Oriya literature
દાસ, હરપ્રસાદ
દાસ, હરપ્રસાદ (જ. 1945, બાનપુર, ઓરિસા) : કવિ, વિવેચક, નવલકથાકાર અને અનુવાદક. ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની પદવી મેળવી છે. 1967માં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ; પરંતુ આઈ.એ.એસ.માં પસંદગી પામીને 1968માં ઇંડિયન ઑડિટ ઍન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં તેઓ જોડાયા. આ સંદર્ભમાં તેમણે દેશ-વિદેશમાં કેટલાક મહત્વના હોદ્દાઓ પર રહીને પોતાની કામગીરી બજાવી. હાલ…
વધુ વાંચો >પટનાયક, અખિલ મોહન
પટનાયક, અખિલ મોહન (જ. 18 ડિસેમ્બર 1927, ખુર્દા, જિ. પુરી, ઓરિસા; અ. 29 નવેમ્બર 1987) : ઊડિયા ભાષાના સાહિત્યકાર. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘ઓ અંધાગલી’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે 1948માં બી.એ.ની અને 1953માં કાયદાની ડિગ્રીઓ મેળવી અને પછી વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. તેઓ રાજકીય કાર્યકર પણ…
વધુ વાંચો >પટનાયક, અનંત
પટનાયક, અનંત (જ. 12 જૂન 1914, છબ્નબત્તા, જિ. પુરી; અ. 1987) : ઊડિયા ભાષાના નામી કવિ. તેમના ‘અવાંતર’ નામના કાવ્યસંગ્રહને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. જીવનની શરૂઆતમાં જ અસહકારના આંદોલનમાં જોડાયા હોવાથી તેમનું વિધિસર શિક્ષણ અટવાઈ ગયું હતું; જોકે પાછળથી તેમણે કટકની રેવનશો કૉલેજમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી…
વધુ વાંચો >પટનાયક, વસન્તકુમારી
પટનાયક, વસન્તકુમારી (જ. 1923, કટક) : ઊડિયા લેખિકા. ઉત્કલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. (પ્રથમ વર્ગમાં). 1951માં તેમની ટૂંકી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત. તેમની નવલકથા ‘અમડા બાટ’(1951)-એ તેમને સાહિત્યક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યાં. એ કથા પરથી ફિલ્મ પણ બની છે. 1956માં એમનો કાવ્યસંગ્રહ ‘ચિતાનલ’ પ્રગટ થયો. તેમની પાસેથી 1958માં ‘પાતાલ ઢેઉ’ તથા 1959માં…
વધુ વાંચો >પટ્ટનાયક, ગુરુચરણ
પટ્ટનાયક, ગુરુચરણ (જ. 31 ઑક્ટોબર 1917, પુરી; અ. 23 નવેમ્બર 2008, શંકરપુર, કટક) : ઊડિયા લેખક, માર્ક્સવાદી વિદ્વાન, સામાજિક કાર્યકર્તા, સામયિક-સંપાદક, સમાજશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. માત્ર ચાર વર્ષના હતા ત્યારે એક જ દિવસે માતા-પિતાનું અવસાન. મોટા ભાઈ આનંદ પટ્ટનાયક સ્વાતંત્ર્યસેનાની હતા. 13 વર્ષની નાની ઉંમરે શાળાને છોડી દઈને દેશના આઝાદી આંદોલનમાં…
વધુ વાંચો >પટ્ટનાયક, રવીન્દ્રનાથ
પટ્ટનાયક, રવીન્દ્રનાથ (જ. 1935, બનેઇગઢ, જિ. સુંદરગઢ, ઓરિસા; અ. 1991) : ઓરિસાના ખ્યાતનામ ભૂસ્તરવિજ્ઞાની અને શ્રેષ્ઠ વાર્તાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘વિચિત્રવર્ણા’ માટે 1992ના વર્ષનો મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકો અને કલાકારોના પરિવારમાં તેમનો જન્મ. તેમણે કટકની રાવેનશા કૉલેજમાંથી ભૂસ્તરવિજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >પંચસખાયુગ
પંચસખાયુગ : જુઓ, ઊડિયા ભાષા અને સાહિત્ય.
વધુ વાંચો >પાંડા રાજેન્દ્ર
પાંડા, રાજેન્દ્ર (જ. 23 જૂન 1944, બાટાલાગા, જિ. સંબલપુર) : ઊડિયા લેખક. એમણે 1960 પછી 20 વર્ષની વયે કાવ્યલેખન શરૂ કર્યું. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. તેઓ ગ્રૅજ્યુએટ ઉત્કલ યુનિવર્સિટીમાંથી થયા. રાજ્યશાસ્ત્ર મુખ્ય વિષય સાથે ગ્રૅજ્યુએટ થયા અને ડિસ્ટિંગશન માર્કસ મેળવ્યા. એમ.એ. રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી પાસ થયા. તેમને ડી.લિટ્.ની માનદ…
વધુ વાંચો >પ્રતિભા
પ્રતિભા : ઊડિયા લેખક હરેકૃષ્ણ મહેતાબની સાંપ્રત સમયની રાજકીય નવલકથા. એ કથા સ્વતંત્રતા-આંદોલનમાં ગાંધીજીનો પ્રભાવ જ્યારે ચરમસીમાએ હતો, તે સમયની પશ્ચાદભૂમાં લખાઈ છે. નારી સ્વપ્રયત્ને કેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી સંઘર્ષ કરીને પોતાની સ્વતંત્રતાનો માર્ગ મોકળો કરે છે તે આ કથાની નાયિકા પ્રતિભા દ્વારા દર્શાવાયું છે. પ્રતિભા અલ્પશિક્ષિતા હતી, ગરીબ કુટુંબમાં જન્મી…
વધુ વાંચો >બલરામદાસ
બલરામદાસ (જ. 1470ના અરસામાં) : ઊડિયા ભાષાના પ્રસિદ્ધ ભક્તકવિ. સમગ્ર ભારતવર્ષમાં જ્યારે પંદરમી-સોળમી સદીમાં ભક્તિનો પ્રચંડ જુવાળ આવ્યો હતો ત્યારે ઓરિસામાં પણ ઉત્તમ ભક્ત કવિઓ પેદા થયા, જેમણે પરંપરાગત જાતિભેદનો વિરોધ કર્યો. બ્રાહ્મણોના અને એ સાથે સંસ્કૃતના આધિપત્યને અવગણી પોતાને નમ્રતાથી ‘શૂદ્ર’ કહી ‘દાસ’ (સેવક) અટકથી પોતાની સ્થાનિક ભાષામાં લખ્યું.…
વધુ વાંચો >