Political science
મેન્ઝિઝ, રૉબર્ટ ગૉર્ડન (સર)
મેન્ઝિઝ, રૉબર્ટ ગૉર્ડન (સર) (જ. 20 ડિસેમ્બર 1894, જેપારીટ, વિક્ટોરિયા રાજ્ય, ઑસ્ટ્રેલિયા; અ. 14 મે 1978, મેલબોર્ન, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના રાજનીતિજ્ઞ અને વડાપ્રધાન. 1928માં તેમણે ધારાશાસ્ત્રી તરીકેની ધીકતી કમાણી છોડી વિક્ટોરિયા રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ ત્યાંની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય બન્યા તથા 1934માં…
વધુ વાંચો >મેન્ડેસ, ફ્રાન્સ પિયરે
મેન્ડેસ, ફ્રાન્સ પિયરે (જ. 11 જૂન 1907, પૅરિસ; અ. 18 ઑક્ટોબર 1982, પૅરિસ) : ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ધારાશાસ્ત્રી. યહૂદી વાંશિકતા ધરાવનાર આ નેતા તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. 18 વર્ષની નાની વયે તેમણે ડૉક્ટરેટ મેળવી, 21 વર્ષે સૌથી નાની વયના ધારાશાસ્ત્રી અને 25મા વર્ષે સૌથી નાની વયના સાંસદ (ચેમ્બર ઑવ્…
વધુ વાંચો >મૅન્લી, નૉર્મન વૉશિંગ્ટન
મૅન્લી, નૉર્મન વૉશિંગ્ટન (જ. 4 જુલાઈ 1893, જમૈકા; અ. 2 સપ્ટેમ્બર 1969, જમૈકા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ધારાશાસ્ત્રી. જમૈકાના આઝાદીના ઘડવૈયા અને ત્યાંના વડાપ્રધાન. આ મૅન્લી-પરિવાર બે પેઢીથી જમૈકાને રાજકીય નેતૃત્વ પૂરું પાડે છે. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે નિર્ધનતાને કારણે લાકડાની લાટીમાં કામ કર્યું. આ દરમિયાન દેશના જનસાધારણને સમજવાની તક…
વધુ વાંચો >મૅન્લી, માઇકલ (નૉર્મન)
મૅન્લી, માઇકલ (નૉર્મન) (જ. 10 ડિસેમ્બર 1924, જમૈકા; અ. 6 માર્ચ 1997, કિંગસ્ટન, જમૈકા) : જમૈકાના રાજકારણી તથા 1972થી 1980 તથા 1989થી 1992ના ગાળા દરમિયાન જમૈકાના વડાપ્રધાન. તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ખાતે અભ્યાસ કર્યો અને તે પછી થોડો વખત પત્રકાર તરીકે કામ કર્યું. તે પછી તેઓ જમૈકા પાછા આવ્યા…
વધુ વાંચો >મેન્શેવિક
મેન્શેવિક : રશિયન સોશિયલ ડેમૉક્રૅટિક લેબર પાર્ટીના લઘુમતી ધરાવતા જૂથના સભ્યો માટે કરવામાં આવતું સંબોધન. સ્થાપના 1898. રૂસી ભાષામાં ‘મેન્શેવિક’ શબ્દનો અર્થ છે ‘લઘુમતી’. ઉપર્યુક્ત પક્ષ માર્કસવાદી પક્ષ તરીકે જાણીતો હતો, જેણે રશિયન ક્રાંતિને અને પછીથી રશિયન રાજ્યને વિચારસરણી અને નેતૃત્વ પૂરાં પાડ્યાં. પક્ષની સ્થાપનાનાં પાંચ વર્ષ બાદ 1903માં આ…
વધુ વાંચો >મેર, ગોલ્ડા
મેર, ગોલ્ડા (જ. 3 મે 1898, કીવ, યુક્રેન; અ. 8 ડિસેમ્બર 1978) : ઈ. સ. 1969થી 1974 સુધી ઇઝરાયલનાં વડાંપ્રધાન. તેમનો જન્મ સોવિયેત સંઘના એક ગરીબ યહૂદી કુટુંબમાં થયો હતો. 1906માં એમણે યુ.એસ. જઈને ત્યાંના વિસ્કૉન્સિન રાજ્યના મિલવાકી શહેરમાં વસવાટ કર્યો. ત્યાં થોડો સમય એમણે શાળામાં શિક્ષિકા તરીકે કામ કર્યું.…
વધુ વાંચો >મેરિયમ, ચાર્લ્સ એડ્વર્ડ
મેરિયમ, ચાર્લ્સ એડ્વર્ડ (જ. 15 નવેમ્બર 1874, હોપકિન્ટન, લોવા, અમેરિકા; અ. 8 જાન્યુઆરી 1953) : રાજ્યશાસ્ત્રના જાણીતા પ્રાધ્યાપક. રાજકારણમાં નવા ર્દષ્ટિકોણથી વિચારવાનો સિલસિલો અમેરિકન પોલિટિકલ સાયન્સ ઍસોસિયેશન – ‘આપ્સા’ – નાં વાર્ષિક અધિવેશનોમાં આરંભાયો. આ દિશામાં મેરિયમે નોંધપાત્ર કામગીરી બજાવી. 1925માં ‘આપ્સા’ના અધ્યક્ષીય પ્રવચન દરમિયાન તેમણે જણાવ્યું કે આપણા સમયની…
વધુ વાંચો >મૅશેલ, સમોરા મોઝિઝ
મૅશેલ, સમોરા મોઝિઝ (જ. 1933, અ. 1986) : મોઝામ્બિકમાંના પૉર્ટુગીઝ શાસન સામેની ગેરીલા લડતના નેતા. તેમણે કૅથલિક મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને તે પછી હૉસ્પિટલમાં પુરુષ-નર્સ તરીકે સેવા બજાવી. તેઓ ‘ફૅન્તે દ લિબેર્ટકો દ મોકામ્બિક’ નામના લશ્કરી દળના કમાન્ડર-ઇન-ચીફ હતા (1966–70) અને 1970થી તેના પ્રમુખ બન્યા. મોઝામ્બિક સ્વતંત્ર થયું ત્યારે…
વધુ વાંચો >મૅસીર, ક્વેટ
મૅસીર, ક્વેટ (જ. 1925) : બૉટ્સ્વાનાના રાજદ્વારી પુરુષ અને 1980થી તેના પ્રમુખ. તેમણે પત્રકારત્વથી કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારબાદ તેમણે બૅગ્વાફત્સે ટ્રાઇબલ કાઉન્સિલ મારફત રાજકારણમાં અને ત્યારપછી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં પ્રવેશ કર્યો. 1962માં તેઓ ‘બૉટ્સ્વાના ડેમૉક્રૅટિક પાર્ટી’ના સહસ્થાપક બન્યા. 1965માં તેઓ નાયબ વડાપ્રધાન બન્યા. 1966માં દેશને સંપૂર્ણ સ્વાતંત્ર્ય સાંપડ્યું ત્યારે તેઓ 1966માં…
વધુ વાંચો >મેસોપોટેમિયા
મેસોપોટેમિયા : જુઓ, ઇરાક.
વધુ વાંચો >