Geography
ડેનવર
ડેનવર : યુ.એસ.ના કૉલોરાડો રાજ્યનું પાટનગર તથા મહત્વનું વ્યાપારી મથક. ભૌ. સ્થાન : 39o 44’ ઉ.અ. અને 104o 59’ પ.રે. રૉકી પર્વતમાળાની પૂર્વે 16 કિમી. અંતરે સાઉથ પ્લૅટ નદી પર તે વસેલું છે. સમુદ્રની સપાટીથી 16 કિમી. ઊંચાઈ પર હોવાથી ‘હાઈ સિટી’ તરીકે તે ઓળખાય છે. નગરનો કુલ વિસ્તાર 155…
વધુ વાંચો >ડૅન્યૂબ
ડૅન્યૂબ : યુરોપની એક મોટી નદી. ભૌગોલિક સ્થાન મુખ્ય ભાગ : 45° 10´ ઉ. અ. અને 29° 50´ પૂ. રે. લંબાઈની બાબતમાં આ ખંડની નદીઓમાં વૉલ્ગા પછી તેનો બીજો ક્રમ આવે છે. લંબાઈ આશરે 2860 કિમી. જર્મનીના બ્લૅક ફૉરેસ્ટ પર્વતમાંથી તે ઉદભવે છે અને કાળા સમુદ્રને મળે છે. તે મધ્ય…
વધુ વાંચો >ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો
ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો (ઝાઇર) : આફ્રિકા ખંડમાં વિસ્તારની દૃષ્ટિએ અલ્જીરિયા પછી દ્વિતીય ક્રમે આવતો દેશ. ભૌગોલિક સ્થાન : 6 ઉ. અ.થી 14 દ. અ. અને 12 પૂ. રે.થી 32 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. મધ્ય આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં તે બેલ્જિયન કોંગોનું સંસ્થાન હતું. આ રાજ્યનો વિસ્તાર 23,44,798 ચો. કિમી. જેટલો…
વધુ વાંચો >ડેલવાર
ડેલવાર : યુ.એસ.ની પૂર્વમાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40o 53´ ઉ. અ. 75o 03´ પ. રે.. વિસ્તાર : 2490 ચોકિમી. વસ્તી : 10,03,384 (2021). ડેલવાર નદીને કિનારે વિકસેલું આ રળિયામણું શહેર આજે ઔદ્યોગિક પ્રદૂષણનું શિકાર બન્યું છે. ન્યૂજર્સી રાજ્યનું આ મહત્ત્વનું ઔદ્યોગિક શહેર ખનિજતેલ શુદ્ધીકરણ, વિશાળ…
વધુ વાંચો >ડેલહાઉસી
ડેલહાઉસી : હિમાચલપ્રદેશ રાજ્યના ચમ્બા જિલ્લામાં આશરે ઉ. 32° 32´ અક્ષાંશવૃત્ત અને 76° 01´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું ગિરિમથક. તેનો વિકાસ અંગ્રેજોએ કર્યો હતો. તે પઠાણકોટથી ઉત્તર પૂર્વમાં લગભગ 42 કિમી. દૂર હિમાલયની તળેટીમાં 2300 મી.ની ઊંચાઈ પર વસેલું છે. તે પઠાણકોટ અને જિલ્લામથક ચમ્બા સાથે સડકમાર્ગે સંકળાયેલું છે. એક…
વધુ વાંચો >ડેલ્ટા
ડેલ્ટા (ત્રિકોણપ્રદેશ) : નદીમુખની આજુબાજુના વિસ્તારમાં જળવહન સાથે ખેંચાઈ આવતા કાંપ તરીકે ઓળખાતા સૂક્ષ્મખડકદ્રવ્યથી રચાતો નિક્ષેપજથ્થાનો પ્રદેશ. ‘ડેલ્ટા’ અંગ્રેજી શબ્દ છે અને ગ્રીક ભાષાના મૂળાક્ષર ડેલ્ટા Δના ત્રિકોણાકાર પરથી પ્રયોજાયેલો છે. નદી જ્યાં સમુદ્ર કે સરોવરને મળે તેને નદીમુખ કહે છે. સામાન્ય રીતે, કાંપજમાવટ ત્યારે જ થઈ શકે જ્યારે નદીમુખ…
વધુ વાંચો >ડેવિસની સામુદ્રધુની
ડેવિસની સામુદ્રધુની : કૅનેડાના ઉત્તર પૂર્વ ભાગ અને ગ્રીનલૅન્ડ વચ્ચે આવેલી સામુદ્રધુની. 64°થી 70° ઉત્તર અક્ષાંશ અને 50°થી 70° પશ્ચિમ રેખાંશ વચ્ચે તે આવેલી છે. તેની ઉત્તરમાં બૅફિન ઉપસાગર, દક્ષિણમાં ઍટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ તરફ બૅફિન ટાપુ અને પૂર્વ બાજુએ ગ્રીનલૅન્ડ આવેલા છે. બૅફિન ટાપુ અને ગ્રીનલૅન્ડ ડેવિસની સામુદ્રધુની વડે જોડાયેલા…
વધુ વાંચો >ડોડા
ડોડા : ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32 53´ ઉ. અ.થી 34 21´ ઉ. અ. અને 75 1´ પૂ. રે.થી 76 47´ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે. સમુદ્રની સપાટીથી સરેરાશ 1107 મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય,…
વધુ વાંચો >ડોનેગલનો ઉપસાગર
ડોનેગલનો ઉપસાગર : આયર્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલો ઉપસાગર. તે ઍટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલો છે. ભૌ. સ્થાન : 54°.2´ થી 54°.5´ ઉત્તર અક્ષાંશ અને 8.° 01´ થી 10° પ.રે.. આ ઉપસાગરની ઊંડાઈ ઘણી ઓછી છે. ગલ્ફસ્ટ્રીમના ગરમ પ્રવાહની અસર હેઠળ હોવાથી તે હિમથી મુક્ત રહે છે. શિયાળા અને ઉનાળાના તાપમાનમાં મોટો…
વધુ વાંચો >ડોમિનિકા
ડોમિનિકા : કૅરિબિયન સમુદ્રમાંનો એક નાનો ટાપુ અને સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 15° 30´ ઉ. અ. અને 61° 20´ પ. રે.. વેનેઝુએલાના કિનારાથી 515 કિમી. અંતરે તે આવેલો છે. એક જમાનામાં બ્રિટનનું રક્ષિત રાજ્ય હતું. હાલ રાષ્ટ્રકુટુંબનો સદસ્ય દેશ છે. ડોમિનિકા ટાપુ એ જ્વાળામુખી પર્વતોની બનેલી પહાડી ભૂમિ પર…
વધુ વાંચો >