બ્રૅડૉક, જેમ્સ જૉસેફ (‘ધ સિન્ડ્રેલા મૅન’)

January, 2001

બ્રૅડૉક, જેમ્સ જૉસેફ (‘ધ સિન્ડ્રેલા મૅન’) (જ. 1905, ન્યૂયૉર્ક સિટી; અ. 1974) : વિશ્વના હેવીવેટ ચૅમ્પિયન મુક્કાબાજ (boxer). 1929માં લાઇટ-હેવી વેટ સ્પર્ધામાં તેમની હાર થઈ હતી; તેથી તેઓ સાવ ભુલાઈ જશે તેમ લાગતું હતું. વળી, 1933માં એક મુક્કાબાજીમાં તેમના બંને હાથ ભાંગી ગયા; પરંતુ નાહિંમત થયા વિના તેમણે જીવન સામેની લડત જોશપૂર્વક ચાલુ રાખી અને મુક્કાબાજી ક્ષેત્રે પ્રવેશીને જ રહ્યા. 1935માં વિશ્વના હેવીવેટ પદક માટે પૉઇન્ટના ધોરણે મૅક્સ બૅકર (1909–59)ને હરાવીને તેમણે બૉક્સિગં જગતને આશ્ચર્યચકિત કરી મૂક્યું હતું.

બૉક્સિગં-ક્ષેત્રના તેમના પુનરાગમન અને તેમની જીતને પરિણામે તેમને ઉપરનું ઉપનામ મળ્યું હતું. અલબત્ત 1937માં જૉ લુઈ સામે હારી જતાં વિશ્વવિજેતાનું પદ પણ તેમણે ગુમાવવું પડ્યું હતું.

મહેશ ચોકસી