એનાટૅક્સિસ (anataxis) : ઊંચા તાપમાને પૃથ્વીના પોપડામાં ઉદભવતી વિકૃતિ પ્રક્રિયા. આ પ્રક્રિયાને કારણે પૃથ્વીના પોપડાના ઊંડાણમાં અંત:કૃત ખડકો પીગળે છે અને મૅગ્મામાં પરિણમે છે. સિન્ટૅક્સિસ પણ આવા જ પ્રકારની પ્રક્રિયા છે. એમાં પૃથ્વીના પેટાળમાં ઊંડાણમાં રહેલા ખડકોની ગલનક્રિયા તેમજ અન્ય પદાર્થોની સ્વાંગીકરણક્રિયા (assimilation) બને છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે