એનાટેઝ : ટાઇટેનિયમનું એક ખનિજ. રા. બં. – TiO2; સ્ફ. વ. – ટેટ્રાગોનલ; સ્વ. – પિરામિડ, મેજઆકાર કે પ્રિઝમ સ્વરૂપ; રં. –  કથ્થઈથી ઘેરો વાદળી અથવા કાળો, લગભગ રંગવિહીન, ભૂખરો, લીલાશ પડતો, નીલો; સં. – બેઝલ પિનેકોઇડ, બ્રેકિડોમને સમાંતર; ચ. – હીરક; ભં. સ. – વલયાકારવત્, બરડ; ચૂ. – રંગવિહીન, સફેદ કે આછો પીળો; ક. – 5.5થી 6.00; વિ. ઘ. – 3.82થી 3.97; પ્ર. અચ. – ω = 2.561 < ε = 2.488; પ્ર. સં. – એકાક્ષી (-ve); પ્રા. સ્થિ. – વિવિધ પ્રકારના અગ્નિકૃત ખડકોમાં અનુષંગી ખનિજ તરીકે તેમજ વિકૃત અને કણજન્ય ખડકોમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે