Sanskrit literature
નારદપુરાણ (નારદીય પુરાણ)
નારદપુરાણ (નારદીય પુરાણ) : 18 પુરાણોમાં છઠ્ઠું પુરાણ. વિવિધ પુરાણોની પુરાણાનુક્રમણિકાનુસાર નારદ કે નારદીય પુરાણ છઠ્ઠું કે સાતમું પુરાણ છે. એક મત મુજબ તેમાં 25,000 શ્લોકો છે. ભાગવતના મતે 15,000 શ્લોકો છે, પરંતુ ઘણું કરીને 22,000 શ્લોકો સર્વમાન્ય છે. સ્કંદપુરાણ અનુસાર નારદ અને નારદીય પુરાણ એક જ પુરાણનાં નામ છે.…
વધુ વાંચો >નાસદીય સૂક્ત
નાસદીય સૂક્ત : જગતસાહિત્યના પ્રાચીનતમ સંસ્કૃત ગ્રંથ ઋગ્વેદના 10મા મંડળના 129મા સૂક્તને ‘નાસદીય સૂક્ત’ એવા નામથી ઓળખવામાં આવે છે, કારણ કે તેનો આરંભ ‘નાસદ્’ એ શબ્દથી થાય છે. આ સૂક્ત ત્રિષ્ટુપ્ છંદમાં રચાયેલી સાત ઋચાઓ કે મંત્રોનું બનેલું છે. તેમાં પરમાત્મા કે પ્રજાપતિ દેવ છે. તેના પ્રથમ મંત્રમાં સૃષ્ટિસર્જન પહેલાં…
વધુ વાંચો >નિદાનસૂત્ર
નિદાનસૂત્ર : સામવેદની કૌથુમશાખાનું શ્રૌતસૂત્ર. રચયિતા મહર્ષિ પતંજલિ (ઈ. સ. બીજું–ત્રીજું શતક). એની હસ્તપ્રતો અડયાર ગ્રંથાલય, વડોદરાનું પ્રાચ્યવિદ્યામંદિર, કૉલકાતાની સંસ્કૃત કૉલેજ, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, જમ્મુનું રઘુનાથ મંદિર, તાંજાવુરનું સરસ્વતી મહાલ પુસ્તકાલય, ત્રાવણકોરનું સરકારી ગ્રંથાલય વગેરે સ્થળોએ છે. જર્મનીમાં બર્લિનની એક સંસ્થામાં પણ બે હસ્તપ્રતો છે. પ્રથમ પ્રકાશન કૉલકાતાના ‘ઉષા’માં. ત્યાંની…
વધુ વાંચો >નિપાત
નિપાત : સંસ્કૃત વ્યાકરણ અનુસાર પદના ચાર પ્રકારોમાંનો એક. યાસ્કે આપેલી તેની વ્યુત્પત્તિ મુજબ વિવિધ અર્થોમાં આવી પડે છે, તેથી તે પદોને નિપાત કહે છે. સત્વવાચી નામ કે ક્રિયાવાચી ધાતુ (આખ્યાત) ન હોય તેવાં પદો નિપાત કહેવાય છે. એમાં જે ક્રિયાપદની પૂર્વે આવે તે ઉપસર્ગ કહેવાય. નામ વગેરેની પૂર્વે આવે…
વધુ વાંચો >નિરૂપ્ય–નિરૂપક ભાવ
નિરૂપ્ય–નિરૂપક ભાવ : નવ્યન્યાયમાં સ્વીકારેલા કેટલાક સંબંધોમાંનો એક સંબંધ. નવ્યન્યાયના સ્વરૂપસંબંધનો આ એક ઉપ-પ્રકાર છે. સ્વરૂપ-સંબંધ એટલે જે સંબંધ, સંબંધી પદાર્થોથી ભિન્ન અસ્તિત્વ ધરાવતો નથી તે. ટેબલ અને પુસ્તકનો સંયોગ થાય ત્યારે, સંયોગ નામના ગુણપદાર્થનું સ્વતંત્ર અસ્તિત્વ ન્યાયમાં સ્વીકારાય છે. તંતુ-પટ એ બંને સંબંધી પદાર્થોથી, સમવાય સંબંધનું, ભિન્ન અસ્તિત્વ માનેલ…
વધુ વાંચો >નીતિમંજરી
નીતિમંજરી : નીતિ એટલે જીવન જીવવાની રીત, એટલે જેમાં નીતિ રૂપી મંજરી મહોરી ઊઠી છે તેવો ગ્રંથ. વિજયનગરના મહારાજ્યમાં થઈ ગયેલા સાયણાચાર્ય ઋગ્વેદ વગેરેના અર્થો સમજાવતાં ભાષ્યોના લેખક તરીકે જાણીતા છે. તેમણે રચેલા ઋગ્વેદના ભાષ્યમાંથી જુદી જુદી વાર્તાઓ કે પ્રસંગો ઉપરથી વેશ્યા અથવા ગણિકાથી દૂર રહેવા ઉપદેશ આપતું 200 જેટલાં…
વધુ વાંચો >નૈષધીય ચરિત
નૈષધીય ચરિત : સંસ્કૃત ભાષામાં રચાયેલું પ્રસિદ્ધ મહાકાવ્ય. મહાકવિ શ્રી હર્ષ(અગિયારમી કે બારમી સદી)નું સંસ્કૃત પંચમહાકાવ્યોમાં ગણના પામેલું સુપ્રસિદ્ધ મહાકાવ્ય. એમાં નિષધ દેશના રાજા નળના વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી સાથેના પ્રણયનું નિરૂપણ છે. તેમાં હંસ, દિકપાલો અને સ્વયંવરની ઘટનાઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં નળ વનવિહાર કરતાં પકડેલા હંસ…
વધુ વાંચો >નોધા ગૌતમ
નોધા ગૌતમ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા કવિઓમાંના એક ઋષિ. ઋગ્વેદનાં કુલ દસ મંડળમાંથી ફક્ત પહેલા મંડળમાં તેમણે મનથી જોયેલાં સૂક્તો રહેલાં છે. નોધા નામના ઋષિ ઋગ્વેદના આઠમા મંડળના 88મા સૂક્તના અને નવમા મંડળના 93મા સૂક્તના મંત્રદ્રષ્ટા છે, પરંતુ તે ઋષિ આ નોધા ગૌતમ ઋષિથી તદ્દન અલગ છે. નોધા ગૌતમ ઋષિએ ઋગ્વેદના…
વધુ વાંચો >ન્યાયદર્શન
ન્યાયદર્શન : ભારતીય વૈદિક ષડ્દર્શનોમાંનું એક. તેની વિશેષતા એ છે કે તેમાં આ દૃશ્ય જગતને કેવળ ભ્રમ કે બુદ્ધિનો કલ્પનાવિલાસ માનવાને બદલે તેની યથાર્થતા સ્વીકારી તેના સ્વરૂપનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. એ રીતે તેના મૂળ કારણની મીમાંસા (ontology) તથા તેની યથાર્થતાની જ્ઞાનમીમાંસા (epistemology) અહીં એક વિશિષ્ટ પદ્ધતિથી થઈ છે. ન્યાયદર્શન…
વધુ વાંચો >ન્યાયપંચાનન જયરામ
ન્યાયપંચાનન જયરામ (આશરે 17મી સદી) : પ્રાચીન અને નવ્ય ન્યાયશાસ્ત્રના લેખક અને નૈયાયિક. જોધપુરના રાજા અજિતસિંહના શાસનકાળમાં થયેલા ભીમસેન દીક્ષિતે 1656માં રચેલા ‘એકષષ્ઠ્યલંકારપ્રકાશ’ અને ‘અલંકારસારસ્થિતિ’ ગ્રંથોમાં જયરામનો ઉલ્લેખ કર્યો છે. જયરામ ઈ. સ. 1657માં વારાણસીમાં રહેતા હતા અને ત્યાં તેમણે ‘પદાર્થમાલા’ નામનો ગ્રંથ રચ્યો હતો એવો પુરાવો મળે છે. આથી…
વધુ વાંચો >