Religious mythology
હરિહર
હરિહર : શિવ અને વિષ્ણુનું સંયુક્ત રૂપ અને તેનાં મંદિરો. કર્ણાટકના શિમોગા જિલ્લામાં વિશાળ ગુહારણ્ય હતું. ત્યાં ગુહ નામનો અસુર ઋષિઓને બહુ ત્રાસ આપતો હતો અને યજ્ઞ ભંગ કર્યા કરતો. ત્રાસેલા દેવોની ફરિયાદથી વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાને ‘હરિહર’નું સંયુક્ત રૂપ લઈને ગુહને હણ્યો. આથી આ અરણ્ય હરિહરનું તીર્થક્ષેત્ર બન્યું.…
વધુ વાંચો >હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય
હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય : શ્રીરામ અને શ્રીકૃષ્ણને મહત્વ આપતો આધુનિક વૈષ્ણવ સંપ્રદાય. શ્રીકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ(ઈ. સ. 1486–1533)નો પ્રાદુર્ભાવ બંગાળમાં થયો હતો. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય એમણે સ્થાપ્યો હતો. પૂર્વ ભારતમાં એમનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો. મહાપ્રભુએ સંકીર્તન યજ્ઞની અલૌકિક પદ્ધતિ પ્રસ્તુત કરી છે. ભગવાનનું નામ ગાવાની આ પદ્ધતિ મનુષ્યમાત્રને મુક્તિ અપાવે…
વધુ વાંચો >હસન બસરી
હસન બસરી (જ. 642, મદીના; અ. 728) : ઇસ્લામના શરૂઆતના કાળના પ્રસિદ્ધ વિદ્વાન અને સૂફી સંત. તેમણે એક તરફ પવિત્ર કુરાનના ખરા અર્થઘટન (તફસીર) અને બીજી તરફ બધા જ વર્ગોના લોકોને નૈતિક શિખામણ આપવાનું કામ કર્યું હતું. તેમના પિતાનું નામ યસાર અને માતાનું નામ ખૈરા હતું. હસન બસરીનો ઉછેર મદીનામાં…
વધુ વાંચો >હસન બિન સબ્બાહ
હસન બિન સબ્બાહ (જ. ? ; અવસાન : 1124) : મુસલમાનોના શીઆ સંપ્રદાયના ઇસ્માઇલીઓના વિખ્યાત ધર્મગુરુ તથા શીઆ વિચારધારા વિશેનાં પુસ્તકોના લેખક. હસન બિન સબ્બાહે અગિયાર અને બારમા સૈકાઓમાં શીઆ ઇસ્માઇલીઓના પ્રચારક (દાઈ) તરીકે સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હતું. તેમણે ઈરાન તથા ઇજિપ્તમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ઇજિપ્તના પાટનગર કેરોથી…
વધુ વાંચો >હિન્દુ ધર્મ
હિન્દુ ધર્મ પ્રાચીન ભારતમાં વેદથી આરંભાયેલો મુખ્ય ધર્મ. ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા ધર્મોની જેમ હિન્દુ ધર્મનો કોઈ સ્થાપક છે એમ કહી શકાય તેમ નથી; તેથી તેનું લક્ષણ બાંધવામાં પણ મુશ્કેલી પડે છે. શ્રી આનંદશંકર ધ્રુવે પોતાનાં પુસ્તકો ‘ધર્મવર્ણન’, ‘હિન્દુ વેદ ધર્મ’, ‘આપણો ધર્મ’માં આ અંગે ખાસી છણાવટ કરી છે અને…
વધુ વાંચો >હિસ્ટરી ઑવ્ ધર્મશાસ્ત્ર (1953)
હિસ્ટરી ઑવ્ ધર્મશાસ્ત્ર (1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રાચ્યવિદ્યાવિજ્ઞાની મહામહોપાધ્યાય પી. વી. કાણે રચિત ગ્રંથ. કુલ 5 ભાગ પૈકી આ ચોથો ભાગ 1953માં પ્રગટ થયો હતો. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1956ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ એક અનોખો ગ્રંથ છે અને વસ્તુત: તે હિંદુ ધર્મના એન્સાઇક્લોપીડિયા જેવો વિશાળ અને…
વધુ વાંચો >હીનયાન
હીનયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની બે પ્રધાન શાખાઓ છે – હીનયાન અને મહાયાન. આ નામો મહાયાનીઓએ આપ્યાં છે. પોતાના માર્ગની (પંથની) શ્રેષ્ઠતા દર્શાવવા તેમણે પોતાના માર્ગને મહાયાન નામ આપ્યું અને પ્રાચીન બૌદ્ધ ધર્મ યા થેરવાદને ઊતરતો માર્ગ દર્શાવવા હીનયાન નામ આપ્યું. હીનયાન પ્રાચીન ત્રિપિટકો ઉપર આધારિત વ્યવસ્થિત…
વધુ વાંચો >હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્ય [જ. ઈ. સ. 1089, કાર્તિકી પૂર્ણિમા; ધંધૂકા, જિ. અમદાવાદ; અ. ઈ. સ. 1173, પાટણ (ઉ.ગુ.)] : કલિકાલસર્વજ્ઞ મહાન જૈનાચાર્ય. મોઢ વણિક જ્ઞાતિમાં જન્મ. દીક્ષા પૂર્વેનું મૂળ નામ ચંગદેવ. માતાનું નામ પાહિણી અને પિતાનું નામ ચાચિગ. સંસ્કૃત કવિઓની પરંપરા મુજબ હેમચંદ્રાચાર્યે પણ પોતાના અંગત જીવન વિશે કોઈ જ માહિતી નોંધી…
વધુ વાંચો >હેરમ્બ
હેરમ્બ : ગણપતિનું એક વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. વિઘ્નેશ્વર ગણપતિની અન્ય આકૃતિઓ કરતાં હેરમ્બની આકૃતિ ઘણી ભિન્ન હોય છે. એમાં પાંચ ગજ-મસ્તક હોય છે. ચાર મસ્તક ચાર દિશામાં અને પાંચમું મસ્તક ચાર મસ્તકના માથા ઉપર હોય છે, જેના દ્વારા ઊર્ધ્વદર્શન થઈ શકે છે. શક્તિશાળી સિંહ તેમનું વાહન છે. તેમના હાથમાં પાશ, દંત,…
વધુ વાંચો >હેરુક
હેરુક : બૌદ્ધ ધર્મના લોકપ્રિય દેવતા. તેમની સ્વતંત્ર રીતે તેમ જ યબ-યૂમ સ્વરૂપે પૂજા થાય છે. તંત્રમાર્ગમાં તેમનું સ્થાન મહત્વનું છે. ‘સાધનમાલા’ અનુસાર આ દેવ નીલવર્ણનાં છે અને તેમના બે સ્વરૂપ દ્વિભુજ હેરુક અને ચતુર્ભુજ હેરુક પ્રાપ્ત થાય છે. યબ-યૂમ સ્વરૂપે એટલે જ્યારે તે પોતાની શક્તિને આલિંગન આપતા હોય છે…
વધુ વાંચો >