Religious mythology
ઇન્દ્રાણી
ઇન્દ્રાણી : વૈદિક દેવતા તરીકે ઇન્દ્ર મહત્તમ હોવા છતાં, પત્ની તરીકે ઇન્દ્રાણીનું સ્થાન વેદોમાં ગૌણ રહ્યું છે. એક સૂક્ત(10-86)માં ઇન્દ્રના પ્રિય પાત્ર वृषाकपि(વાનર)ની દુષ્ટતાને કારણે ઇન્દ્રાણીએ તેનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ અંતે તેમની વચ્ચે સમાધાન થયું હતું. ઇન્દ્રાણીએ ઋષિકા તરીકે કેટલાંક સૂક્તોનું દર્શન કર્યું છે. જયાનંદ દવે
વધુ વાંચો >ઇબ્ન તૈમિય્યા
ઇબ્ન તૈમિય્યા (જ. 22 જાન્યુઆરી 1263, હરૉન; અ. 26 સપ્ટેમ્બર 1328, દમાસ્કસ) : ઇસ્લામ ધર્મના સુન્ની હંબલી પંથના વિદ્વાન. મૂળ નામ તકીઉદ્દીન અહમદ. પિતાનું નામ અબ્દુલ હલીમ. મોગલોના આગમન પહેલાં 1269માં ગામ છોડી દમાસ્કસ જવું પડ્યું. ત્યાં સુક્રિયા મદરેસામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ 1284થી શિક્ષણકાર્ય શરૂ કર્યું. હજયાત્રા કર્યા…
વધુ વાંચો >ઇબ્રાહીમ બિન અદ્હમ
ઇબ્રાહીમ બિન અદ્હમ (જીવનકાળ : 767-815 લગભગ) : એક અફઘાન સંત. તે અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંત શાહી ખાનદાનમાં જન્મ્યા હોવાનું કહેવાય છે. તેઓ અત્યંત વૈભવશાળી રાજકુંવર હતા. એક દિવસે તે શિકાર કરવા ગયા ત્યારે તેમને એક ગેબી અવાજ સંભળાયો, ‘જાગ્રત થા, ઊઠ, શું તને આવી રમતો માટે પેદા કર્યો છે ?’…
વધુ વાંચો >ઇમામ અબૂ હનીફા
ઇમામ અબૂ હનીફા (જ. 699 કૂફા, ઇરાક; અ. 14 જૂન 767 બગદાદ, ઇરાક) : ઇસ્લામના હનીફા સંપ્રદાયના અગ્રણી ઇમામ. મૂળ નામ નુઅ્માન બિન સાબિત. વ્યવસાયે કાપડના વેપારી. વતન અર્વાચીન ઇરાકનું કૂફા શહેર. ઇસ્લામના ચાર સંપ્રદાયોમાં હનીફા મજહબના અનુયાયીઓ બીજા ત્રણ મજહબો (શાફઇ, માલિકી અને હંબલી) કરતાં ભારે બહુમતીમાં છે. એમનાં…
વધુ વાંચો >ઇમામ અલી બિન મૂસા
ઇમામ અલી બિન મૂસા (799 આસપાસ) : શિયા પંથના 12 ઇમામોમાં સાતમા – ઇમામ મૂસા અલ્ કાઝિમ. તેમની વંશાવળી નીચે પ્રમાણે છે : તેમણે ખિલાફતના અધિકારી હોવાનો પોતાનો હક બતાવ્યો એટલે રાજ્ય તરફથી એમને ઘણી મુસીબતો વેઠવી પડી. ઝેર આપીને તેમને બગદાદમાં મારી નાખવામાં આવ્યા હતા. તેમના વંશજો અને અનુયાયીઓ…
વધુ વાંચો >ઇમામ અહમદ ઇબ્ન હંબલ
ઇમામ અહમદ ઇબ્ન હંબલ (જ. નવેમ્બર 780, બગદાદ; અ. 2 ઑગસ્ટ 855 બગદાદ) : સુન્ની મુસ્લિમોના ચોથા ઇમામ. જન્મ બગદાદમાં. તેમણે હદીસનું જ્ઞાન બીજા ઇમામ શાફેઇ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ ધર્મની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. ધાર્મિક સિદ્ધાંતોને અક્કલની કસોટી ઉપર પારખીને અપનાવનાર મુઅ્તઝેલી સંપ્રદાયની વિરુદ્ધ એમણે ઝુંબેશ ઉપાડી હતી.…
વધુ વાંચો >ઇમામશાહ
ઇમામશાહ (જ. 1452; અ. 1513 અથવા 1520) : અમદાવાદની દક્ષિણે પીરાણાના જાણીતા પીર. તેઓ મુહમ્મદ બેગડાના સમયમાં (આ. 1470-71) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની ઉત્તરે આશરે 14 કિમી. ઉપર આવેલા ‘ગીરમથા’ નામના ગામમાં સ્થાયી થયા. એ ગામને આજે ‘પીરાણા’ અર્થાત્ પીરોના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એમના ચમત્કારોને કારણે ગુજરાતના સુલતાન…
વધુ વાંચો >ઇલા
ઇલા : પુરાણ અનુસાર વૈવસ્વત મનુની પુત્રી. શ્રીહરિના વરદાનથી ઇલાનું સુદ્યુમ્ન નામે પુરુષમાં પરિવર્તન થયું, પરંતુ શિવપાર્વતીનો વનમાં પ્રવેશ થતાં એ પાછો સ્ત્રી બની ગયો. ઇલા ચંદ્રપુત્ર બુધને પરણી અને તેનાથી એને પુરુરવા નામે પુત્ર થયો એવી પુરાણકથા છે. ઇલા-બુધનો વંશ ઐલ વંશ તરીકે અને બુધ ચંદ્રનો પુત્ર હોઈ આગળ…
વધુ વાંચો >ઇસિભાસિયાઇં
ઇસિભાસિયાઇં (ઋષિભાષિતાનિ) : જૈન ધર્મનો એક પ્રાચીન વિશિષ્ટ આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના 45 આગમ ગ્રંથોમાં આનો સમાવેશ નથી થતો, પરંતુ જૈન ધર્મમાં દીક્ષિત ન થયા હોય અને છતાં જે કેવળજ્ઞાની ગણાતા હોય તેવા જૈનેતર ઋષિ કે મુનિને જૈન ધર્મમાં ‘પ્રત્યેકબુદ્ધ’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આવા પ્રત્યેકબુદ્ધ ઋષિ દ્વારા ભાષિત ઉપદેશ…
વધુ વાંચો >ઇસિસ
ઇસિસ : પ્રાચીન ઇજિપ્તની એક મહત્વની દેવી, પ્રાચીન ચિત્રલિપિમાં જેનો અર્થ ‘સિંહાસન’ થાય છે. તેના ગ્રીક રૂપના આધારે તેનું નામ પડ્યું હોય તેવો સંભવ છે. પિરામિડના (Pyramid Texts) અભિલેખોમાં તેનો ઉલ્લેખ ‘મુખ્ય શોક પાળનાર’ તરીકે કરવામાં આવ્યો છે. ઓસિરિસ નામના દેવતાની તે પત્ની તથા હોરસ નામના પુત્રની તે માતા છે.…
વધુ વાંચો >