Political science

પરાજય

પરાજય : કોઈ એક પક્ષના હાથે બીજા પક્ષની હાર કે તેનો માનભંગ. સામાન્ય રીતે યુદ્ધમાં સંડોવાયેલા પક્ષોમાંથી જ્યારે કોઈ એક પક્ષ બીજા પક્ષને પરાસ્ત કરી તેના પર પોતાનું વર્ચસ સ્થાપે છે ત્યારે વર્ચસ સ્વીકારનાર પક્ષનો પરાજય થયો એમ કહેવાય. મોટાભાગના કિસ્સાઓમાં પરાજિત પક્ષ બીજા પક્ષની સામે શરણાગતિ સ્વીકારે છે અને…

વધુ વાંચો >

પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ

પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ (જ. 26 ફેબ્રુઆરી 1876, મુર્ડી, જિ. રત્નાગિરિ; અ. 6 મે 1966, પુણે) : જાણીતા કેળવણીકાર, ઉદારમતવાદી રાજકારણી તથા સમાજસુધારક. પિતા ધાર્મિક વૃત્તિના અને કોંકણ વિસ્તારના જમીનદાર હતા. માતા ગોપિકાબાઈ લોકમાન્ય ટિળકના પરિવારમાં જન્મેલાં. રઘુનાથનું પ્રાથમિક શિક્ષણ કોંકણના અંજર્લા, મુર્ડી તથા દાપોલી ખાતે. ત્યારપછીના શિક્ષણાર્થે તેઓે મુંબઈ ગયા…

વધુ વાંચો >

પરીખ, દિલીપ રમણલાલ

પરીખ, દિલીપ રમણલાલ (જ. 14 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. તેઓ ગુજરાત યુનિવર્સિટીની બી.એ. (અર્થશાસ્ત્ર) તથા એલએલ.બી.ની પદવીઓ ધરાવે છે. તેમણે ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન, પ્લાસ્ટિક ઍન્ડ રબર ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેવી રાજ્યની અગ્રણી ઉદ્યોગ અને…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પંચશીલ

પંચશીલ : ભિન્ન ભિન્ન રાજકીય વિચારસરણી અને આર્થિક વિચારધારાઓ ધરાવતા જુદા જુદા દેશો વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વ માટે નિર્ધારિત કરવામાં આવેલી આચારસંહિતા. 1954માં તિબેટની સમસ્યા અંગે ભારત-ચીન વચ્ચે ઐતિહાસિક મૈત્રીકરાર થયા. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ રજૂ કરેલા ‘શાંતિમય સહ-અસ્તિત્વના પાંચ સિદ્ધાંતો’ પર આધારિત આ કરાર પર ભારત-ચીને હસ્તાક્ષર કર્યા હતા. 1955માં…

વધુ વાંચો >

પંચાયત-પંચાયતી રાજ

પંચાયત-પંચાયતી રાજ : ભારતમાં ગામડાંનો વહીવટ કરતી સંસ્થા અને તેની વહીવટ-પદ્ધતિ. પ્રાચીન સમયથી છેક આધુનિક સમય સુધીના રાજ્યવહીવટના કેન્દ્રમાં હંમેશાં ગામડું રહ્યું છે અને તેનો વહીવટ કરતી સંસ્થાઓ પંચાયતો છે. ‘પંચાયત’ શબ્દના મૂળમાં સંસ્કૃત ભાષાના બે શબ્દો છે : पंच અને आयतनम्. ‘પંચ’ સંખ્યાસૂચક છે, જે પાંચની સંખ્યા દર્શાવે છે.…

વધુ વાંચો >

પંડિત વિજયાલક્ષ્મી

પંડિત, વિજયાલક્ષ્મી (જ. 18 ઑગસ્ટ 1900, અલ્લાહાબાદ; અ. 1 ડિસેમ્બર 1990, દહેરાદૂન) : સ્વાતંત્ર્યસૈનિક, યુનાઇટેડ સ્ટેટ્સ તથા સોવિયેત સંઘમાં ભારતનાં રાજદૂત, યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભાનાં પ્રથમ મહિલા પ્રમુખ, મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગવર્નર. તેમના પિતા મોતીલાલ નહેરુ ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ વકીલ હતા. તેમનો ઉછેર શ્રીમંતાઈમાં પશ્ચિમની ઢબથી થયો હતો. તેમણે બધું શિક્ષણ પોતાના…

વધુ વાંચો >

પંડિત સુંદરલાલ

પંડિત, સુંદરલાલ (જ. 26 સપ્ટેમ્બર 1886, ખટોલી, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ; અ. 9 મે 1981) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસૈનિક, પત્રકાર, વિદ્વાન લેખક, હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમવર્ગના કાયસ્થ કુટુંબમાં. તેમના પિતા તોતારામ સામાન્ય સરકારી નોકર હતા. માતાનું નામ ભગવતીદેવી હતું. સુંદરલાલે નાની ઉંમરે ફારસી, હિંદી અને ઉર્દૂ ભાષાઓનું…

વધુ વાંચો >

પંડ્યા કમળાશંકર

પંડ્યા, કમળાશંકર (જ. 20 ઑક્ટોબર 1904, રાજપીપળા; અ. 1 ઑગસ્ટ 1992, વડોદરા) : ગુજરાતના એક સન્નિષ્ઠ લોકસેવક અને સ્વાતંત્ર્યસેનાની. તેમના પિતાનું નામ લલ્લુભાઈ અને માતાનું રાધિકાબહેન. તેમણે પ્રાથમિક શિક્ષણ વાલિયા અને નાંદોદમાં તથા હાઈસ્કૂલનું શિક્ષણ વલસાડમાં લીધું હતું. તેઓ ‘ગુજરાતી’, ‘વીસમી સદી’ અને ‘નવજીવન’ કિશોરવયે વાંચતા અને તેની ફાઈલો રાખતા.…

વધુ વાંચો >

પંત ગોવિંદ વલ્લભ

પંત, ગોવિંદ વલ્લભ (જ. 30 ઑગસ્ટ 1887, ખૂંટ, જિ. અલમોડા, ઉત્તરપ્રદેશ; અ. 7 માર્ચ 1961, નવી દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અઠંગ લડવૈયા, રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, ઉત્તરપ્રદેશના માજી મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી. તેમના પૂર્વજો દસમી સદીમાં મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયા હતા. પિતાનું નામ મનોરથ. બાળપણમાં તેમના…

વધુ વાંચો >