Malayalam literature
કવિતાધ્વનિ (1985)
કવિતાધ્વનિ (1985) : મલયાળમ કાવ્યવિવેચનાનો ગ્રંથ. મલયાળમ વિવેચનસાહિત્યમાં આ કૃતિ એક મૂલ્યવાન ઉમેરો કરે છે. વીસમી સદીના સાતમા અને આઠમા દાયકાની મલયાળમ કવિતા તથા તેના આધુનિક પ્રવાહોનો તેમજ વ્યક્તિગત કવિની કાવ્યલાક્ષણિકતાઓનો આ ગહન અભ્યાસગ્રંથ છે. તેની લેખિકા એમ. લીલાવતી (જ. 1927) મલયાળમનાં અધ્યાપિકા છે. તેમણે દરેક કવિનું સહાનુભૂતિપૂર્વક મૂલ્યાંકન કર્યું…
વધુ વાંચો >કાક્કનાડન, જી. વી.
કાક્કનાડન, જી. વી. (જ. 23 એપ્રિલ 1935, તિરુવલ્લા, કેરળ; 19 ઑક્ટોબર 2011, કોલમ, કેરળ) : મલયાળમ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘જાપ્પાણ પુકયિલા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ 1957–1961 સુધી દક્ષિણ રેલવે, 1961–1967 સુધી રેલવે મંત્રાલયમાં…
વધુ વાંચો >કાઝીન્ઝા કાલમ (1958)
કાઝીન્ઝા કાલમ (1958) : કેશવ મેનન કે. પી. રચિત મલયાળમ આત્મકથા. લેખક કૉંગ્રેસના સક્રિય કાર્યકર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક છે. એમણે ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય ભાગ લીધેલો. 1923માં એમણે ‘માતૃભૂમિ’ સમાચારપત્ર પ્રગટ કર્યું. 1927માં એ મલાયા ગયા અને ત્યાં વકીલાત શરૂ કરી. બીજા વિશ્વયુદ્ધ વખતે એ સિંગાપોરમાં નેતાજી સુભાષ બોઝના સંપર્કમાં આવ્યા…
વધુ વાંચો >કાલમ્ (1969)
કાલમ્ (1969) : મલયાલમ સર્જક એમ. ટી. વાસુદેવન નાયરની 1970નો સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત નવલકથા. ‘કાલમ્’નો અર્થ થાય છે સમય. કથાનું વસ્તુ કેરળની સાંપ્રતકાલીન રાજકીય, સામાજિક પરિસ્થિતિ છે, જેમાં બધા વર્ગના લોકોમાં અસહ્ય મોંઘવારી, દેશપ્રેમની ઓટ, કુટુંબનાં બંધનોની શિથિલતા વગેરેને કારણે પ્રવર્તેલી હતાશાનું નિરૂપણ કરાયું છે. કથાનાયક મધ્યમ વર્ગનો છે. એણે…
વધુ વાંચો >કુચેલવૃત્તમ્
કુચેલવૃત્તમ્ (અઢારમી સદી) : મલયાળમ કવિતા. આ કાવ્ય કુચેલ અથવા સુદામા વિશે અઢારમી સદીના કવિ રામપુરત વારિયારે રચ્યું છે. મલયાળમ કવિતામાં છંદ વંચિપ્પાટ્ટુ અથવા નૌકાગીતનો સૌપ્રથમ ઉપયોગ કર્યો છે. એમ કહેવાય છે કે કવિ ત્રિવેન્દ્રમના રાજાને મળવા જતા હતા ત્યારે એક જ રાતમાં માર્ગમાં આ કાવ્ય રચીને તેમણે તે રાજાને…
વધુ વાંચો >કુટિયોઝિક્કલ
કુટિયોઝિક્કલ (1952) : મલયાલમ કવિ વૈલોટિયળ્ળિ શ્રીધર મેનન(1911–1985)રચિત ખંડકાવ્ય. શિક્ષિત મધ્યમ વર્ગની સમસ્યા આ કાવ્યમાં છે. આ કાવ્યનું વસ્તુ એક ગરીબ દારૂડિયો કવિની જમીન પચાવી પાડી તેની ઉપર ઝૂંપડું બાંધે છે તેને ત્યાંથી હટાવવાનો છે. કવિને આ માનવ સદૈવ ત્રાસરૂપ લાગે છે અને કવિ આનાથી લાચારી અનુભવે છે. કાવ્યનો સ્વપ્નદ્રષ્ટા…
વધુ વાંચો >કુટ્ટિ કૃષ્ણ મારાર
કુટ્ટિ કૃષ્ણ મારાર (જ. 15 જૂન 1900, ત્રિપ્રાણગોડે, બ્રિટીશ ઇન્ડિયા; અ. 6 એપ્રિલ 1973, કોઝીકોડે, કેરાલા) : મલયાળમ વિવેચક. નવોત્થાનકાળના મલયાળી વિવેચકોમાં મારાર સૌથી વધુ મૌલિક છે. મદ્રાસ યુનિ.માંથી તેમણે 1923માં સંસ્કૃતમાં સાહિત્યશિરોમણિની પદવી મેળવી. તેમની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, સૂક્ષ્મ અવલોકનશક્તિ અને સ્વતંત્ર વિચારસંપત્તિ તેમના સમકાલીનોમાં ઈર્ષ્યાપાત્ર બનેલ છે. સંસ્કૃત ભાષાના…
વધુ વાંચો >કુરૂપ્પ જી. શંકર
કુરૂપ્પ, જી. શંકર (જ. 3 જૂન 1901, નાયત્તોટ્ટ, કેરળ; અ. 2 ફેબ્રુઆરી 1978, ત્રિવેન્દ્રમ) : પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. એમનો જન્મ કેરળમાં આદ્ય શંકરાચાર્યના જન્મસ્થાન કલાડી પાસેના એક નાના ગામમાં. પિતા નેલ્લીક્કપ્પીલી શંકર વારિયાર અને માતાવદક્કાની લક્ષ્મીકુટ્ટી…
વધુ વાંચો >કુંચન નામ્બિયાર
કુંચન નામ્બિયાર (જ. 5 મે 1705, પાલાક્કડ, કેરળ; અ. 1770, અંબાલાપુઝ્ઝા, કેરળ) : મલયાળમ ભાષાના પહેલા લોકકવિ. ‘તુળ્ળૂલ’ નામે જાણીતી દૃશ્યશ્રાવ્ય કવિતાનો પ્રકાર સૌપ્રથમ તેમણે પ્રયોજ્યો. એ ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માના રાજકવિ હતા. તે પોતે ખાસ તૈયાર કરેલા મંચ પર સાભિનય કાવ્યગાન કરતા. તેમણે ‘વેલ્કલી’, ‘પટચાની’ જેવાં લોકકલાસ્વરૂપો પ્રત્યક્ષ નિહાળ્યાં.…
વધુ વાંચો >