બ્રૂમ, ડેવિડ (જ. 1940, કાર્ડિફ, ઇંગ્લૅન્ડ) : અશ્વને કૌશલ્યપૂર્વક કુદાવનાર નામી અશ્વારોહક. 1970માં તેમણે વિશ્વ ચૅમ્પિયનશિપ મેળવી હતી. તે પૂર્વે તેઓ 3 વાર (1961, 1967 તથા 1969) યુરોપિયન ચૅમ્પિયન બન્યા હતા. 1960 અને 1968ની ઓલિમ્પિક રમતોમાં વ્યક્તિગત ધોરણે કાંસ્ય ચંદ્રકના તેઓ વિજેતા થયા હતા. 20 વર્ષ સુધી અશ્વારોહણના ક્ષેત્રથી તેઓ દૂર રહ્યા તે પછી 1988માં તેમણે ઓલિમ્પિક રમતો માટેની બ્રિટનની ટીમમાં પુન: પ્રવેશ કર્યો હતો.

મહેશ ચોકસી