Philosophy
તાંત્રિક મત
તાંત્રિક મત : ઈ. સ. 600થી 1200 દરમિયાન ભારતમાં પ્રચલિત મોટા-નાના તાંત્રિક-સાધનાપરક સંપ્રદાયો. બહારથી વિવિધતા ધરાવતા છતાં તત્વચિંતનને બદલે સાધના-પદ્ધતિ પર આવા સંપ્રદાયો ભાર મૂકતા હતા. કોઈ એક દેવતા કે શક્તિને સૃષ્ટિના મૂળ તત્વ તરીકે માની, તેની ઉપાસનાપદ્ધતિનો પ્રચાર કરવો, વિશિષ્ટ બીજાક્ષરો અને તેના વિધિવિધાન તથા મહિમા પ્રગટ કરવો, યંત્રો…
વધુ વાંચો >દર્શન
દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને જ્ઞાનચજ્ઞુ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉદભવેલી વિચારપરંપરાઓ. જગતમાં જન્મીને મનુષ્ય લૌકિક વસ્તુઓનું જ્ઞાન ચર્મચક્ષુથી મેળવે છે. એ પછી પોતાને થતી અનેક શંકાઓનું તે નિરાકરણ કરે છે. શરીર વગેરે જડ વસ્તુઓનું કે તેમાં રહેલા ચેતન-તત્વનું પૃથક્કરણ કરી આત્મા, પરમાત્મા અને જગત વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ…
વધુ વાંચો >દર્શન અને ચિંતન, પુસ્તક 1–2
દર્શન અને ચિંતન, પુસ્તક 1–2 (1957) : સંસ્કૃત–પ્રાકૃત અને ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન તેમજ સ્વતંત્ર ચિંતક પંડિત સુખલાલજીનાં ગુજરાતી લખાણોનો સંગ્રહ. તેના સંપાદકો, દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ) છે. તે સંગ્રહના સાત વિભાગો પૈકી સમાજ અને ધર્મ વિભાગના ધર્મવિષયક…
વધુ વાંચો >દવે, મકરંદ વજેશંકર
દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની…
વધુ વાંચો >દશ-દ્વાર
દશ-દ્વાર : મનુષ્ય શરીરનાં દશ છિદ્રો. મુખનું એક છિદ્ર, નાસિકાનાં બે છિદ્રો, બે આંખો, બે કાન, એક પાયુ(ગુદા)નું છિદ્ર, એક ઉપસ્થનું છિદ્ર અને એક મસ્તક પરની મધ્યનું બ્રહ્મરંધ્ર. આ દશ દ્વારોને ‘પિંડસ્થદ્વાર’ કહેવામાં આવે છે. સંત સાહિત્યમાં જ્યાં એક મહેલને દસ દરવાજાનો ઉલ્લેખ કરે છે તેનું તાત્પર્ય પણ આ શરીરના…
વધુ વાંચો >દ્રવ્યસંગ્રહ
દ્રવ્યસંગ્રહ (બારમી સદી) : જૈનદર્શનનાં જુદાં જુદાં દ્રવ્યોની વિચારણા કરતો ગ્રંથ. તેના લેખક નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી (બારમી સદી) નામના જૈન મુનિ છે. તેમાં પ્રાકૃત ભાષામાં ફક્ત 58 ગાથાઓની રચના કરવામાં આવી છે. લેખકે ‘ગોમ્મટસાર’, ‘ત્રિલોકસાર’ અને ‘લબ્ધિસાર’ – ત્રણ ગ્રંથોના લેખક તરીકે વધુ પ્રસિદ્ધિ મેળવેલી છે. ‘દ્રવ્યસંગ્રહ’માં ત્રણ અધિકારોમાં વિશ્વનાં ઘટક…
વધુ વાંચો >નાગાર્જુન
નાગાર્જુન (આશરે આઠમી સદી) : રસવિદ્યાના વિખ્યાત ભારતીય કીમિયાગર (alchemist). નાગાર્જુન વિશે ઘણાં મતમતાંતર પ્રવર્તે છે. તેમણે તંત્રજ્ઞાનનો વિખ્યાત ગ્રંથ ‘રસરત્નાકર’ લખવા ઉપરાંત સુશ્રુતનું સંપાદન કર્યું છે. એક નાગાર્જુન બૌદ્ધ તત્વજ્ઞાનના માધ્યમિકા સંપ્રદાયના સ્થાપક તથા મહાયાન શાખાના સ્થાપક બીજી સદીના અંતથી ત્રીજી સદીની શરૂમાં થયા હોવાનું મનાય છે. કહેવાય છે…
વધુ વાંચો >નારાયણતીર્થ (નારાયણયતિ)
નારાયણતીર્થ (નારાયણયતિ) (1800 આસપાસ) : શંકરાચાર્યની પરંપરામાં થયેલા સંન્યાસી લેખક. તેઓ પરમહંસ પરિવ્રાજકાચાર્ય રામગોવિંદતીર્થ અને વાસુદેવતીર્થ એ બંને સંન્યાસી ગુરુઓના શિષ્ય હતા. શંકરાચાર્યની પરંપરામાં હોવાથી શાંકરવેદાન્તી અથવા કેવલાદ્વૈતવાદી હતા. નારાયણતીર્થનો સમય 1800ની આસપાસનો હતો. શંકરાચાર્યે રચેલી ‘દશશ્લોકી’ ઉપર મધુસૂદન સરસ્વતીએ શાંકર વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરતો ‘સિદ્ધાન્તતત્વબિંદુ’, નામનો ગ્રંથ લખ્યો…
વધુ વાંચો >નિઝામી ખલીફ અહમદ
નિઝામી, ખલીફ અહમદ (જ. 5 ડિસેમ્બર 1925, અમરોહા; અ. 4 ડિસેમ્બર 1997, અલીગઢ, ઉ.પ્ર.) : મધ્યકાળની મુસ્લિમ તવારીખના સૂફીવાદી લેખક. યુનિવર્સિટીનું શિક્ષણ મેળવ્યા પછી તેઓ અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા. નાની વયથી જ તેમને સૂફી સંતોના અભ્યાસમાં વિશેષ રસ પડતો, તેમની હસ્તપ્રતો નિઝામીના અભ્યાસનો ખાસ વિષય હતી. ચિશ્તિયા બુઝુર્ગોનાં જીવન, સૂફી તાલીમ…
વધુ વાંચો >નિઝામુદ્દીન ઔલિયા
નિઝામુદ્દીન ઔલિયા (જ. ઈ. સ. 1238, બુખારા, તુર્કમેનિસ્તાન; અ. 1324–25, ગ્યાસપુર) : ઇસ્લામના ચિશ્તી સંપ્રદાયના મહાન સંત. બાબા ફરીદુદ્દીન ગંજ શકરના શિષ્ય. તેમના પિતા ખ્વાજા સૈયદ એહમદ જન્મજાત વલી હતા. હજરત નિઝામુદ્દીનને પિતા તરફથી વારસામાં ખિલાફત મળી હતી. તેમના પૂર્વજો બુખારાના રહીશ હતા. પરંતુ દાદા હજરત સૈયદ અલી અને નાના…
વધુ વાંચો >