Music
સાલિયેરી ઍન્તૉનિયો
સાલિયેરી, ઍન્તૉનિયો (જ. 18 ઑગસ્ટ 1750, લેન્યાનો, ઇટાલી; અ. 7 મે 1825, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑપેરાઓ રચવા માટે જાણીતો ઇટાલિયન સ્વરનિયોજક. સોળ વરસની ઉંમરે સાલિયેરીએ સ્વરનિયોજક એફ. એલ. ગાસ્માન (Gassmann) હેઠળ સ્વર-નિયોજનની તાલીમ મેળવવી શરૂ કરી. ગાસ્માને તેની ઓળખાણ વિયેનાના સમ્રાટ જૉસેફ બીજા સાથે કરાવી. સાલિયેરીના પહેલા ઑપેરા ‘લ દોને…
વધુ વાંચો >સિદ્ધેશ્વરીદેવી
સિદ્ધેશ્વરીદેવી (જ. 8 ઑગસ્ટ 1908, વારાણસી; અ. 18 માર્ચ 1977, દિલ્હી) : શુદ્ધ શાસ્ત્રીય બનારસી ગાયકીનાં અગ્રગણ્ય અને પ્રસિદ્ધ કલાકાર. તેમનાં દાદીમા મૈના એક સુપ્રસિદ્ધ ગાયિકા હતાં એટલે નાનપણથી જ સિદ્ધેશ્વરીદેવીને તેમની પાસેથી સંગીતનો અમૂલ્ય વારસો મળ્યો હતો. 11 વર્ષની વય સુધીમાં બંને માતા અને પિતા ગુમાવતાં કાશીનરેશનાં દરબારી ગાયિકા…
વધુ વાંચો >સિબેલિયસ જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius Jean (Julius Christian)
સિબેલિયસ, જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius, Jean (Julius Christian) [જ. 8 ડિસેમ્બર 1865, હામીન્લિના (Hameenlinna), ફિનલૅન્ડ; અ. 20 સપ્ટેમ્બર 1957, જાર્વેન્પા (Jrvenh) – ફિનલૅન્ડ] : વીસમી સદીમાં સિમ્ફનીના ઘાટનો વિકાસ કરનાર અગત્યના સંગીત-નિયોજક તથા સમગ્ર સ્કૅન્ડિનેવિયાના સૌથી વધુ ખ્યાતનામ સંગીતકાર. બાળપણથી જ વાયોલિનવાદન અને સંગીત-નિયોજનનો શોખ ધરાવતા સિબેલિયસે 1889માં બર્લિન અને…
વધુ વાંચો >સિંઘ સિંઘજિત
સિંઘ, સિંઘજિત (જ. 3 નવેમ્બર 1932, ઇમ્ફાલ, મણિપુર) : જાણીતા મણિપુરી નૃત્યકાર ને મૃદંગવાદક. ઇમ્ફાલ શહેરના રાજવી કુટુંબમાં જન્મ્યા હોવા છતાં સિંઘજિતને માતામહની જેમ મંદિરમાં ઉત્કૃષ્ટ મૃદંગવાદક બનવાની આકાંક્ષા હતી, તેથી આઠ વર્ષની ઉંમરે તેની તાલીમ લેવાની શરૂઆત કરી. મણિપુરમાં સંકીર્તન અથવા મૃદંગ સાથે નૃત્ય કરવું એ મંદિરના પ્રાંગણ સુધી…
વધુ વાંચો >સિંહ બંધુ
સિંહ બંધુ : ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં જાણીતા સરદાર તેજપાલસિંહ અને સરદાર સુરિંદરસિંહ નામના બે બંધુઓ. આ બેલડી હંમેશ સાથે જ ગાયન પ્રસ્તુત કરતી હોય છે. બંનેનો જન્મ ઇજનેર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદસિંહ હતું. સરદાર તેજપાલસિંહનો જન્મ લાહોરમાં 24 જુલાઈ 1937ના રોજ થયો હતો. તેમણે બાલ્યકાળથી તેમના…
વધુ વાંચો >સીગર પીટર (Seeger Peter)
સીગર, પીટર (Seeger, Peter) (જ. 3 મે 1919, ન્યૂયૉર્કનગર, અમેરિકા) : અમેરિકન લોકસંગીત પ્રણાલીને જીવંત રાખનાર લોકસંગીતના રજૂઆતકાર. પિતા ચાર્લ્સ સીગર સંગીતશાસ્ત્રી હતા અને કાકા એલેન સીગર કવિ હતા. 1938થી તેમણે રેલવે મારફતે અમેરિકા ખૂંદી વળી ખેડૂતો અને મજૂરોનાં લોકગીતો એકઠાં કર્યાં. પાંચ તારવાળા બેન્ઝો ઉપર તેઓ આ ગીતો વગાડતા.…
વધુ વાંચો >સુગમ સંગીત
સુગમ સંગીત : ગેય કાવ્યરચનાને તેના અર્થને અનુરૂપ સ્વરરચનામાં ગાન સાથે સાથે રજૂ કરતો સંગીતનો એક પ્રકાર. જે હળવા સંગીતના નામે પણ ઓળખાય છે. હળવા સંગીતના આ પ્રકારને ભારતના પ્રખર સંગીતજ્ઞ ઠાકુર જયદેવસિંહે ‘સુગમ સંગીત’ નામ આપ્યું અને ત્યારથી એ નામ ચલણમાં આવ્યું છે. ઠાકુર જયદેવસિંહના મતે જે સંગીત, શુદ્ધ…
વધુ વાંચો >સુબ્બલક્ષ્મી એમ. એસ.
સુબ્બલક્ષ્મી એમ. એસ. (જ. 16 સપ્ટેમ્બર 1916, મદુરાઈ; અ. 11 ડિસેમ્બર 2004, ચેન્નાઈ, તામિલનાડુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત ગાયિકા. જન્મ સંગીતપ્રેમી પરિવારમાં થયો હતો. માતા તેમની પથપ્રદર્શક બની. દસ વર્ષની વયે જ સુબ્બલક્ષ્મીની પ્રતિભા પ્રકટ થવા લાગી. તે ઉંમરે પોતાની માતા સાથે ગાતાં. 17 વર્ષની ઉંમરે ‘મદ્રાસ સંગીત અકાદમી’ જેવી…
વધુ વાંચો >સુબ્રમણ્યમ્ લક્ષ્મીનારાયણ (ડૉ.)
સુબ્રમણ્યમ્ લક્ષ્મીનારાયણ (ડૉ.) (જ. 23 જુલાઈ 1947, મદ્રાસ (ચેન્નાઈ) : વૈશ્વિક વાદ્ય વાયોલિનના સરતાજ. પિતા લક્ષ્મીનારાયણ અય્યર. માતા સીતા લક્ષ્મી સુબ્રમણ્યમ્ પાંચ વર્ષની બાળવયથી જ સંગીતને એક વિષય તરીકે રાખીને જાફના(શ્રીલંકા)માં રહ્યાં હતાં. પિતા ગુરુએ એમને નાનપણથી જ વાયોલિનની તાલીમ આપવી શરૂ કરી હતી. પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના આ વાદ્યને કર્ણાટકી…
વધુ વાંચો >સુલતાના બેગમ પરવીન
સુલતાના, બેગમ પરવીન (જ. 25 મે 1950, નૌગાંવ, આસામ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનાં વિખ્યાત ગાયિકા. તેમનાં પૂર્વજો મૂળ અફઘાનિસ્તાનનાં વતની; પરંતુ સ્થળાંતર કરી તેઓ ભારતના આસામ પ્રાંતમાં સ્થાયી થયેલાં, જ્યાં પરવીન સુલતાનાનો જન્મ થયેલો. તેમના દાદા મોહમ્મદ નજીબખાન રબાબના સારા વાદક હતા તો તેમના પિતા ઇકરામૂલ મજીદ…
વધુ વાંચો >