Political science
બર્લિન કૉંગ્રેસ
બર્લિન કૉંગ્રેસ (1878) : યુરોપનાં આગેવાન રાષ્ટ્રોના પ્રતિનિધિઓની 1878માં બર્લિન ખાતે યોજાયેલી પરિષદ. બાલ્કન પ્રદેશોમાં તુર્કીનાં દમનકારી પગલાં(1877)ને કારણે રશિયા અને તુર્કી વચ્ચે વિગ્રહ થયો, જેમાં રૂમાનિયા, સર્બિયા અને મોન્ટીનિગ્રો પણ જોડાયાં. છેવટે માર્ચ 1878માં રશિયાએ તુર્કીને પરાસ્ત કરીને સાન સ્ટીફેનો ખાતે સમજૂતી કરવા ફરજ પાડી. આને લીધે રશિયાની બાલ્કન…
વધુ વાંચો >બર્વે, સદાશિવ ગોવિંદ
બર્વે, સદાશિવ ગોવિંદ (જ. 27 એપ્રિલ 1914; અ. 1967) : ભારતના એક કુશળ અને કાર્યક્ષમ વહીવટકર્તા તથા રાજનીતિજ્ઞ. તેમણે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1935માં તેઓ ભારતીય સિવિલ સર્વિસ(ICS)માં જોડાયા. આઝાદી પૂર્વે મુંબઈ પ્રાંતના કલેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 1946માં તેઓ અમદાવાદના…
વધુ વાંચો >બસુ, જ્યોતિ
બસુ, જ્યોતિ (જ. 8 જુલાઈ 1914, કલકત્તા) : ભારતના અગ્રણી માર્કસવાદી સામ્યવાદી નેતા તેમજ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન. પૂરું નામ જ્યોતિરિન્દ્ર, પણ પ્રાથમિક શાળામાં દાખલ થતાં ‘જ્યોતિ બસુ’ બન્યા. પિતા નિશિકાંત બસુ વ્યવસાયે તબીબ હતા. એમની માતાનું નામ હેમલતા. તેમણે કલકત્તાની લૉરેટો સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન માતાની ઉદારતા અને…
વધુ વાંચો >બહુગુણા, હેમવતીનંદન
બહુગુણા, હેમવતીનંદન (જ. 25 એપ્રિલ 1919, બુઘાઈ, ઉત્તરપ્રદેશ; અ. 17 માર્ચ, 1989) : ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા રેવતીનંદા. માતા કમલા. પ્રારંભે ઉત્તરપ્રદેશની રાજ્યસરકારમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં તેઓ મંત્રીપદે રહ્યા હતા. 1977માં તેમણે ‘કૉંગ્રેસ ફૉર ડેમૉક્રસી’ની સ્થાપના કરી અને તેના તેઓ સામાન્ય મંત્રી બન્યા. એ પૂર્વે લાંબા સમય સુધી તેઓ…
વધુ વાંચો >બહુજનસમાજ પક્ષ
બહુજનસમાજ પક્ષ : ભારતના બહુજનસમાજના ઉત્કર્ષ માટે રચાયેલો રાજકીય પક્ષ. તેની સ્થાપના પક્ષના સ્થાપક પ્રમુખ કાંસીરામે એપ્રિલ 1984માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના દિવસે દિલ્હી ખાતે કરી હતી અને તેનું પહેલું અધિવેશન જૂન 1984માં દિલ્હી ખાતે જ મળ્યું હતું. ભારતના બહુજનસમાજમાં અનુસૂચિત જાતિના 15 %, અનુસૂચિત જનજાતિના 7.5 %, અન્ય પછાત…
વધુ વાંચો >બળવો
બળવો : લશ્કરના અધિકારીઓ સામે તેમના તાબા હેઠળના એક અથવા વધુ માણસોએ પોકારેલ ખુલ્લંખુલ્લો વિદ્રોહ અથવા બંડ. ‘બળવો’ શબ્દનો ઉપયોગ ક્યારેક વ્યાપારી વહાણ પર મુસાફરી કરતા લોકોમાંથી કેટલાકે વહાણના ટંડેલ સામે કરેલા બંડ માટે અથવા જ્યાં ગુલામીની પ્રથાને કાયદા દ્વારા માન્યતા મળી હોય અથવા જ્યાં રૂઢિ દ્વારા તેનું અનુસરણ થતું…
વધુ વાંચો >બંચ, રાલ્ફ
બંચ, રાલ્ફ (જ. 7 ઑગસ્ટ 1904, ડેટ્રોઇટ; અ. 9 ડિસેમ્બર 1971, ન્યૂયૉર્ક) : રાષ્ટ્રસંઘના અગ્રણી અમેરિકન મુત્સદ્દી તથા પૅલેસ્ટાઇનની સમસ્યાના નિરાકરણમાં વિધેયાત્મક ભૂમિકા ભજવવા બદલ 1950નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર રાજપુરુષ. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ હબસી હતા. સમગ્ર શિક્ષણ અમેરિકામાં. 1927માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષય સાથે સ્નાતક…
વધુ વાંચો >બંડારનાયક, સિરિમાવો
બંડારનાયક, સિરિમાવો (જ. 1916, બેલનગોડા, દક્ષિણ શ્રીલંકા) : શ્રીલંકાનાં વડાપ્રધાન. એમના પતિ સૉલોમન બંડારનાયક શ્રીલંકાના અગ્રણી રાજકીય નેતા તથા 1956થી 1959 સુધી શ્રીલંકાના વડાપ્રધાન હતા. 1959માં તેમની હત્યા થઈ તે પછી સિરિમાવો બંડારનાયકને રાજકારણનો અનુભવ ન હતો, છતાં તેમને તેમના પતિના રાજકીય પક્ષ શ્રીલંકા ફ્રીડમ પાર્ટીનાં પ્રમુખ બનાવવામાં આવ્યાં. 1960માં…
વધુ વાંચો >બંધ (રાજકારણ)
બંધ (રાજકારણ) : સાર્વજનિક હેતુ માટે રોજિંદાં વ્યાવસાયિક કાર્યોની સામૂહિક તહકૂબી. જ્યારે સમાજનો ઘણો મોટોભાગ કોઈ જાહેર વિષય અથવા મુદ્દા વિશે અસંતોષની તીવ્ર લાગણી અનુભવતો હોય અને એ તરફ સમાજ અને સરકારનું ધ્યાન દોરવા અથવા/અને એ અસંતોષને વાચા આપવા વ્યવસાયને લગતું પોતાનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરે ત્યારે સામાન્ય…
વધુ વાંચો >બંધારણ
બંધારણ : દેશનો મૂળભૂત કાયદો જેમાં દેશની શાસનવ્યવસ્થાના સ્વરૂપનું તથા રાજ્ય અને નાગરિકો વચ્ચેના પારસ્પરિક સંબંધોનું નિર્ધારણ કરેલું હોય છે. તેના દ્વારા દેશની શાસનવ્યવસ્થાનાં વિવિધ અંગોની સત્તાઓ અને ફરજો નક્કી કરવામાં આવેલી હોય છે, તેમાં દેશના નાગરિકોના હકોનું સંહિતાકરણ કરવામાં આવેલું હોય છે તથા અપવાદરૂપ કિસ્સાઓમાં નાગરિકોની ફરજોનું પણ બયાન…
વધુ વાંચો >