Sanskrit literature
વાસવદત્તા
વાસવદત્તા : સંસ્કૃત સાહિત્યનું અગ્રગણ્ય ગદ્યકાવ્ય. કથા-પ્રકારના આ ગદ્યકાવ્યના લેખક સુબંધુ છે. પ્રસ્તુત રચનામાં રાજા ચિંતામણિના કુંવર કંદર્પકેતુ અને રાજા શૃંગારશેખરની કુંવરી વાસવદત્તા વચ્ચેના પ્રણયની કથા વર્ણવવામાં આવી છે. પ્રસ્તુત ગદ્યકાવ્યમાં નાયક રાજકુમાર કંદર્પકેતુને સ્વપ્નમાં કોઈક સુંદર યુવતી દેખાય છે અને તે યુવતીથી આકર્ષાઈને તેને શોધવા પોતાના મિત્ર મકરંદ સાથે…
વધુ વાંચો >વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી)
વિજ્ઞાનભિક્ષુ (ઈ. સ. સોળમી સદી) : પ્રાચીન ભારતના બંગાળના તત્વચિંતક આચાર્ય. રામાનુજાદિ બીજા આચાર્યોએ પોતાના સંપ્રદાયો સ્થાપ્યા તેમ વિજ્ઞાનભિક્ષુએ પોતાનો કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી. નામ (‘ભિક્ષુ’) પરથી તે સંન્યાસી હોય તેમ જણાય છે. વિજ્ઞાનભિક્ષુએ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું; જેને ‘વિજ્ઞાનામૃતભાષ્ય’ કહે છે. નિરીશ્વર સાંખ્યની વિચારધારામાં તેમણે ઈશ્વરને ઉમેરીને સાંખ્ય સિદ્ધાંતોને…
વધુ વાંચો >વિટ
વિટ : સંસ્કૃત નાટકમાં શૃંગારી નાયકનું સહાયક પાત્ર. વિટ એ પીઠમર્દ, વિદૂષક, ચેટ, ચેટી. વગેરેની જેમ નાયક રાજા કે રાજકુમારનો શૃંગારસહાયક હોય છે. નાટ્યવિવેચકોએ તેનું પ્રમુખ લક્ષણ કામતંત્રની કળામાં વિશારદતા હોવાનું નિર્દેશ્યું છે. તેની વાણી ચતુરાઈભરી હોય છે. તે વાચાળ હોવાથી વાતચીતમાં બધાંનો આદર મેળવનારો હોય છે. તે મધુર સ્વભાવનો…
વધુ વાંચો >વિદુર
વિદુર : ‘મહાભારત’ મહાકાવ્યમાં કૌરવોના મંત્રીનું પાત્ર. મહાન નીતિવિદ ને ધર્માત્મા. કૌરવોના મંત્રી. વિચિત્રવીર્યની રાણી અંબિકાની દાસીથી જન્મેલા કૃષ્ણ દ્વૈપાયનના ઔરસ પુત્ર તથા ધૃતરાષ્ટ્ર અને પાંડુના નાના ભાઈ. માતા સત્યવતીની આજ્ઞાથી વ્યાસજીના અંબિકા અને અંબાલિકા સાથેના સંબંધથી જન્મેલ પુત્રો – અંધ ધૃતરાષ્ટ્ર અને રોગિષ્ઠ પાંડુ રાજા થવા માટે અયોગ્ય હતા…
વધુ વાંચો >વિદુરનીતિ
વિદુરનીતિ : મહાભારતનો ‘ભગવદગીતા’ જેવો એક ભાગ. એ નીતિશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલા પ્રજાગરપર્વમાં 33થી 41 સુધીના નવ અધ્યાયોમાં પ્રાપ્ત થતો, વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલો ઉપદેશ તેમાં રહેલો છે. વનવાસ ભોગવ્યા બાદ પાંડવોએ પોતાનો અધિકાર આગળ કરી રાજ્યભાગની માગણી કરી, પરંતુ તે માટે દુર્યોધને સહેજ પણ તૈયારી બતાવી નહિ…
વધુ વાંચો >વિદૂષક
વિદૂષક : સંસ્કૃત નાટકમાં નાયકનો શૃંગારમાં સહાયક. હાસ્યરસિક પાત્ર. નાયકનો તે મિત્ર હોય છે. ઉદા. ‘મૃચ્છકટિકનાટક’નો મૈત્રેય. વસંત વગેરે પરથી તેનું નામ પાડવામાં આવે છે. ઉદા., ‘સ્વપ્નવાસવદત્ત’નો વસંતક. તે જન્મે બ્રાહ્મણ હોય છે, કર્મે નહિ. તે ‘હું બ્રાહ્મણ છું’ એમ બોલનાર હોવાથી તેને ‘ब्राह्मणब्रू’ કહે છે. તે બ્રાહ્મણ જેવો જ્ઞાની…
વધુ વાંચો >વિદ્યાધર
વિદ્યાધર : પ્રાચીન ભારતીય આલંકારિક અને ‘એકાવલી’ નામના ગ્રંથના લેખક. કાવ્યશાસ્ત્ર વિશે તેમનો બીજો ગ્રંથ ‘કવિરહસ્ય’ હોવાનો નિર્દેશ મળે છે. વિદ્યાધર ઉત્કલ પ્રદેશના એટલે ઓરિસાના વતની હતા. ત્યાંના રાજા નરસિંહના તેઓ આશ્રિત કવિ હતા; પરંતુ ઉત્કલ દેશમાં ‘નરસિંહ’ નામધારી બે રાજાઓ થઈ ગયા છે : 1282થી 1307 સુધી રાજ્ય ચલાવનાર…
વધુ વાંચો >વિદ્યાનાથ
વિદ્યાનાથ : પ્રાચીન ભારતીય આલંકારિક. તેઓ આંધ્રપ્રદેશના વતની હોવાથી દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. તેમનું મૂળ નામ અગસ્ત્ય પંડિત હતું અને ‘વિદ્યાનાથ’ તેમનું ઉપનામ કે બિરુદ હતું એવો એક મત છે. આંધ્રપ્રદેશના ત્રિલિંગ (વર્તમાન તૈલંગણ) વિસ્તારમાં આવેલી એકશીલા (વર્તમાન વારંગલ) નગરી જેમની રાજધાની હતી તેવા કાકતીય વંશના રાજા પ્રતાપરુદ્રના દરબારમાં તેઓ…
વધુ વાંચો >વિદ્યાપતિ
વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા,…
વધુ વાંચો >વિભાષા
વિભાષા : પાણિનીય સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. સામાન્યત: વિભાષા શબ્દનો ‘વિકલ્પ’ એવો અર્થ થાય છે. મીમાંસાશાસ્ત્ર વગેરે આ જ અર્થમાં પ્રસ્તુત શબ્દને પ્રયોજે છે, પરંતુ પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં તેની વ્યાખ્યા ‘न वेति विभाषा ।’ 1/1/44માં આપી છે. ઙ એટલે નિષેધ અને ઞ્ એટલે વિકલ્પ એ બંને અર્થોમાં વિભાષા શબ્દ રહેલો છે.…
વધુ વાંચો >