મૅશેલ, સમોરા મોઝિઝ

February, 2002

મૅશેલ, સમોરા મોઝિઝ (જ. 1933, અ. 1986) : મોઝામ્બિકમાંના પૉર્ટુગીઝ શાસન સામેની ગેરીલા લડતના નેતા. તેમણે કૅથલિક મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને તે પછી હૉસ્પિટલમાં પુરુષ-નર્સ તરીકે સેવા બજાવી.

તેઓ ‘ફૅન્તે દ લિબેર્ટકો દ મોકામ્બિક’ નામના લશ્કરી દળના કમાન્ડર-ઇન-ચીફ હતા (1966–70) અને 1970થી તેના પ્રમુખ બન્યા. મોઝામ્બિક સ્વતંત્ર થયું ત્યારે ત્યાંના તેઓ પ્રમુખ બન્યા અને 1975થી ’86 સુધી તે પદે રહ્યા. તેમની વિચારસરણી સામ્યવાદી હોવા છતાં પશ્ચિમની સરકારો સાથે તેમણે ઉષ્માપૂર્ણ સંબંધો બાંધ્યા અને દક્ષિણ આફ્રિકાના શાસન સાથે પણ સુમેળ–સમાધાન સાધવા કોશિશ કરી.

મહેશ ચોકસી