કવિતા (1962) : ઊડિયા કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા આધુનિક કવિ શચી રાઉતરાયનો 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલો ઉત્તમ કાવ્યસંગ્રહ. આ કવિતામાં પરંપરા અને નાવીન્ય બંનેનો સમન્વય છે. એમાં એક તરફ ‘દ્રૌપદી’, ‘સીતાર અગ્નિસ્નાન’ જેવા પૌરાણિક વિષયોનાં ગીતો છે, બીજી તરફ સ્વાતંત્ર્યોત્તર ભારતવાસીની પોતાની વ્યક્તિત્વની ખોજના ‘આજીર માનુહ’ જેવાં વિચ્છિન્ન વ્યક્તિત્વનાં 55 ગીતો છે. પણ કવિનો સૂર નિરાશાવાદી નથી, આશાવાદી છે. એમાં ઓરિસાની પ્રાકૃતિક સુંદરતાનાં પણ ગીતો છે. શચી રાઉતરાયને 1962માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવૉર્ડ અને 1987માં જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો છે.

વર્ષા દાસ