Music
શર્મા, મહાદેવ
શર્મા, મહાદેવ (જ. 9 ઑગસ્ટ 1907; અ. ?) : જ્ઞાનવૃદ્ધ સંગીતજ્ઞ. તેમના પિતા સંસ્કૃત વેદ, કર્મકાંડ જેવા પ્રાચીન સંસ્કૃતિના વિષયોના મોટા પંડિત હતા. પિતાનું અવસાન થતાં તેમને શાળાકીય શિક્ષણ લેવાની ફરજ પડી. તે દરમિયાન નામાંકિત મોરબી નાટક કંપનીના સૂત્રધાર સાથે તેમને ગાઢ સંબંધ બંધાતાં નાટકોના ગાયન તથા અભિનયની ઊંડી છાપ…
વધુ વાંચો >શર્મા, શિવકુમાર
શર્મા, શિવકુમાર (જ. 1933, જમ્મુ) : સંતૂરવાદનમાં વિશ્વસ્તર પર ખ્યાતિ ધરાવતા વાદક. પિતા પંડિત ઉમાદત્ત કાશ્મીરના જાણીતા સંગીતકાર હતા. તેમની પાસેથી શિવકુમારે સાત વર્ષની ઉંમરથી શાસ્ત્રીય કંઠ્યસંગીત શીખવાનું શરૂ કર્યું હતું. સમય જતાં કંઠ્યસંગીતને બદલે વાદ્યસંગીતમાં તેમની રુચિ વિકસી, જેને પરિણામે શિવકુમારે તબલાવાદન શીખવાની શરૂઆત કરી. તબલા ઉપરાંત તેઓ સિતાર…
વધુ વાંચો >શંકર
શંકર (જ. 15 ઑક્ટોબર 1922, પંજાબ; અ. 1987, મુંબઈ) : ચલચિત્રોના સંગીત-નિર્દેશક જયકિશન સાથે મળીને શંકર-જયકિશન નામે હિંદી સહિત ભારતીય ભાષાઓનાં અનેક ચિત્રોમાં સંગીતકાર બેલડી તરીકે લોકપ્રિયતા મેળવનાર શંકરનું મૂળ નામ હતું શંકરસિંહ રામસિંહ રઘુવંશી. તેઓ નાના હતા ત્યારે પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્થાયી થયા. શંકરનું બાળપણ અને કિશોરાવસ્થા ત્યાં જ…
વધુ વાંચો >શાપૉરિન, યુરી
શાપૉરિન, યુરી (જ. 1887, રશિયા; અ. 1966, રશિયા) : મહત્વના રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. મૉસ્કો યુનિવર્સિટી ખાતેથી કાયદામાં સ્નાતક થયા બાદ મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે તેઓ જોડાયા. ત્યાં ઍલેક્ઝાન્ડર ગ્લાઝુનૉવ અને ચેરેપ્નિન (Tcherepnin) તેમના ગુરુઓ હતા. શાપૉરિનની જાણીતી કૃતિઓ આ મુજબ છે : 1. કૅન્ટાટા : ‘ઑન ધ ફિલ્ડ…
વધુ વાંચો >શાફર, પિયેરે
શાફર, પિયેરે (જ 14 ઑગસ્ટ 1910, નેન્સી, ફ્રાંસ) : 1948માં ‘મ્યૂઝિક કૉન્ક્રીટ’ના ખ્યાલને જન્મ આપનાર તથા સર્વપ્રથમ મ્યૂઝિક કૉન્ક્રીટ રચનાર ફ્રેંચ સંગીતનિયોજક, ધ્વનિશાસ્ત્રવિદ (acoustician) અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર. ખાસ બનાવેલાં વાજિંત્રો વડે અવાજો ઉત્પન્ન કરવાના પ્રણાલીગત સાંગીતિક સિદ્ધાંતનું મ્યૂઝિક કૉન્ક્રીટમાં ઉલ્લંઘન કરવામાં આવે છે અને વાસ્તવિક જગતમાં સાંભળવા મળતા અવાજોને રેકર્ડ…
વધુ વાંચો >શાઙ્ર્ગદેવ
શાઙ્ર્ગદેવ : દક્ષિણ ભારતીય સંગીતના મૂર્ધન્ય શાસ્ત્રકાર. તેમના વડવા કાશ્મીરના નિવાસી હતા. તેમના દાદાએ કાશ્મીરથી સ્થળાંતર કર્યું અને દેવગિરિ (દૌલતાબાદ) રિયાસતમાં આશ્રય લીધો. પિતા આચાર્ય શોઢ્વલ અને ત્યારબાદ શાઙ્ર્ગદેવ પોતે પણ તે રિયાસતના આશ્રિત રહ્યા. શાઙ્ર્ગદેવે ‘સંગીતરત્નાકર’ નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ દ્વારા તેમણે સંગીતની સમગ્ર પદ્ધતિની જાણકારી…
વધુ વાંચો >શાહ, રૂપાંદે
શાહ, રૂપાંદે (જ. 21 જૂન 1940, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનાં ગાયક તથા દેશભરમાં ખ્યાતિ ધરાવતી શાસ્ત્રીય સંગીતની શિક્ષણ, પ્રચાર અને પ્રસારને વરેલી ‘સપ્તક’ સંસ્થાનાં સ્થાપક સભ્ય. પિતાનું નામ કાંતિલાલ મણિલાલ. તેઓ શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ હતા. માતાનું નામ પુષ્પાવતી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. સ્થાનિક ગુજરાત કૉલેજમાંથી …
વધુ વાંચો >શાહ, વાજિદઅલી
શાહ, વાજિદઅલી (જ. 1822, લખનઉ; અ. 1887, કોલકાતા) : અવધના નવાબ, ઉર્દૂ કવિ, નાટ્યલેખક, કલાકાર, સંગીતકાર અને સ્થપતિ. હિન્દુસ્તાનના નવાબો રાજવીઓમાં સ્વચ્છંદતા માટે સૌથી વધુ બદનામ થયેલા વાજિદ અલી શાહ 1847માં વીસ વર્ષની યુવાન વયે અવધના નવાબ બન્યા હતા. શરૂઆતમાં તેમણે રાજ્યવહીવટ, ન્યાય તથા પ્રજાકીય કામોમાં રસ લીધો હતો. તેમણે…
વધુ વાંચો >શિરાલી, વિષ્ણુદાસ
શિરાલી, વિષ્ણુદાસ (જ. 16 મે 1907, હુબલી, કર્ણાટક; અ. ?) : વાદ્યવૃંદ(ઑર્કેસ્ટ્રા)ને શુદ્ધ ભારતીય સ્વરૂપ આપનાર તથા ભારતીય અને પાશ્ચાત્ય બંને પ્રકારના સંગીતના જાણકાર ગાયક અને વાદક. તેમણે આઠ વર્ષ (1911-19) સુધી પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસેથી ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની શિક્ષા ગ્રહણ કરી. 192026 દરમિયાન તેમણે તેમના ગુરુ સાથે…
વધુ વાંચો >શિરોડકર, તારાબાઈ
શિરોડકર, તારાબાઈ (જ. 1889, શિરોડા, ગોવા; અ. 6 જુલાઈ 1949, મુંબઈ) : ભારતનાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયિકા. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે તત્કાલીન પ્રસિદ્ધ સંગીતકાર રામકૃષ્ણબુવા વઝે પાસેથી અને ત્યારબાદ ભાસ્કરબુવા બખલે પાસેથી મેળવ્યું. ભાસ્કરબુવા બખલે પાસેથી લગભગ એક વર્ષ સુધી તેમણે સઘન તાલીમ પ્રાપ્ત કરી. રિયાઝ અને પરિશ્રમથી…
વધુ વાંચો >