Sociology
થિયૉસૉફિકલ સોસાયટી
થિયૉસૉફિકલ સોસાયટી : બ્રહ્મવિદ્યાનો પ્રચાર કરતી આંતર-રાષ્ટ્રીય સંસ્થા. ‘થિયોસ’ અને ‘સોફીઆ’ એવા બે ગ્રીક શબ્દોના અર્થ છે દૈવી પ્રજ્ઞા કે બ્રહ્મવિદ્યા. થિયૉસૉફિકલ સોસાયટીની સ્થાપના 17 નવેમ્બર, 1875ના રોજ અમેરિકાના ન્યૂયૉર્કમાં રશિયન બાનુ શ્રીમતી હેલેના પેટ્રોવ્ના બ્લેવેટ્સ્કી(1831–91)એ તથા અમેરિકાના પત્રકાર ર્ક્ધાલ હેન્રી સ્ટીલ ઑલ્કોટે (1832–1907) કરી હતી. રૂઢિચુસ્તતા, વહેમ, ધાર્મિક બદ્ધમતો,…
વધુ વાંચો >થૂથી, એન. એ.
થૂથી, એન. એ. : જાણીતા સમાજશાસ્ત્રી અને સંશોધક. પારસી કુટુંબમાં જન્મેલા. તેમણે મુંબઈ યુનિવર્સિટીના ‘સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયૉલૉજી’ વિભાગમાં સમાજશાસ્ત્રના રીડર તરીકે 25 વર્ષથી વધુ સમય કામ કર્યું હતું. તેમણે ‘ધી વૈશ્નવઝ ઑવ્ ગુજરાત’ એ વિષય પર મહાનિબંધ તૈયાર કરી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 1924માં ડી. ફિલ.ની પદવી પ્રાપ્ત કરી હતી.…
વધુ વાંચો >દત્તકપ્રથા
દત્તકપ્રથા : પુત્રવિહીન દંપતીના કાયદેસરના અધિકારો તથા ફરજો અપરિણીત સગીરને પ્રદાન કરવાની વિધિ. તે દત્તકગ્રહણ (adoption) દ્વારા પ્રદાન કરવામાં આવે છે. દત્તકગ્રહણ એ એક સામાજિક પ્રથા છે, જેના દ્વારા વ્યક્તિ જન્મદત્ત સગાઈસંબંધોને સ્થાને અન્ય (બિનજન્મદત્ત) સગાઈસંબંધો પ્રાપ્ત કરે છે, જોકે તે સામાજિક રીતે લોહીના સંબંધોને સમકક્ષ ગણાય છે. દત્તકપ્રથામાં કઈ…
વધુ વાંચો >દફન
દફન : શબનો નિકાલ કરવાની એક વિધિ. દફનનો વિધિ સૌથી જૂનો છે. વિશ્વના સૌથી જૂના નિયેન્ડરથલ માનવના દફન અવશેષો ઇરાકમાં ઉત્તરે શાનદાર ગુફામાં મળ્યા છે, જે 62,000 વર્ષના જૂના ગણાય છે. આદિ માનવ મરણ વિશે શું ધારતો હતો, તે આપણે જાણતા નથી. સામાન્ય રીતે તે શબને ત્યજી દેતો હતો. કદાચ,…
વધુ વાંચો >દયાનંદ સરસ્વતી, સ્વામી
દયાનંદ સરસ્વતી, સ્વામી (જ. 1825, ટંકારા, જિ. રાજકોટ; અ. 30 ઑક્ટોબર 1883, અજમેર) : આર્યસમાજના સ્થાપક. વેદોના ઊંડા અભ્યાસી. અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત. દયાનંદનો જન્મ સારી સ્થિતિના, શિવમાર્ગી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા કરસનજી લાલજી ત્રિવેદી જમીનદાર અને ધીરધાર કરનાર હતા. દયાનંદનું સાંસારિક નામ મૂળશંકર હતું. તેર…
વધુ વાંચો >દયાનંદ સ્વામી
દયાનંદ સ્વામી (જ. 1789, રેથળ, તા. સાણંદ; અ. 1866, વિસનગર) : સ્વામિનારાયણ સંપ્રદાયના – મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને દયાનંદ સ્વામી – અષ્ટ સંતકવિઓ પૈકીના એક. પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા સુંદરજી. માતા અમૃતબાઈ. જ્ઞાતિ લોહાણા. 21 વર્ષના લાલજીને ભગવાન સ્વામિનારાયણે…
વધુ વાંચો >દરજ્જો
દરજ્જો : દરજ્જો અને ભૂમિકાની વિભાવના રાલ્ફ લિંટને (1893–1953) પોતાના અભ્યાસ ‘ધ સ્ટડી ઑવ્ મૅન’(1936)માં આપી છે. દરજ્જો સમાજમાં વ્યક્તિના સ્થાન કે હોદ્દાનો નિર્દેશ કરે છે. દરજ્જાનાં મૂળ સામાજિક ધોરણોમાં છે કારણ કે ધોરણો વ્યક્તિને હકો અને ફરજો આપે છે; દા. ત., શિક્ષક અને વિદ્યાર્થીનો દરજ્જો. દરજ્જા અર્પિત અને પ્રાપ્ત…
વધુ વાંચો >દલવાઈ, હમીદ
દલવાઈ, હમીદ (જ. ૨9 સપ્ટેમ્બર 1932, મિરજોળી, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 3 મે 1977, મુંબઈ) : મહારાષ્ટ્રના બુદ્ધિનિષ્ઠ અને કર્મઠ સમાજસુધારક. તેમણે શાળાનું શિક્ષણ ચિપલૂણમાં અને કૉલેજશિક્ષણ મુંબઈમાં લીધું હતું. મુસ્લિમ સમાજમાં સુધારાપ્રવૃત્તિને વેગ આપવા 1966માં ‘ઇન્ડિયન સેક્યુલર સોસાયટી’ની સ્થાપનામાં તે સહભાગી થયા. ત્યારપછી માર્ચ, 1970માં સ્થપાયેલ ‘મુસ્લિમ સત્યશોધક મંડળ’ની…
વધુ વાંચો >દલિત પૅંથર
દલિત પૅંથર : પોતાના સામાજિક અને આર્થિક શોષણ સામે સામૂહિક રીતે લડત આપવા ભારતના દલિત વર્ગના યુવાનોએ ઊભું કરેલ સંગઠન. સદીઓથી કહેવાતા ઉજળિયાત વર્ગના હાથે શોષણનો શિકાર બનેલી જાતિઓ ભારતમાં દલિત તરીકે ઓળખાય છે. સદીઓથી તેમની સાથે અમાનવીય અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરીને, તેમને અસ્પૃશ્ય ગણીને હિંદુ સમાજે તેમને ઘોર અન્યાય…
વધુ વાંચો >દવે, જુગતરામ
દવે, જુગતરામ (જ. 1 સપ્ટેમ્બર 1892, વઢવાણ; અ. 14 માર્ચ 1985, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ની ભૂમિમાં મૂળ વીરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા, ત્યાં પ્લેગનો રોગ ફાટી…
વધુ વાંચો >