Music
મહેતા, રમણલાલ છોટાલાલ
મહેતા, રમણલાલ છોટાલાલ (જ. 31 ઑક્ટોબર 1918; અ. 18 ઓક્ટોબર 2014) : અગ્રણી ગુજરાતી સંગીતવિજ્ઞાની (musicologist). બી. એ.; ડી. મ્યૂઝ. થયા પછી કૉલેજ ઑવ્ ઇન્ડિયન મ્યૂઝિક, ડાન્સ ઍન્ડ ડ્રામૅટિક્સ(હવે ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ)માં 15 વર્ષ આચાર્ય તરીકેની સેવા પછી નિવૃત્ત. શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ કંચનલાલ મામાવાળા પાસે અને ત્યારપછી અબ્દુલ…
વધુ વાંચો >મંગેશકર, દીનાનાથ
મંગેશકર, દીનાનાથ (જ. 29 ડિસેમ્બર 1900, મંગેશી, ગોવા; અ. 24 એપ્રિલ 1942, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક-અભિનેતા. મૂળ અટક અભિષેકી; પરંતુ વતનના નામ પરથી મંગેશકર અટક પ્રચલિત બની. મરાઠી રંગભૂમિના વર્તુળમાં તેઓ માસ્ટર દીનાનાથ નામથી ખ્યાતનામ બન્યા. શિક્ષણ નહીંવત્; પરંતુ બાળપણમાં બ્રાહ્મણોના મંત્રપાઠ સાંભળીને વાણી અને વર્તનમાં સુસંસ્કૃત બન્યા.…
વધુ વાંચો >મંગેશકર, લતા
મંગેશકર, લતા (જ. 28 સપ્ટેમ્બર 1929, ઇન્દોર, મધ્યપ્રદેશ, અ. 6 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : દંતકથા બની ગયેલાં ભારતીય સ્વરસમ્રાજ્ઞી. જરા અમથું પણ ઔપચારિક શિક્ષણ ન લેનાર લતાએ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી ચાર-પાંચ વર્ષની ઉંમરથી જ શાસ્ત્રીય સંગીત શીખવું શરૂ કર્યું હતું. સાત વર્ષની ઉંમરે તો તેમણે સંગીતનો પ્રથમ જાહેર કાર્યક્રમ…
વધુ વાંચો >મંગેશકર, હૃદયનાથ
મંગેશકર, હૃદયનાથ (જ. 15 સપ્ટેમ્બર 1937, સાંગલી, મહારાષ્ટ્ર) : શાસ્ત્રીય અને સુગમ સંગીતના ગાયક અને મરાઠી સુગમ તથા ચલચિત્ર ક્ષેત્રના અગ્રણી સ્વરકાર. પિતા માસ્ટર દીનાનાથ (1900–1942) મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયકનટ હતા. માતાનું મૂળ નામ નર્મદા; પરંતુ લગ્ન પછી તેમનું નામ શ્રીમતી પાડવામાં આવ્યું હતું. પરિવારની મૂળ અટક અભિષેકી; પરંતુ વતનનું…
વધુ વાંચો >મંજીખાં
મંજીખાં (જ. 1888; અ. 1937) : હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. તેઓ અગ્રણી સંગીતકાર અલ્લાદિયાખાંસાહેબના પુત્ર હતા. એમના પૂર્વજો હિન્દુ હતા. સ્વામી હરિદાસથી તેમની પરંપરા માનવામાં આવે છે. ઔરંગઝેબના જમાનામાં ધર્મપરિવર્તનને કારણે તેઓ મુસલમાન બન્યા હતા એમ કહેવાય છે. મંજીખાંએ ધ્રુપદ-ગાયકીની તાલીમ સૌપ્રથમ પોતાના કાકા હૈદરખાં પાસેથી મેળવી હતી.…
વધુ વાંચો >માઇબૉરોડા, જ્યૉર્જી
માઇબૉરોડા, જ્યૉર્જી (જ. ? પોલ્ટાવા, યુક્રેન) : પ્રસિદ્ધ યુક્રેનિયન સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણથી જ યુક્રેનના લોકસંગીત અને લોકવાદ્યોનો ઊંડો શોખ. ક્રેમેચન્ગ ઇન્ડસ્ટ્રિયલ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા પછી સોવિયેત પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે નિપ્રોગેસ (Dnieproges) પ્રૉજેક્ટમાં કામ કર્યું. આ દરમિયાન 1939માં કવિ શૅવ્યેન્કોના કાવ્ય ‘લિલેયા’ (‘Lileya’) પરથી તે જ નામના સિમ્ફનિક…
વધુ વાંચો >મામાવાળા, કંચનલાલ
મામાવાળા, કંચનલાલ (જ. 1902; અ. 23 એપ્રિલ 1970) : ગુજરાતી સંગીતકાર અને સંગીતવિવેચક. પિતાનું નામ હીરાલાલ. પુષ્ટિમાર્ગી સંસ્કારોએ તેમનામાં નાનપણથી કલાસૂઝ આરોપી. દસ વર્ષની વયથી જ પદ્ધતિસર સંગીતપ્રશિક્ષણ લેવા માંડ્યું. આ રીતે હાર્મોનિયમ ઉપર પ્રભુત્વ જમાવ્યું. પંડિત ઓમકારનાથ ઠાકુર તથા પંડિત ડી. વી. પલુસ્કર જેવા મહાન સંગીતકારોની સંગત કરી. અન્ય…
વધુ વાંચો >મારવા
મારવા : જનક રાગનો એક પ્રકાર. મારવાના સ્વરોમાંથી બીજા ઘણા રાગો ઉત્પન્ન થાય છે, જે મારવા થાટના રાગો કહેવાય છે. મારવામાં રિષભ સ્વર કોમળ તથા મધ્યમ સ્વર તીવ્ર હોય છે. બાકીના સ્વરો શુદ્ધ લાગે છે. મારવા રાગમાં પંચમ સ્વર સંપૂર્ણ વર્જિત રાખવામાં આવે છે. આ રાગમાં છ સ્વરોનો ઉપયોગ થતો…
વધુ વાંચો >માલપેકર, અંજનીબાઈ
માલપેકર, અંજનીબાઈ (જ. 22 એપ્રિલ 1883, માલપે, ગોવા; અ. 7 ઑગસ્ટ 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ વતન ગોવામાં હોવા છતાં પરિવારે મુંબઈમાં સ્થળાંતર કર્યું હતું જેને લીધે તેમનું ઔપચારિક શિક્ષણ એ જ નગરમાં થયું હતું. તેમના માતૃપક્ષ અને પિતૃપક્ષ બંનેમાં પેઢીદરપેઢી શાસ્ત્રીય સંગીતના સંસ્કાર અને…
વધુ વાંચો >માલુર, ગુસ્તાફ
માલુર, ગુસ્તાફ (જ. 7 જુલાઈ 1860, કૅલિસ્ટ, બોહેમિયા; અ. 18 મે 1911) : ઑસ્ટ્રિયાના સંગીત-નિયોજક (composer) અને સંગીત-સંચાલક (conductor). વિશ્વના સૌથી મહાન ઑપેરા-દિગ્દર્શકોમાં તેમની ગણના થાય છે. સંગીતસંચાલન માટેની આર્થિક જરૂરિયાત તેમજ સંગીતનિયોજન માટેની કર્તવ્યબુદ્ધિની અંત:પ્રેરણા વચ્ચે તેમની કારકિર્દી અટવાયા કરતી હતી. પોતાના સહકાર્યકરો પાસે તેઓ અત્યાગ્રહપૂર્વક – કંઈક અંશે…
વધુ વાંચો >