Geography

ઝિમ્બાબ્વે

ઝિમ્બાબ્વે : દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 30° પૂ. રે. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (1980) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે…

વધુ વાંચો >

ઝીંઝુવાડા

ઝીંઝુવાડા : ગુજરાતની વાયવ્ય સરહદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે આવેલું ગામ. તે સોલંકીકાલીન કિલ્લાને કારણે વધારે જાણીતું બનેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં 23°-21´ ઉ. અ. અને 70°-39´ પૂ. રે. ઉપર આવેલું છે. ખારાઘોડાથી ઉત્તરે 24 કિમી. દૂર આવેલું વીરમગામ-ખારાઘોડા બ્રૉડગેજ રેલવેનું તે મથક છે. ઝીંઝુવાડાથી ચારેક…

વધુ વાંચો >

ઝુનઝુનુ

ઝુનઝુનુ : રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લાનું વડું મથક. ભૌગોલિક સ્થાન : 28o 08´ ઉ. અ. અને 75o 24´ પૂ. રે.. પૂર્વ દિશાએ હરિયાણા, વાયવ્ય ખૂણે ચુરુ, પશ્ચિમ અને દક્ષિણે સીકર જિલ્લાઓ આવેલા છે. જિલ્લાના ઉદેપુર, ખેતરી અને ચીરવા ત્રણ તાલુકાઓ છે. જિલ્લાનું ક્ષેત્રફળ 5,928 કિમી. અને વસ્તી 21,39,658 (2011)…

વધુ વાંચો >

ઝુરિક

ઝુરિક (Zurich) : સ્વિટ્ઝર્લૅન્ડનું મોટામાં મોટું નગર, પરગણાનું પાટનગર તથા દેશનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 47o 25´ ઉ. અ. અને 8o 40´ પૂ. રે.. દેશમાં ઉત્તરે ઝુરિક સરોવરના વાયવ્ય છેડા પર તે આવેલું છે. દેશના પાટનગર બર્નથી 96 કિમી. અંતરે છે. પડખેની આલ્પ્સ પર્વતમાળાને લીધે તેના પ્રાકૃતિક સૌંદર્યમાં…

વધુ વાંચો >

ઝૂલતી ખીણ

ઝૂલતી ખીણ (hanging valley) : નદીસંગમવાળી મુખ્ય ખીણ સાથે આવેલી શાખાનદીની ઊંચા તળવાળી ખીણ. શાખાનદીનો મુખ્ય નદી સાથે થતો સંગમ મોટેભાગે સમતલ સપાટી પર થતો હોય છે, પરંતુ જ્યારે મુખ્ય નદી કે હિમનદીના ખીણતળ કરતાં શાખાનદીનું ખીણતળ પ્રમાણમાં ઊંચાઈ પર રહેલું હોય અને ત્યાંથી તેનું પાણી કે હિમજથ્થો મુખ્ય ખીણમાં…

વધુ વાંચો >

ઝેન્ગઝોઉ

ઝેન્ગઝોઉ (zhengzhou) : ઉત્તર-મધ્ય ચીનમાં આવેલું હેનાન પ્રાંતનું પાટનગર, તેનું ભૌગોલિક સ્થાન આશરે 34° 35´ ઉ. અક્ષાંશવૃત્ત અને 113° 38´ પૂ. રેખાંશવૃત્ત પર છે. ‘ચેન્ગ-ચાઉ’ કે ‘ચેન્ગ-સિન’ તરીકે પણ તે ઓળખાય છે. તે હોઆંગહો કે પીળી નદીનાં દક્ષિણનાં મેદાનોમાં આવેલું કૃષિપેદાશોનું વ્યાપારી કેન્દ્ર, ઔદ્યોગિક મથક અને હેનાન પ્રાન્તનું વહીવટી મથક…

વધુ વાંચો >

ઝોબ

ઝોબ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ક્વેટા વિભાગમાં આવેલો જિલ્લો અને શહેર. આ જિલ્લો 1890થી અસ્તિત્વમાં આવ્યો. જિલ્લાનું ક્ષેત્રફળ 27,130 ચોકિમી. છે. પ્રદેશ ડુંગરાળ છે. આ શહેર 1426 મીટર ઊંચાઈએ આવેલું છે. જિલ્લાની પૂર્વ સરહદે આવેલો સુલેમાન પર્વત સરેરાશ 2125 મી. ઊંચો છે. નદીની ખીણનો પ્રદેશ સપાટ અને ફળદ્રૂપ છે. અહીં…

વધુ વાંચો >

ટબ્રિઝ

ટબ્રિઝ (tabriz) : ઈરાનના પૂર્વ ઍઝારબૈજાન પ્રાંતની રાજધાની અને મુખ્ય શહેર. તેનું નામ ઈરાની ભાષાના ‘ટપરીઝ’ ઉપરથી પડ્યું છે, જેનો અર્થ વહેતી ગરમી થાય છે. તે આર્મેનિયા રાજ્યની સરહદથી દક્ષિણે 97 કિમી., તુર્કસ્તાનથી પૂર્વમાં 177 કિમી. અને ઉર્મિયા સરોવરથી આશરે 55 કિમી. અંતરે છે. તે 38° ઉ. અ. અને 46°-3´…

વધુ વાંચો >

ટલીડો (toledo) (1)

ટલીડો (toledo) (1) : સ્પેનનો એક પ્રાન્ત (કેસ્ટિલા-લા-માન્યા) તથા તે પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 39o 33’ ઉ. અ. અને 4o 20’ પ. રે.. આ પ્રાન્ત ન્યૂ કૅસ્ટિલા પ્રદેશનો ભાગ છે. તેની રાજધાની ટલીડો હતું. મૅડ્રિડથી અગ્નિમાં 65 કિમી. દૂર ગ્રૅનાઇટની ઊંચી ટેકરી પર તે આવેલું છે. ટાજો અથવા ટાગસ…

વધુ વાંચો >

ટલીડો (toledo) (2)

ટલીડો (toledo) (2) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના વાયવ્ય ખૂણે મિશિગન સીમાની પાસે આવેલું ઔદ્યોગિક અને વ્યાપારી શહેર. ભૌગોલિક સ્થાન : 41o 39’ ઉ. અ. અને 83o 33’ પ. રે.. તે લુકાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. તે ઇરી સરોવરના પશ્ચિમ ખૂણા પર, ડેટ્રૉઇટ નગરની દક્ષિણે આશરે 89 કિમી. અંતરે વસેલું…

વધુ વાંચો >