Philosophy
ઇબ્ન હઝમ
ઇબ્ન હઝમ (જ. 7 નવેમ્બર 994, કોર્ડોવા; અ. 15 ઑગસ્ટ 1064, મન્તા લિશામ) : મુસ્લિમ સાહિત્યકાર, ઇતિહાસકાર, કાયદાનો તજજ્ઞ, તત્વચિંતક અને ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબૂ મુહમ્મદ અલી. પિતાનું નામ અહમદ બિન સઈદ. ઇબ્ન હઝમના કુન્યહથી પ્રસિદ્ધ છે. તે આરબ-મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન વિચારક હતો. સ્પેનના મુસલમાનોમાં સૌથી મૌલિક અને મહાન…
વધુ વાંચો >ઇસ્લામી તત્વચિંતન
ઇસ્લામી તત્વચિંતન : ઇસ્લામી તત્વચિંતનનાં બે મુખ્ય સ્વરૂપ છે : (1) કુરાન અને હદીસ ઉપર આધારિત શુદ્ધ ઇસ્લામી તત્વચિંતન, જેમાં પાછળથી બુદ્ધિવાદી મોતઝિલા વિચારધારા અને અધ્યાત્મવાદી સૂફી વિચારધારાઓનો ઉદભવ તથા પરસ્પર સમન્વય થયો હતો. (2) ગ્રીક તત્વચિંતનથી પ્રભાવિત મુસ્લિમ તત્વજ્ઞાનીઓની વિચારધારા, જે વડે ઇસ્લામી તત્વચિંતનનું બૌદ્ધિક પૃથક્કરણ કરવાના પ્રયત્નો થયા…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈશ્વર
ઈશ્વર ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય…
વધુ વાંચો >ઉક્થ-ઉક્થ્ય
ઉક્થ-ઉક્થ્ય : વૈદિક મંત્રસાધ્ય સ્તુતિનો એક પ્રકાર. સંગીતના સપ્ત સ્વરો વડે સાધ્ય મંત્રસ્તુતિ તે સ્તોમ કે સામ કહેવાય અને અપ્રગીત એટલે કે માત્ર સંહિતાપાઠની પદ્ધતિએ પઠિત મંત્રસ્તુતિ તે શસ્ત્ર કે ઉક્થ કહેવાય. સોમયાગોમાં સ્તોમ અને શસ્ત્ર એમ બન્ને પાઠ થાય છે. વચ્ ધાતુને ઉણાદિ યક્ પ્રત્યય લાગી ધાતુના વકારનું સંપ્રસારણ…
વધુ વાંચો >ઉત્તરમદ્ર (વેદમાં)
ઉત્તરમદ્ર (વેદમાં) : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. ઉત્તરમદ્રનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુની સાથે જ આવે છે. ઉત્તરમદ્ર જાતિના લોકો હિમાલયની પેલે પાર રહેતા હતા. બ્રાહ્મણમાં વર્ણવેલી એક હકીકત પ્રત્યે ઝિમરમૅન ધ્યાન દોરે છે કે કામ્બોજ ઔપમન્યવ મદ્રગારનો શિષ્ય હતો અને આ ઉપરથી અનુમાન કરે છે કે કામ્બોજ અને મદ્ર સ્થળની ર્દષ્ટિએ…
વધુ વાંચો >ઉત્તરમીમાંસા
ઉત્તરમીમાંસા : ષડ્દર્શનમાંનું એક દર્શન. વેદના મંત્ર અને બ્રાહ્મણોમાં વિધાનોનું સ્પષ્ટીકરણ કરનારું શાસ્ત્ર તે મીમાંસા. મીમાંસા એટલે તલસ્પર્શી વિચારણા. વેદમાં યજ્ઞાદિકર્મપરક અને ઈશ્વરવિષયક વિધાનો છે. કર્મપરક વિધાનોની વિચારણા કરનાર શાસ્ત્ર તે કર્મમીમાંસા અને ઈશ્વરવિષયક વિધાનોની વિચારણા કરનાર શાસ્ત્ર તે બ્રહ્મમીમાંસા. વૈદિક કર્મોના અનુષ્ઠાન વડે અંત:કરણ શુદ્ધ થાય પછી તેમાં ઈશ્વરનો…
વધુ વાંચો >ઉદાસી સંપ્રદાય
ઉદાસી સંપ્રદાય : ગુરુ નાનકના ધર્મ પર ચાલતો એક ફિરકો. તે શીખધર્મની પાબંદીઓ(નિયમબદ્ધતાઓ)માં માનનારો છે. આ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનકના દીકરા શ્રીચંદ હતા. ‘ગ્રંથ-સાહેબ’ને તેઓ પોતાના ધર્મગ્રંથ તરીકે સ્વીકારે છે. ઉદાસી એટલે વિષયો તરફ અપ્રીતિવાળું, બેફિકર, નિરપેક્ષ, ઉદાસીન જીવન જીવનાર વિરક્ત પુરુષ. દુનિયાદારી તજનારો આ વર્ગ શીખ લોકોમાંથી જ ઉત્પન્ન…
વધુ વાંચો >ઉદેરોલાલ
ઉદેરોલાલ (જ. 950, નસરપુર – સિંધ) : સિંધી સંત. ઉદેરોલાલ ‘લાલ સાંઈ’, ‘અમરલાલ’, ‘ઝૂલેલાલ’ ઇત્યાદિ નામે પણ પ્રસિદ્ધ છે. પિતા રાઈ રતનચંદ અને માતા દેવકી. સિંધના ઠઠ્ઠોનગરનો નવાબ મરખશાહ હિન્દુઓ પર પારાવાર જુલમ કરતો હતો. તેને ઉદેરોલાલે રોક્યો અને સિંધમાં ધર્મસહિષ્ણુતા ફેલાવી. ચૈત્ર માસમાં એમના જન્મદિવસથી સિંધી નવા વર્ષનો આરંભ…
વધુ વાંચો >ઉપજીવ્ય-ઉપજીવક ભાવ
ઉપજીવ્ય-ઉપજીવક ભાવ : જેને આધારે જિવાય, અસ્તિત્વનો આવિર્ભાવ થાય તે ઉપજીવ્ય; અને જે અન્યને આધારે જીવે કે અન્યને લીધે જેના અસ્તિત્વનો આવિર્ભાવ થાય તે ઉપજીવક. કોશ અનુસાર ઉપજીવ્ય એટલે આશ્રય, આધાર કે કારણ; અને ઉપજીવક એટલે આશ્રયી, આધારે રહેનાર કે કાર્ય. ઉપજીવ્ય-ઉપજીવક ભાવ એ કાર્યકારણ ભાવ છે અથવા પ્રયોજ્ય-પ્રયોજક ભાવ…
વધુ વાંચો >