Geology
ઍક્સિનાઇટ
ઍક્સિનાઇટ : એક પ્રકારનું ખનિજ. રા. બં. – (Ca, Mn, Fe, Mg)3 Al2BSi4O15(OH); સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – પાતળા ધારદાર લંબચોરસ સ્ફટિક અથવા જથ્થામય; રં. – રંગવિહીન, પીળો, આછો જાંબલીથી લાલાશ પડતો; સં. – બ્રેકિપિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. – કાચમય; ભં.સ. – ખરબચડી, વલયાકાર, બરડ; ક. -6.5-7.00; વિ. ઘ.…
વધુ વાંચો >એગ્લૉમરેટ
એગ્લૉમરેટ (agglomerate) : જ્વાળામુખીના પ્રસ્ફુટજન્ય ટુકડાઓનો બનેલો ખડક. 20થી 30 મિમી. કે તેથી વધુ વ્યાસવાળા ઓછાવત્તા પ્રમાણમાં ગોળાકાર કે અણીદાર ટુકડાઓ જેમાં વધુ હોય એવા જ્વાળામુખી-પ્રસ્ફુટનનો સમકાલીન પાયરોક્લાસ્ટિક ખડક આંતરે આંતરે થતી જ્વાળામુખી-પ્રસ્ફુટનક્રિયાને કારણે જ્વાળામુખીની આજુબાજુના વિસ્તારમાં ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થતો રહે છે. પ્રત્યેક પ્રસ્ફુટન બાદ શાંતિના સમયમાં જ્વાળામુખીની નળીની…
વધુ વાંચો >એજિરીન
એજિરીન : એક પ્રકારનું ખનિજ. અન્ય નામ એકમાઇટ, એજિરાઇટ; વર્ગ : પાયરૉક્સિન; રા. બં. : NaFe3+ Si2O6 સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ સ્ફટિક, સોયાકાર, તંતુમય; રંગ : સામાન્યત: કથ્થાઈ, ક્વચિત્ લીલો; સં. : પ્રિઝમને સમાંતર સ્પષ્ટ સંભેદ; ચં. : કાચમય, પારદર્શકવત્થી અપારદર્શક; ક. : 6-6.5; વિ. ઘ.…
વધુ વાંચો >એજિરીન-ઓગાઇટ
એજિરીન-ઓગાઇટ : એજિરીન અને ઓગાઇટના વચગાળાના રાસાયણિક બંધારણવાળી પાયરૉક્સિન વર્ગની ખનિજ. આ ખનિજ એજિરીનની જેમ સોડા(Na2O)ની વધુ માત્રાવાળા અંત:કૃત અને જ્વાળામુખી ખડકોમાં જોવા મળે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >એઝ્યુરાઇટ
એઝ્યુરાઇટ (ચેસીલાઇટ) : તામ્ર ધાતુખનિજ. રા.બં. – Cu3(CO3)2(OH)2; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – લંબચોરસ કે ટૂંકા પ્રિઝમ સ્ફટિક, જથ્થામય કે ગઠ્ઠા જેવાં સંકેન્દ્રણ અને પાતળાં પડ કે છાંટ સ્વરૂપે; રં. – આછો વાદળીથી ઘેરો વાદળી; સં. – અલ્પવિકસિત; ચ. – કાચમયથી હીરક; ભં.સ. – વલયાકાર, બરડ; ચૂ. – વાદળી;…
વધુ વાંચો >ઍટૉલ
ઍટૉલ (Atoll) : પ્રવાલદ્વીપવલય અથવા કંકણાકાર પ્રવાલદ્વીપ, થોડી ગોળાકાર તથા સર્વત્ર પાણીથી ઘેરાયેલી કંકણાકાર ખડકમાળા. આ ઉપદ્વીપો કણનિક્ષેપજન્ય દ્રવ્યો ધરાવતા દરિયાના પાણીના મધ્યસ્થ કચ્છને (lagoon) ક્યારેક સંપૂર્ણપણે તો ક્યારેક મહદ્અંશે ઘેરી લેતા હોય છે. મોટાભાગનાં આ ઉપદ્વીપવલયો દરિયાની સપાટીને સમતલ હોય છે, છતાં તેમાંનાં કેટલાંક સમુદ્રની સપાટીથી આશરે 5 મીટર…
વધુ વાંચો >ઍનહાઇડ્રાઇટ
ઍનહાઇડ્રાઇટ : અગત્યનું કૅલ્શિયમ ખનિજ. રા. બં. : CaSO4; સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ કે મેજ આકારના સ્ફટિક, દાણાદાર, તંતુમય (fibrus) અથવા દળદાર (massive); રં. : રંગવિહીન, સફેદ, ભૂખરો, ગુલાબી, જાંબલી, રતાશ પડતો, કથ્થાઈ કે વાદળી; સં. : પિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. : સંભેદ સપાટી પર મૌક્તિક,…
વધુ વાંચો >એનાટૅક્સિસ
એનાટૅક્સિસ (anataxis) : ઊંચા તાપમાને પૃથ્વીના પોપડામાં ઉદભવતી વિકૃતિ પ્રક્રિયા. આ પ્રક્રિયાને કારણે પૃથ્વીના પોપડાના ઊંડાણમાં અંત:કૃત ખડકો પીગળે છે અને મૅગ્મામાં પરિણમે છે. સિન્ટૅક્સિસ પણ આવા જ પ્રકારની પ્રક્રિયા છે. એમાં પૃથ્વીના પેટાળમાં ઊંડાણમાં રહેલા ખડકોની ગલનક્રિયા તેમજ અન્ય પદાર્થોની સ્વાંગીકરણક્રિયા (assimilation) બને છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >એનાટેઝ
એનાટેઝ : ટાઇટેનિયમનું એક ખનિજ. રા. બં. – TiO2; સ્ફ. વ. – ટેટ્રાગોનલ; સ્વ. – પિરામિડ, મેજઆકાર કે પ્રિઝમ સ્વરૂપ; રં. – કથ્થઈથી ઘેરો વાદળી અથવા કાળો, લગભગ રંગવિહીન, ભૂખરો, લીલાશ પડતો, નીલો; સં. – બેઝલ પિનેકોઇડ, બ્રેકિડોમને સમાંતર; ચ. – હીરક; ભં. સ. – વલયાકારવત્, બરડ; ચૂ. – રંગવિહીન,…
વધુ વાંચો >