ઉત્તરમદ્ર (વેદમાં)

January, 2004

ઉત્તરમદ્ર (વેદમાં) : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. ઉત્તરમદ્રનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુની સાથે જ આવે છે. ઉત્તરમદ્ર જાતિના લોકો હિમાલયની પેલે પાર રહેતા હતા. બ્રાહ્મણમાં વર્ણવેલી એક હકીકત પ્રત્યે ઝિમરમૅન ધ્યાન દોરે છે કે કામ્બોજ ઔપમન્યવ મદ્રગારનો શિષ્ય હતો અને આ ઉપરથી અનુમાન કરે છે કે કામ્બોજ અને મદ્ર સ્થળની ર્દષ્ટિએ બહુ દૂર નહિ હોય. એક ઉલ્લેખ પ્રમાણે ઉત્તરમદ્ર ઈરાનમાં આવેલા મિડિયા દેશનું પ્રાચીન નામ હશે.

પરમાનંદ દવે