Music
નંદલાલ
નંદલાલ (જ. 1909; અ. 1993) : ભારતીય શહનાઈવાદક. પિતા સુદ્ધરામ તથા દાદા બાબુલાલ તેમના જમાનાના જાણીતા શહનાઈવાદક હતા. પિતા બનારસ રિયાસતના દરબારી સંગીતકાર હતા. બનારસ ખાતે પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધા પછી પિતાના માર્ગદર્શન હેઠળ શહનાઈવાદનની તાલીમ શરૂ કરી અને ત્યારબાદ દિલ્હીના શહનાઈવાદક ઉસ્તાદ છોટેખાં પાસેથી થોડો સમય શિક્ષણ લીધું.…
વધુ વાંચો >નાદ (ધ્વનિશાસ્ત્ર)
નાદ (ધ્વનિશાસ્ત્ર) બ્રહ્માંડની પાર્થિવ ગતિશક્તિ અને તેમાં સમાયેલ તરંગસૃષ્ટિના અનંત લયમાં રહેલું વ્યાપક તત્વ. તેના સંદર્ભમાં પ્રાચીન તત્વજ્ઞોએ ‘નાદ-બ્રહ્મ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. શાસ્ત્રકારોએ એમ પણ માન્યું છે કે નિર્ગુણ બ્રહ્મનું સગુણ રૂપ તે નાદ-બ્રહ્મ છે. વિશ્વના આ નાદની અભિવ્યક્તિના ઊગમસ્થાનને નાદ-બિન્દુ કહેલ છે. નાદનો આવિર્ભાવ બે પ્રકારે થતો હોય…
વધુ વાંચો >નાયક, વાડીલાલ શિવરામ
નાયક, વાડીલાલ શિવરામ (જ. 1882, વડનગર; અ. 30 નવેમ્બર 1947, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સંગીતશાસ્ત્રવિદ. નાટક, અભિનય અને સંગીતની ભૂમિકાવાળી ભોજક જ્ઞાતિમાં જન્મ. પિતા શિવરામ નાયક સારંગીવાદક હતા. નવી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં શિવરામ નાયક 1889માં જોડાયા અને સાથે પુત્ર વાડીલાલને મુંબઈ લઈ ગયા. એક વાર પિતાએ સાંભળેલી…
વધુ વાંચો >નાસિર, ઝહીરુદ્દીન
નાસિર, ઝહીરુદ્દીન (જ. 9 નવેમ્બર 1932, ઇંદોર; અ. 1994 દિલ્હી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની આલાપ-ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક અને ડાગર પરિવારના ઓગણીસમા વંશજ. તેઓ ઉસ્તાદ અલ્લાબંદેખાંના પૌત્ર તથા ઉસ્તાદ નસીરુદ્દીનખાંના પુત્ર હતા. શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક શિક્ષા તેમણે તેમના પિતા પાસેથી પાંચ વર્ષની વયથી લીધી હતી; પરંતુ પિતાના અવસાન પછી સંગીતની…
વધુ વાંચો >નિસાર હુસૈન ખાન
નિસાર હુસૈન ખાન (જ. 1909, બદાયૂં-ઉત્તરપ્રદેશ; અ. 1992, કૉલકાતા) : રામપુર ઘરાણાના એક અગ્રણી ગાયક. પાંચ વર્ષની વયથી પ્રારંભિક શિક્ષા તેમના પિતા ફિદાહુસૈન પાસેથી શરૂ કરી. ત્યારબાદ તેમણે ઉસ્તાદ હૈદર ખાન પાસેથી કંઠ્ય સંગીતમાં મુખ્યત્વે કરીને ખ્યાલ-તરાના-ગાયકીની તાલીમ લીધી. તરાના-ગાયકીમાં તેઓ ઘણા સમય સુધી મોખરે રહ્યા. વડોદરા રાજ્યમાં તેઓ એક…
વધુ વાંચો >પટવર્ધન, વિનાયકરાવ
પટવર્ધન, વિનાયકરાવ (જ. 22 જુલાઈ 1898, મીરજ; અ. 23 ઑગસ્ટ 1975, પુણે) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પં. વિષ્ણુ દિગંબર પળુસકરના અગ્રણી શિષ્યોમાં આદરથી તેમનું નામ લેવાય છે. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે સાત વર્ષની ઉંમરથી કાકા કેશવરાવ પટવર્ધન પાસે લીધું. થોડા સમય પછી 1907માં તેઓ પં. વિષ્ણુ દિગંબરના…
વધુ વાંચો >પટેલ, રાવજીભાઈ હીરાભાઈ
પટેલ, રાવજીભાઈ હીરાભાઈ (જ. 10 જૂન 1911, વાસદ; અ. 5 નવેમ્બર 2005) : ગુજરાતના શાસ્ત્રીય સંગીતના ગાયક અને શિક્ષણકાર. જન્મ ખેડૂત કુટુંબમાં. પિતા ભજનો લલકારતા. બાળપણથી જ રાવજીભાઈને સંગીત પ્રત્યે અભિરુચિ થઈ. અવાજની કુદરતી બક્ષિસ તો હતી જ. પ્રાચીન ભક્તકવિઓનાં પદો ઉપરાંત રાષ્ટ્રીય ચળવળમાં સભા-સરઘસોમાં દેશભક્તિનાં ગીતો પણ ગાતા. બારડોલીની…
વધુ વાંચો >પતિયાલા ઘરાના
પતિયાલા ઘરાના : પતિયાલા રિયાસતના દરબારમાં ઉદ્ગમ પામેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશિષ્ટ શૈલી માટે આગવું સ્થાન ધરાવતું ઘરાનું. ફતેહઅલી તથા અલીબક્ષ આ ઘરાનાના પ્રણેતા ગણાય છે. આ બેઉનાં નામ ઉપરથી આ ઘરાનું ‘આલિયા-ફત્તુ’ને નામે પણ ઓળખાય છે. કેટલાકનું માનવું છે કે તેમના પિતા બડેમિયાં કાલુખાંએ આ ઘરાનાનો પાયો નાંખ્યો…
વધુ વાંચો >પરીખ, અરવિંદ
પરીખ, અરવિંદ (જ. 19 ઑક્ટોબર, 1927, અમદાવાદ ) : ભારતના અગ્રણી સિતારવાદક. અમદાવાદના સમૃદ્ધ કુટુંબમાં જન્મ. માતા સિતાર વગાડતાં; તેથી બાળપણથી તેમના પર શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પડેલા. 7થી 8 વર્ષની વયે દિલરુબા વગાડતાં શીખ્યા અને ત્યારબાદ વાયોલિન, જલતરંગ, બાંસરી તથા મેન્ડોલિન જેવાં વાદ્યો પર પણ પ્રભુત્વ મેળવ્યું. 14 વર્ષની વયે…
વધુ વાંચો >પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ
પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ (જ. 18 મે 1921, કુરૂન્દવાડ; અ. 26 ઑક્ટોબર 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અદ્વિતીય ગાયક. ગાયનાચાર્ય પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરનાં બાર સંતાનોમાંના એકમાત્ર પુત્ર અને છેલ્લું સંતાન હતા. 10 વર્ષની ઉંમર સુધી તેઓ નાસિકમાં રહ્યા. દત્તાત્રેયને સામે બેસાડીને પિતા સંગીતની નાનીમોટી ચીજો તેમને શિખવાડતા હતા. 1931માં…
વધુ વાંચો >