Music
તાના-રીરી
તાના-રીરી (ઈ. સ. 16મી સદી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ, બે બહેનો: તાના અને રીરી. શહેનશાહ અકબર(1542–1605)ના સમયમાં ગુજરાતના એક પ્રાચીન નગર વડનગરમાં તેઓ રહેતી હતી એમ કહેવાય છે. એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની આ બે પુત્રીઓ હતી. તે ઋતુઓ પ્રમાણે રાગ ગાતી ત્યારે…
વધુ વાંચો >તાલ
તાલ : નિશ્ચિત સમયાંતરે બંધાતી તબલા અને પખવાજના બોલની રચના. તે શાસ્ત્રીય સંગીત – ગીત, વાદ્ય અને નૃત્ય – નું એક અવિભાજ્ય અંગ છે. શાસ્ત્રીય સંગીતની રજૂઆત તાલમાં જ થાય છે. તાલ શાસ્ત્રીય સંગીતમાં સમયનો માપદંડ છે. ચર્મવાદ્ય સાથે તેનો સંબંધ છે. માત્રા એ તાલનો અલ્પતમ ઘટક છે. એક અને…
વધુ વાંચો >તિલવાડા
તિલવાડા : સોળ માત્રાનો તબલા પર વાગતો તાલ. તેના બોલ, માત્રા, વિભાગો તથા ભરી–તાળી/ખાલીની વ્યવસ્થા આ પ્રમાણે છે (બંને વિકલ્પો આપ્યા છે) : ભરી/ખાલીના વજનને કારણે તિલવાડા પૂર્ણ તાલ માનવામાં આવે છે. હ્રષિકેશ પાઠક
વધુ વાંચો >તિવારી, સીયારામ
તિવારી, સીયારામ (જ. 10 માર્ચ 1919; અ. 1998) : ધ્રુપદ ગાયકી ઉપરાંત ખયાલ અને ઠૂમરી ગાયન–શૈલીના કલાકારોમાંના એક. જન્મ મોસાળ ગામ મિથિલામાં. પિતાનું નામ બલદેવ તિવારી, જે ગયાના નિવાસી હતા અને ખયાલ તથા ઠૂમરીના પ્રસિદ્ધ ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા બાળપણમાં આઠ વર્ષની વયથી તેમના માતામહ અને વિખ્યાત પખવાજ–વાદક તથા…
વધુ વાંચો >તોડી
તોડી : ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિનો એક પ્રચલિત રાગ. સંગીતની આ પદ્ધતિમાં રાગોનું વર્ગીકરણ થાટ-પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે. પ્રમુખ દસ થાટોમાંથી એક થાટ તોડી છે, જેનો મુખ્ય રાગ તોડી છે. તે દિવસના પહેલા પ્રહરમાં ગવાય છે. આ રાગમાં રે, ગ, ધ કોમળ સ્વરો છે (રે ગ ધ) તથા મ તીવ્ર…
વધુ વાંચો >ત્રિતાલ
ત્રિતાલ : ભારતીય સંગીત અંતર્ગતનો તાલ. તે 16 માત્રાનો છે. તેમાં ચાર ચાર માત્રાના ચાર વિભાગો આવે છે. તાલના બોલ તથા માત્રાસમૂહોની વહેંચણી નીચે પ્રમાણે હોય છે. પ્રચારમાંના બે પ્રકારના બોલ નીચે મુજબ છે : શાસ્ત્રીય સંગીતની ઘણી બંદિશો ત્રિતાલમાં બદ્ધ છે. આ તાલ વિલંબિત, મધ્ય અને દ્રુત – આમ…
વધુ વાંચો >થાટ
થાટ : જેમાંથી રાગ ઉત્પન્ન થાય છે તેવી સાત સ્વરોની ક્રમબદ્ધ રચના. થાટને મેલ (કેટલાક સંસ્થિતિ) પણ કહે છે. કેટલાક ઠાઠ પણ કહે છે. નાદમાંથી શ્રુતિ, શ્રુતિમાંથી સ્વર, સ્વરમાંથી સપ્તક, સપ્તકમાંથી થાટ અને થાટમાંથી રાગ, આ પ્રમાણે ભારતીય સંગીતનો ક્રમબદ્ધ વિકાસ મનાય છે. થાટરચનાના નિયમો : (1) થાટમાં સાત સ્વરો…
વધુ વાંચો >દવે, જનક
દવે, જનક (જ. 14 જૂન 1930, ભાવનગર) : ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને લોકનાટ્ય ક્ષેત્રના નિષ્ણાત. પિતા હરિલાલ વતન ભાવનગરમાં શિક્ષક હતા. માતાનું નામ ચતુરાબહેન. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી 1950માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચશિક્ષણ માટે ત્યાંથી વિનયન કૉલેજમાં દાખલ થયા, પરંતુ અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. 1957–’63 દરમિયાન ભાવનગરમાં સામાજિક…
વધુ વાંચો >દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી)
દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી) (જ. 3 નવેમ્બર 1952, ઉપલેટા, જિલ્લો રાજકોટ) : પ્રાચીન સંતવાણીના જાણીતા ભજનિક. મૂળ વતન જેતપુર તાલુકાનું અમરનગર ગામ. શિક્ષણ એમ.એ., બીએડ્. સુધીનું. વ્યવસાયે શિક્ષક. વર્ષ 1972માં આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રાચીન ભજનિક તરીકે માન્યતા મળી. અત્યાર સુધીની 35 વર્ષની ભજનયાત્રામાં અમદાવાદ, રાજકોટ અને ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી તેમના…
વધુ વાંચો >દવે, હંસા
દવે, હંસા (જ. 18 જાન્યુઆરી 1946, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ જિતેન્દ્રલાલ અને માતાનું નામ યમુનાબહેન. શૈશવમાં બાળમંદિરની પ્રાર્થનાથી એમની સંગીતયાત્રાનો આરંભ થયો. નાગર-પરિવારમાં ઉછેર હોવાને કારણે સંગીત પ્રત્યે બાળપણથી જ લગાવ ધરાવતાં આ ગાયિકાએ પદ્ધતિસરનો સંગીત-અભ્યાસ મોડો મોડો કર્યો. અમદાવાદની સુગમ સંગીતની જાણીતી સંસ્થા ‘શ્રુતિ’ના…
વધુ વાંચો >