Geography
જિનાન
જિનાન : ચીનના શાડોંગ પ્રાંતનું પાટનગર. વૅન્ગ હો નદીની દક્ષિણે બેજિંગથી 370 કિમી. દક્ષિણે આવેલું આ શહેર 36° 40’ ઉ. અ. અને 116° 57’ પૂ. રે. પર આવેલું છે. શાડોંગ પ્રાંતના મહત્વના ઉદ્યોગ-વ્યાપાર કેન્દ્રમાં તેની ગણના થાય છે. ત્યાં ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણો, લોખંડ અને પોલાદ, મશીન ટૂલ્સ, વીજળીનાં ઉપકરણો,…
વધુ વાંચો >જિનીવા
જિનીવા : સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 46° 12’ ઉ. અ. અને 6° 09’ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર 18…
વધુ વાંચો >જિન્દ
જિન્દ : હરિયાણા રાજ્યના 22 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 29 19´ ઉ. અ. અને 76 19´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, દક્ષિણે રોહતક જિલ્લો, વાયવ્યે પંજાબ રાજ્ય જે સીમા ધરાવે છે. આ જિલ્લો…
વધુ વાંચો >જિબુટી (Djibouti)
જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન 11° 36’ ઉ. અ. અને 43° 09’ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (1977) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર…
વધુ વાંચો >જિબ્રાલ્ટર
જિબ્રાલ્ટર : સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : 36° 07’ ઉ. અ. અને 5° 21’ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્વ રહ્યું છે. 711માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના…
વધુ વાંચો >જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. 20° 44’ અને 21° 4’ ઉ.અ. તથા 69° 40’ અને 71° 05’ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : 8846 ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા…
વધુ વાંચો >જૅક્સનવિલ
જૅક્સનવિલ : અમેરિકાના ફ્લૉરિડા રાજ્યનું મહત્વનું ઉદ્યોગવ્યાપાર કેન્દ્ર તથા બંદર. ભૌગોલિક સ્થાન 30° 19’ ઉ. અ. અને 81° 39’ પ. રે.. તેનું મૂળ નામ કાઉફૉર્ડ હતું; પરંતુ તેના પ્રથમ લશ્કરી ગવર્નર ઍન્ડ્રુ જૅક્સનના નામ પરથી આ નગરનું નામ 1819માં ‘જૅક્સનવિલ’ પાડવામાં આવ્યું. તે ફ્લૉરિડા રાજ્યની ઈશાન દિશામાં, આટલાંટિક મહાસાગરના કાંઠાથી…
વધુ વાંચો >જેજ્જટ
જેજ્જટ (આશરે ઈ. સ.ની છઠ્ઠી સદી) : આયુર્વેદના મુખ્ય ગ્રંથ ચરકસંહિતાના એક ખ્યાતનામ ટીકાકાર અને મહર્ષિ વાગ્ભટ્ટ(આયુર્વેદના મુખ્ય ગ્રંથ ‘અષ્ટાંગહૃદય’ના લેખક)ના શિષ્ય. તેમના સહાધ્યાયી ઇન્દુ હતા, જેમણે ‘અષ્ટાંગસંગ્રહ’ પર ‘શશિલેખા’ નામની ટીકા લખી હતી. જેજ્જટનો સમય ઈ.સ.ની છઠ્ઠી સદીમાં અથવા પાંચમી સદીના અંતમાં હોય તેમ ઇતિહાસકારો માને છે. જેજ્જટે ચરકસંહિતા…
વધુ વાંચો >જેતપુર
જેતપુર : રાજકોટ જિલ્લાના 14 પૈકીનો એક તાલુકો, સબડિવિઝન અને તાલુકામથક. આ સબડિવિઝનમાં જેતપુર ઉપરાંત ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકા આવેલા છે. 21°થી 22° 40’ ઉ. અ. અને 70°થી 71’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામાં 2 શહેરો અને 47 ગામો આવેલાં છે. જેતપુર તાલુકા અને શહેરનું નામ જેતાજી કે…
વધુ વાંચો >જેતલપુર
જેતલપુર : અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે 22° 54’ ઉ. અ. અને 72° 30’ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ 16 કિમી.ને અંતરે તથા બારેજડીથી 9 કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા 8 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે…
વધુ વાંચો >