની યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી દિલ્હીની શ્રીરામ કૉલેજ ફોર વિમેનમાંથી રાજનીતિવિજ્ઞાન(Political Science)માં ઑનર્સની…

વધુ વાંચો >