તાડકા : મારીચ-સુબાહુની માતા, સુકેતુ નામના યક્ષની પુત્રી, જે અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસી બની ગઈ હતી. તે સરયૂ નદીને કાંઠે તાડકાવનમાં રહીને ઋષિઓનાં યજ્ઞોમાં વિઘ્નો નાખતી હતી. તેના અત્યાચારોથી પીડિત થયેલા વિશ્વામિત્રે તેના વધ માટે અયોધ્યાના રાજા દશરથ પાસે રામ-લક્ષ્મણની માંગણી કરી અને પોતાના આશ્રમે લઈ આવ્યા હતા. સ્ત્રી જાણીને રામ એને મારવા અંગે સંકોચ પામતા હતા, પરંતુ વિશ્વામિત્રની આજ્ઞા થતાં રામે તાડકાનો વધ કર્યો. રામાયણમાં આ કથાનું વિસ્તારથી નિરૂપણ છે.

પ્રવીણચંદ્ર પરીખ