Religious mythology

સતનામી પંથ

સતનામી પંથ : મધ્યકાલીન ભારતનો એક નિર્ગુણવાદી સંપ્રદાય. સંત કબીરના પ્રભાવથી જે અનેક નિર્ગુણવાદી સંપ્રદાયોનો ઉદય થયો તેમાં સતનામી પંથ પણ છે. દાદૂ દયાળના સમકાલીન સંત વીરભાને ‘સાધ’ કે સતનામી પંથની સ્થાપના કરી. તેઓ રૈદાસની પરંપરામાં થયેલા ઊધોદાસના શિષ્ય હતા. આથી પોતાને ‘ઊધોના દાસ’ તરીકે ઓળખાવતા. ઈ. સ. 1600ની આસપાસ…

વધુ વાંચો >

સતપંથ

સતપંથ : નૂરસતગર દ્વારા ગુજરાતમાં શરૂ થયેલ ઇસ્માઇલી નિજારી સંપ્રદાય. નિજારી ઇસ્માઇલી ઇમામોએ 12મી સદીથી પોતાના સંપ્રદાયનો પ્રચાર ભારતમાં કરવા માંડ્યો અને સિંધમાં ઊછ મુકામે પોતાનું ધર્મપ્રચાર-મથક સ્થાપ્યું. અહીંયાં આ સંપ્રદાયના પીર હસકબીરઉદ્દીનને ત્યાં ઊછ ગામમાં ઈ. સ. 1452માં ઇમામ શાહનો જન્મ થયો. પિતાના મરણ પછી તેઓ (ઇસજ જઈને) પોતાના…

વધુ વાંચો >

સત્તારી સિલસિલા

સત્તારી સિલસિલા : શાહ અબ્દુલ્લા સત્તારી (મૃ. ઈ. સ. 1485) એ હિંદમાં પ્રવર્તાવેલો એક સૂફી પંથ. 15મી–16મી સદીઓ દરમિયાન હિંદમાં ત્રણ અગત્યનાં ધાર્મિક આંદોલનો ઉદભવ્યાં : (1) સત્તારી સિલસિલા, (2) મહાદેવી આંદોલન અને (3) રોશનિયા સંપ્રદાય. હિંદુઓમાં વ્યાપકપણે પ્રચલિત થયેલા ભક્તિ-આંદોલનની ભાવનાનું તેમનામાં પ્રતિબિંબ પડ્યું હતું. સત્તારીપંથને શાહ અબ્દુલ્લા સત્તારીએ…

વધુ વાંચો >

સત્ર

સત્ર : જુઓ યજ્ઞ

વધુ વાંચો >

સદાચાર

સદાચાર : ધર્મનું સૌથી મહત્વનું અંગ. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવને લગતી કઈ માન્યતાઓ ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે સદાચારી છે કે નહિ એ પ્રશ્નનું સામાજિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. ધાર્મિક જીવનમાં…

વધુ વાંચો >

સમન બાઈ

સમન બાઈ (જ. 1825, સિયાલી, તત્કાલીન અલવર રાજ્ય [રાજસ્થાન]; અ. 1885) : રાજસ્થાનનાં જાણીતાં સંત અને કવયિત્રી. તેઓ પ્રખ્યાત ચારણકવિ રામનાથ કવિયાનાં સંતાનોમાં સૌથી નાનાં હતાં. તેમના પિતા તરફથી તેમને શિક્ષણ મળ્યું હતું તેથી તેઓ સહેલાઈથી કાવ્યરચનાની કળા અને ભક્તિગીતો લખતાં શીખ્યાં. પ્રખ્યાત કવિ બારહટ ઉમેદરામ પલ્હાવટના પ્રપૌત્ર રામદયાલ સાથે…

વધુ વાંચો >

સમુદ્રમંથન

સમુદ્રમંથન : પૌરાણિક સંદર્ભ અનુસાર દેવો અને અસુરોએ કરેલું ક્ષીરસાગરનું મંથન. મંદરાચલ નામે પ્રસિદ્ધ પર્વત પોતાનાં સુવર્ણમય શિખરો વડે સૂર્યદેવતાથી પણ અધિક તેજસ્વી હતો. તેના પર દેવો અને ગાંધર્વો રહેતા હતા. તે અનેક રત્નો અને દિવ્ય ઔષધિઓથી આચ્છાદિત હતો. તેની ઊંચાઈ સ્વર્ગથી પણ અધિક હતી. એક વખત દેવો તેનાં તેજસ્વી…

વધુ વાંચો >

સરસ્વતી (દેવી)

સરસ્વતી (દેવી) : હિંદુ ધર્મમાં મનાયેલી વિદ્યાની દેવી. તે વાણીની અધિષ્ઠાત્રી છે. તે શારદા નામે પણ ઓળખાય છે. ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે, જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે…

વધુ વાંચો >

સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન)

સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન) : બૌદ્ધ ધર્મમાં અપનાવાયેલ જ્ઞાન અને વિદ્યાકલાની દેવી સરસ્વતીનાં પૂજન માટે પ્રચલિત વિવિધ મૂર્તિસ્વરૂપ. બૌદ્ધ ધર્મના તાંત્રિક સંપ્રદાયોમાં તેનું મહત્વ વિશેષ છે. બૌદ્ધ ધર્મમાં આ દેવી એક મુખવાળી અને દ્વિભુજ તેમજ ત્રણ મુખ અને ષડ્ભુજાવાળી હોવાનું પણ વર્ણન મળે છે. તે જ્ઞાનદાતા દેવી હોવાથી મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતાની…

વધુ વાંચો >

સરસ્વતીપુરાણ

સરસ્વતીપુરાણ : પૌરાણિક રીત પ્રમાણે લખાયેલું ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહનું ચરિત્ર. સત્યપુર(સાંચોર)ના પંડિત દામોદરે, એના પુત્રે કે એના શિષ્યે તે લખ્યું હોવાનું અનુમાન છે. તેમાં સિદ્ધરાજના જન્મસમયે થયેલ આકાશવાણી દ્વારા તેના જીવનનો નિચોડ આપ્યો છે. તેના જીવનનાં મુખ્ય કાર્યો જણાવતાં લેખક કહે છે કે, ‘‘આ કુમાર સર્વજિત થશે અને સર્વ…

વધુ વાંચો >