Hindi literature

અગ્રવાલ, કેદારનાથ

અગ્રવાલ, કેદારનાથ (જ. 1911, કમસિન, જિ. બાંદા, ઉ. પ્ર.) : હિન્દીમાં જાણીતા કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અપૂર્વ’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રાયબરેલી અને કટની ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી મેળવી. તે…

વધુ વાંચો >

અગ્રવાલ, ભારતભૂષણ

અગ્રવાલ, ભારતભૂષણ (જ. 3 ઑગસ્ટ 1919, મથુરા, ઉત્તરપ્રદેશ; અ. 23 જૂન 1975, સિમલા, હિમાચલપ્રદેશ)  : હિન્દી કવિ, નાટકકાર અને નિબંધકાર. આગ્રા યુનિવર્સિટીના અંગ્રેજી વિષય સાથે એમ.એ. (1941) અને દિલ્હી યુનિવર્સિટીના પીએચ.ડી. (1968). ‘હિન્દી નવલકથા પર પાશ્ચાત્ય પ્રભાવ’ એ તેમના મહાનિબંધનો વિષય. 1941માં કૉલકાતાથી પ્રકાશિત ‘સમાજસેવા’ પત્રના સંપાદક. 1948થી 1959 સુધી…

વધુ વાંચો >

અગ્રવાલ, વાસુદેવશરણ

અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઑગસ્ટ 1904, ખેડા ગ્રામ, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1966, વારાણસી) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર…

વધુ વાંચો >

અબ્દુલ વહીદ ‘કમલ’

અબ્દુલ વહીદ ‘કમલ’ (જ. 17 એપ્રિલ 1936, નારસરા, જિ. ચુરુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમને તેમની નવલકથા ‘ઘરાણો’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઇતિહાસમાં એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ 36 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને પછી…

વધુ વાંચો >

અમીર ખુસરો

અમીર ખુસરો [જ. 1253, પટિયાળી (ઉ.પ્ર.); અ. ઑક્ટોબર 1325, દિલ્હી] : ‘તૂતી-એ-હિન્દ’ (હિન્દ કા તોતા) નામથી વિખ્યાત ફારસી કવિ અને સંગીતકાર. તેમના પિતા સૈફુદ્દીન મહમૂદ લાચી તુર્ક સરદાર હતા અને તેઓ ઇલ્તુત્મિશના રાજ્યઅમલ દરમિયાન મધ્ય એશિયામાંથી હિંદમાં આવી વસ્યા હતા. ખુસરોનું મૂળ નામ અબૂલહસન હતું અને તેઓ સુપ્રસિદ્ધ સૂફી સંત…

વધુ વાંચો >

અમૃત ઔર વિષ

અમૃત ઔર વિષ (1956) : હિન્દી નવલકથા. અમૃતલાલ નાગરકૃત આ નવલકથાને 1956ની શ્રેષ્ઠ હિન્દી કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ સામાજિક નવલકથામાં, સમાજના બધા જ વર્ગનાં પાત્રો લઈને, સાંપ્રત કાળમાં કેટલું અમૃત છે અને કેટલું વિષ છે, તેનું વિશ્લેષણ કરેલું છે. માનવી સમાજથી વિખૂટો પડી ગયો છે અને…

વધુ વાંચો >

અરુણ કમલ

અરુણ કમલ (જ. 15 ફેબ્રુઆરી 1954, નસરીગંજ, જિ. રોહતાસ, બિહાર) : બિહારના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘નયે ઇલાકે મેં’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવી. તેઓ પટણા યુનિવર્સિટી વિજ્ઞાન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તેમણે 3 કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

અવસ્થી વિ. બચ્ચુલાલ

અવસ્થી, વિ. બચ્ચુલાલ (જ. 1918, ફરુહાઘાટ, જિ. બહરાઈચ, ઉત્તરપ્રદેશ; અ. 2005) : ઉત્તરપ્રદેશના હિંદી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અને વિવેચક. તેમને તેમના જાણીતા કાવ્ય-સંગ્રહ ‘પ્રતાનિની’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ઉર્દૂમાં લીધા બાદ સંસ્કૃતમાં આચાર્યની પદવી મેળવી. ત્યારપછી હિંદીમાં એમ. એ., પીએચ.…

વધુ વાંચો >

અશ્ક, ઉપેન્દ્રનાથ

અશ્ક, ઉપેન્દ્રનાથ (જ. 14 ડિસેમ્બર 1910, જલંદર, પંજાબ; અ. 19 જાન્યુઆરી 1996, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) : આધુનિક હિન્દી નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકાર. જલંદરની ડી. એ. વી. કૉલેજમાં બી. એ. સુધીનું શિક્ષણ લીધું. પછી બે વર્ષ અધ્યાપન કર્યું. ત્યારબાદ ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી 1936માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી.…

વધુ વાંચો >

અષ્ટછાપ કવિઓ

અષ્ટછાપ કવિઓ : વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુ વલ્લભાચાર્ય (સન 1479થી 1531) અને તેમના પુત્ર ગોસાંઈ વિઠ્ઠલનાથજી(સન 1459થી 1529)ના પુષ્ટિસંપ્રદાયમાં દીક્ષા પામેલા આઠ વિશિષ્ટ કવિઓ. તેમાં સૂરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, નંદદાસ, કુંભનદાસ ગોવિન્દદાસ, છીતસ્વામી, અને ચતુર્ભુજદાસનો સમાવેશ થાય છે. ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ પુષ્ટિમાર્ગની છાપ લગાવીને આઠ કવિઓને ‘અષ્ટછાપ’ કહ્યા છે. આમાંથી પ્રથમ ચાર મહાપ્રભુ…

વધુ વાંચો >