એજિરીન : એક પ્રકારનું ખનિજ. અન્ય નામ એકમાઇટ, એજિરાઇટ; વર્ગ : પાયરૉક્સિન; રા. બં. : NaFe3+ Si2O6 સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ સ્ફટિક, સોયાકાર, તંતુમય; રંગ : સામાન્યત: કથ્થાઈ, ક્વચિત્ લીલો; સં. : પ્રિઝમને સમાંતર સ્પષ્ટ સંભેદ; ચં. : કાચમય, પારદર્શકવત્થી અપારદર્શક; ક. : 6-6.5; વિ. ઘ. : 3.5થી 3.55; પ્ર. અચ. : (અ) વક્રી. : α = 1.750-1.776, β = 1.780થી 1.820, γ = 1.800-1.837; (બ) 2V : 60oથી 70o, પ્ર. સં. : દ્વિઅક્ષી, -ve; પ્રા. સ્થિ. : સોડા(Na2O)ની વિપુલતાવાળા અંત:કૃત અને જ્વાળામુખી ખડકોમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે