Sports
જોગીંદરસિંઘ
જોગીંદરસિંઘ : ગોળાફેંકના ભારતીય ખેલાડી. રમતપ્રેમી પરિવારમાં જન્મ. ગોળાફેંકમાં ભારતમાં જ નહિ; પરંતુ સમગ્ર એશિયા ખંડમાં નામના મેળવી. 1957માં લશ્કરમાં જોડાયા. શરૂઆતમાં બૉક્સર થવા માટેના પ્રયાસો કર્યા; પરંતુ લશ્કરના એક અફસરની પ્રેરણાથી ગોળાફેંકનો અભ્યાસ શરૂ કર્યો. તેમની 193 સેમી. ઊંચાઈ અને સશક્ત શરીરને કારણે ખૂબ ઓછા સમયમાં ગોળાફેંકમાં નામના મેળવી…
વધુ વાંચો >જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 30 ડિસેમ્બર 1961, ફાલમાઉથ, જમૈકા) : પ્રતિબંધિત માદક દ્રવ્યના સેવનને કારણે વિશ્વવ્યાપી વિવાદ જગાવનાર દોડવીર. 1976માં કૅનેડાનું નાગરિકત્વ મેળવીને કૅનેડા તરફથી રોમની વર્લ્ડ ચૅમ્પિયન સ્પર્ધામાં 100 મી. દોડમાં 9.83 સેકન્ડનો વિક્રમ સ્થાપ્યો. 1988ની સૉલ ઑલિમ્પિકમાં પોતાના પ્રબળ પ્રતિસ્પર્ધી અમેરિકાના કાર્લ લુઇને હરાવીને 9.79 સેકન્ડમાં 100 મી.ની દોડમાં…
વધુ વાંચો >જૉન્સ, વિલ્સન
જૉન્સ, વિલ્સન (જ. 2 મે 1922, પુણે; અ. 5 ઑક્ટોબર 2003, મુંબઈ) : ભારતના વિશ્વસ્તરના બિલિયર્ડ અને સ્નૂકરના ખેલાડી. નાનપણથી જ બિલિયર્ડ અને સ્નૂકરની રમતમાં રસ ધરાવતા હતા. ભારતને સૌપ્રથમ બિલિયર્ડમાં 1958માં કૉલકાતા મુકામે આયોજિત સ્પર્ધામાં વિશ્વકપ અપાવનાર મહાન ખેલાડી હતા. 1962માં ઑસ્ટ્રેલિયામાં આયોજિત સ્પર્ધામાં બીજા નંબરે આવીને ‘રનર્સ અપ’…
વધુ વાંચો >ઝહીર અબ્બાસ
ઝહીર અબ્બાસ (જ. 24 જુલાઈ 1947, સિયાલકોટ, પાકિસ્તાન) : પાકિસ્તાનનો ચશ્માંધારી જમોડી બૅટ્સમૅન. સ્લિપના સ્થાનના આ ચબરાક ફિલ્ડરે ઉચ્ચ કક્ષાની, આક્રમક અને છટાદાર બૅટિંગથી ‘એશિયન બ્રૅડમૅન’, ‘રન મશીન’ કે ‘બેવડી સદીના સમ્રાટ’ તરીકે નામના મેળવી. એની આક્રમકતા ખીલે ત્યારે એના ડ્રાઇવ, કટ અને હૂક-સ્ટ્રોક મંત્રમુગ્ધ કરી દેતા. ‘ઝેડ’ના હુલામણા નામથી…
વધુ વાંચો >ઝેટોપેક, એમિલ
ઝેટોપેક, એમિલ (જ. 19 સપ્ટેમ્બર, 1922, કોપ્રિવનિચ, ચેકોસ્લોવૅકિયા; અ. 22 નવેમ્બર 2000) : વિશ્વનો મહાન દોડવીર. તેના પિતાને ખેલકૂદમાં રસ નહોતો તેથી એમિલને નાનપણમાં ખેલકૂદની કોઈ તાલીમ પ્રાપ્ત થઈ શકી નહિ. જ્યારે તે 19 વર્ષનો થયો ત્યારે ઓચિંતાં તેને લાંબા અંતરની દોડ દોડવાની તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ અને આ રીતે…
વધુ વાંચો >ટપ્પા–રમતો
ટપ્પા–રમતો : માર્ગીય ખેલકૂદ(track sports)ની વિવિધ દોડસ્પર્ધાઓ પૈકી રીલે રેસ તરીકે ઓળખાતી ટુકડીગત દોડસ્પર્ધાનો પ્રકાર, જેમાં ટુકડીના ખેલાડીઓ ધાતુની 28 સેમી.થી 30 સેમી. લાંબી તથા 12 સેમી. ઘેરાવાવાળી બૅટન હાથમાં રાખીને વારાફરતી દોડી નિયત અંતર પૂરું કરે છે. દોડનાર પોતાની દોડવાની હદ પૂરી થતાં 20 મીટરના બૅટન-બદલ-પ્રદેશમાં પછીના દોડનારને બૅટન…
વધુ વાંચો >ટાયસન, માઇક
ટાયસન, માઇક (જ. 30 જૂન 1966) : માઇકલ ગેરાર્ડ ટાયસન એ એનું આખું નામ. માત્ર વીસ વર્ષ, ચાર મહિના અને બાવીસમા દિવસે હેવીવેઇટ બૉક્સિંગના WBC, WBA અને IBF જેવી ત્રણ સ્પર્ધાઓમાં સૌથી નાની વયે વિજેતા બન્યા. પ્રથમ 19 વ્યવસાયી બૉક્સિંગ મુકાબલાઓમાં નોક-આઉટથી જીતનાર અને એમાંથી 12 તો પ્રથમ રાઉન્ડમાં જીતનાર…
વધુ વાંચો >ટેન્ટ બ્રિજનું મેદાન
ટેન્ટ બ્રિજનું મેદાન : ઇંગ્લૅન્ડનું ક્રિકેટ માટેનું મેદાન. નૉટિંગહામશાયર કાઉન્ટીના આ મેદાન પર 1899ની પહેલી જૂને પહેલી વાર ટેસ્ટ મૅચ ખેલાઈ. ટેન્ટ બ્રિજ ઈનની માલિકણ વિધવા મહિલાએ ક્રિકેટના ચાહક વિલિયમ ક્લાર્ક સાથે લગ્ન કર્યાં. આ વિલિયમ ક્લાર્કે બાજુની જમીનનો ક્રિકેટના મેદાન તરીકે ઉપયોગ કર્યો. ઇંગ્લૅન્ડનાં મેદાનોમાં ટેસ્ટ મૅચ માટેનું આ…
વધુ વાંચો >ટેબલ-ટેનિસ
ટેબલ-ટેનિસ : પ્રમાણમાં ઓછી જગ્યામાં રમી શકાય એવી લોકપ્રિય રમત. 1881માં આ રમત ઇંગ્લૅન્ડમાં શોધાઈ અને પ્રારંભમાં તે ‘ગાર્સિમા’ તરીકે અને ત્યારબાદ ‘પિંગપાગ’ તરીકે જાણીતી થઈ. આજે ચીનમાં આ રમત ‘પિંગપાગ’ તરીકે જ જાણીતી છે; પરંતુ આ રમત ટેનિસની જેમ ટેબલ પર રમાય છે એટલે તેનું નામ 1921માં ટેબલ-ટેનિસ રાખવામાં…
વધુ વાંચો >ટેસ્ટ મૅચ
ટેસ્ટ મૅચ : બે દેશો વચ્ચે ખેલાતી સત્તાવાર ક્રિકેટ મૅચ. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબૉર્નના મેદાન પર સૌપ્રથમ ટેસ્ટ મૅચ 1887ની 15થી 17 માર્ચ દરમિયાન ખેલાઈ. એ અગાઉ 1862, 1864 અને 1873માં ઇંગ્લૅન્ડની ટીમે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો. 1877માં ઇંગ્લૅન્ડની ઑલ પ્રોફેશનલ ટીમના સુકાની જેમ્સ લીલીવ્હાઇટે ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતી અગિયાર ખેલાડીઓની…
વધુ વાંચો >