Religious mythology

તાણ્ડ્ય બ્રાહ્મણ

તાણ્ડ્ય બ્રાહ્મણ : સામવેદના આઠ બ્રાહ્મણ ગ્રંથોમાંનો સર્વપ્રથમ ગ્રંથ. તે તાંડ્ય બ્રાહ્મણ કે તાંડ્ય મહાબ્રાહ્મણ ગણાય છે. તાંડ્ય બ્રાહ્મણ કદમાં મોટું હોવાથી અને તેમાં ઘણાબધા યજ્ઞો વિશે વિધાન હોવાથી તેને તાંડ્ય મહાબ્રાહ્મણ કે પ્રૌઢ બ્રાહ્મણ કહે છે. તેમાં 25 વિભાગો હોવાથી પંચવિંશ બ્રાહ્મણ અને તાંડિ નામના ઋષિએ રચ્યું હોવાથી તાંડ્ય…

વધુ વાંચો >

તારા (દેવી)

તારા (દેવી) : નેપાળ, તિબેટ અને મૉંગોલિયામાં પૂજાતી બૌદ્ધ ધર્મીઓની લોકપ્રિય તાંત્રિક દેવી. સંસ્કૃત ધાતુ ‘तृ—तर्’ ઉપરથી આ નામ બન્યું છે. ભવસાગર તરવામાં મદદ કરનાર આ દેવી છે. ઈ. સ.ના છઠ્ઠા સૈકાથી તારાને બૌદ્ધ ધર્મમાં દેવી તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ભારતમાં તેની પૂજા પ્રચલિત છે, જ્યારે ગુજરાતમાં તારંગાની ટેકરીઓની…

વધુ વાંચો >

તાવીજ

તાવીજ : મનુષ્યની રક્ષા કરનાર મંત્ર વગેરેને લખી તેને ધાતુની ડબીમાં મૂકી ડબીને દોરા વડે હાથ કે ગળામાં ધારણ કરાય તે. આનો ઉદગમ વેદકાળથી થયો છે, કારણ કે અથર્વવેદના સૂક્ત 8/5માં મણિને દોરીથી બાંધીને ધારણ કરવાનો નિર્દેશ છે. આ ઉપરાંત, અથર્વવેદના 4/10, 10/3, 6, 19/28 થી 31 અને 34થી 36માં…

વધુ વાંચો >

તીર્થ

તીર્થ : પાવનકારી સ્થળ, વ્યક્તિ કે ગ્રંથ. જેના વડે તરી જવાય તેનું નામ તીર્થ. મૂળ અર્થ જળાશય કે નદી એવો છે. જળની પાસે આવેલા પવિત્ર કરનારા સ્થળને પણ ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે એ કુદરતી છે. મેલનો નાશ કરી સ્વચ્છ કરનાર જળની જેમ, પાપનો નાશ કરી પવિત્ર કરનાર ઘણી વસ્તુઓ માટે…

વધુ વાંચો >

તીર્થંકર

તીર્થંકર : તીર્થની સ્થાપના કરનાર. ગૃહવાસનો ત્યાગ કરી શ્રમણત્વ (સાધુપણું) સ્વીકારી યોગસાધના દ્વારા રાગદ્વેષનો આત્યંતિક ક્ષય કરી આત્મિક શક્તિઓનું આવરણ કરનાર, બધાં જ કર્મોનો ધ્વંસ કરી કેવળ જ્ઞાન (સર્વજ્ઞત્વ) પામ્યા પછી જે કોઈ જીવ તીર્થની સ્થાપના કરે છે તે તીર્થંકર. તીર્થ એટલે (1) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ…

વધુ વાંચો >

તૃત્સુઓ

તૃત્સુઓ : ઋગ્વેદમાં ઉલ્લિખિત એક પ્રજાવિશેષ. ભરતોના રાજા સુદાસે પરુષ્ણી (રાવી) નદીના તટે વિપક્ષની દસ ટોળીઓના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા એ ઘટના ‘દાશરાજ્ઞ યુદ્ધ’ તરીકે સુપ્રસિદ્ધ છે, જે ઋગ્વેદસંહિતાના સપ્તમ મંડલના સૂકત 18માં નિરૂપાઈ છે. આ યુદ્ધમાં તૃત્સુઓ સુદાસના પક્ષમાં હતા, જ્યારે વિપક્ષમાં  તુર્વશ, દ્રુહ્યુ, પૂરુ, અનુ વગેરેનો સમાવેશ થતો હતો.…

વધુ વાંચો >

તેલુગુ મહાભારતમુ

તેલુગુ મહાભારતમુ (અગિયારથી બારમી સદી) : તેલુગુ મહાકાવ્ય. ‘તેલુગુમહાભારતમુ’ અથવા ‘આંધ્ર મહાભારતમુ’ તેલુગુની પ્રથમ કૃતિ છે. એની પૂર્વે કોઈ તેલુગુ રચના લિખિત રૂપમાં મળતી નથી. એની એક વિશેષતા એ છે કે એ ત્રણ જુદે જુદે સમયે થઈ ગયેલા કવિની સહિયારી રચના છે. વ્યાસકૃત સંસ્કૃત મહાભારતને આધારે અગિયારમી સદીમાં નન્નય ભટે…

વધુ વાંચો >

ત્રિક્ (સાહિત્ય)

ત્રિક્ (સાહિત્ય) : કાશ્મીરના શૈવ સાહિત્યને ‘ત્રિક’ કહે છે. એમાં આગમશાસ્ત્ર, સ્પન્દશાસ્ત્ર અને પ્રત્યભિજ્ઞશાસ્ત્રનો બોધ થાય છે. સાથોસાથ પરા, અપરા અને પરાત્પરા – આ ત્રણ અવસ્થાનો પણ બોધ થાય છે. એમાં શૈવદર્શનના અભેદ, ભેદ અને ભેદાભેદ – આ ત્રણે પક્ષો પણ પ્રતિબિંબિત થાય છે. એમાં ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા-શક્તિઓ તેમજ…

વધુ વાંચો >

ત્રિપિટક

ત્રિપિટક : બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો. तिपिटक (સં. त्रिपिटक)માં सुतपिटक, विनयपिटक, अभिधम्मपिटकનો સમાવેશ થાય છે. જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો.…

વધુ વાંચો >

ત્ર્યંબક

ત્ર્યંબક : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થક્ષેત્ર. તે નાસિકની નૈર્ઋત્ય દિશામાં શહેરથી આશરે 29 કિમી. પર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. તેની કુલ વસ્તી 7876 (1991) છે. પાંચસો વર્ષ પૂર્વે આ સ્થળે કોઈ વસવાટ હતો નહિ. ધીમે ધીમે ત્યાં એક ગામડું ઊભું થયું જેનું નામ ત્ર્યંબક પાડવામાં આવ્યું. આ…

વધુ વાંચો >