Geography
ચેવિયટ ટેકરીઓ
ચેવિયટ ટેકરીઓ : ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચેની સીમારૂપ 50 કિમી. લંબાઈનો ટેકરી-વિસ્તાર. તે આશરે 55° 24’ ઉ. અક્ષાંશવૃત્ત અને 2° 20’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલો છે. તેનો પૂર્વ ભાગ પ્રાચીન જ્વાળામુખી ખડકોથી રચાયેલો છે અને સમુદ્રસપાટીથી આશરે 816 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ ટેકરીઓ સીધા ઢોળાવવાળી, ગોળાકાર અને લગભગ વેરાન…
વધુ વાંચો >ચેસવિક ઉપસાગર
ચેસવિક ઉપસાગર : યુ.એસ.ના પૂર્વ કિનારાના નીચા ભાગોમાં બનેલા ખાંચામાં ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ વિશાળ ઉપસાગર. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 76° પ. રે. છે. તે યુ.એસ.નાં મૅરીલૅન્ડ અને વર્જિનિયા રાજ્યોને સ્પર્શે છે. તેના પૂર્વ ભાગમાં ડેલમાર્વા દ્વીપકલ્પ આવેલો છે. આ ઉપસાગર આશરે 300 કિમી. લાંબો અને 5થી…
વધુ વાંચો >ચેંગદુ
ચેંગદુ : મધ્ય નૈર્ઋત્ય ચીનના સિચુઆન (Sichuan) પ્રાંતનું પાટનગર. આ ઔદ્યોગિક નગર આશરે 30° 37’ ઉ. અ. તથા 104° 06’ પૂ. રે. પર આવેલું છે. વિસ્તાર : 4,87,000 ચોકિમી.. તે ચીનનું એક સૌથી પ્રાચીન ગણાતું શહેર છે. તેની સ્થાપના ઈ. પૂ. 200માં થઈ હતી. તે વખતે તે ઝોઉ રાજવંશનું પાટનગર…
વધુ વાંચો >ચેંગલપટુ (ચિંગલીપુટ)
ચેંગલપટુ (ચિંગલીપુટ) : તામિલનાડુ રાજ્યના ચેન્નાઈ જિલ્લાનું શહેર. 12° 30’ ઉ. અ. અને 79° 50’ પૂ. રે. પર તામિલનાડુ રાજ્યના ઉત્તર તરફના પૂર્વ ભાગમાં આવેલું છે. તામિલનાડુના પાટનગર ચેન્નાઈથી નૈર્ઋત્ય દિશામાં 60 કિમી. દૂર છે. ચેન્નાઈ અને પુદુચેરી રેલમાર્ગ પરનું એક મથક છે. તે સમુદ્રકિનારાથી આંતરિક ભાગમાં 40 કિમી. દૂર…
વધુ વાંચો >ચોટીલા
ચોટીલા : સુરેન્દ્રનગર જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકામાં ચોટીલા અને થાન બે શહેરો અને 112 ગામો આવેલાં છે. થાનગઢ તાલુકાનું વહીવટીમથક છે. ચોટીલાનો પ્રદેશ પાંચાલ તરીકે ઓળખાય છે. ચોટીલા ગામ મૂળીના જગાસિયા પરમાર પાસેથી કાઠીઓએ જીતી લઈ તેના ચાર ટીલા કે ભાગ પાડ્યા હતા. તે ઉપરથી ચોટીલા નામ…
વધુ વાંચો >ચોરવાડ
ચોરવાડ : જૂનાગઢ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે માંગરોળની પાસે દરિયાકિનારે વિકાસ પામેલું વિહારધામ. 21° 01’ ઉત્તર અક્ષાંશ અને 70° 02’ પૂર્વ રેખાંશ પર ગુજરાતની પશ્ચિમ બાજુએ અરબી સમુદ્રકિનારા પર તે આવેલું છે. સોમનાથથી 25 કિમી. અને જૂનાગઢથી 60 કિમી. દૂર છે. અમદાવાદથી 400 કિમી.ના અંતરે છે. જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન…
વધુ વાંચો >ચોવીસ પરગણાં
ચોવીસ પરગણાં : પશ્ચિમ બંગાળના ઓગણીસ જિલ્લાઓ છે તે પૈકી ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાં એમ બે જિલ્લાઓ છે. મુઘલકાળ દરમિયાન 24 પરગણાંનો એક જ વિભાગ હતો. ભૌગોલિક સ્થાન : તે 22° 15’ ઉ. અ. અને 88° 30’ પૂ. રે. પર આવેલો છે. તેની પૂર્વ દિશાએ બાંગ્લાદેશ, પશ્ચિમ દિશાએ હાવરા…
વધુ વાંચો >ચોળ
ચોળ : ચોળ રાજ્ય. મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં કૃષ્ણા નદીની દક્ષિણે આવેલા તામિલ (દ્રવિડ) દેશમાં પેન્નાર અને વેલ્લારુ નદીઓની વચ્ચે સમુદ્રતટ પર આવેલું ચોલરાષ્ટ્ર કે ચોલમંડલમ્. ચોળ રાજાઓની રાજ્યની સીમાઓ બદલાતી રહી હતી. આ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની ઉરગપુર (= ઉરૈપૂર, ત્રિચિનોપલ્લીની પાસે) હતી; પછી ક્રમશ: કાવેરીપટ્ટનમ્ (કાવેરી નદીકિનારાનું પ્રસિદ્ધ…
વધુ વાંચો >ચોંગકિંગ (ચુંગકિંગ)
ચોંગકિંગ (ચુંગકિંગ) : ચીનનાં મોટાં શહેરોમાંનું એક શહેર. ચીનનાં મોટા ભાગનાં શહેરો પૂર્વના દરિયાકિનારાના ભાગમાં વિકસ્યાં છે. પરંતુ ચોંગકિંગ દરિયાકિનારાથી દૂર પશ્ચિમમાં સેચવાન પ્રાન્તમાં છે. તે 29° 10’ ઉત્તર અક્ષાંશ અને 160° પૂર્વ રેખાંશ પર આવેલું છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 7° સે. અને ઑગસ્ટનું 29° સે. નોંધાય છે. વાર્ષિક વરસાદનું…
વધુ વાંચો >છત્તીસગઢ (Chhattisgarh)
છત્તીસગઢ (Chhattisgarh) : ભારતના મધ્યભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 210 14’ ઉ. અ. અને 810 38’ પૂ. રે. આજુબાજુનો 1,36,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, વિસ્તારની ર્દષ્ટિએ તે ભારતનાં રાજ્યોમાં નવમા ક્રમે આવે છે. તેની ઉત્તરે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ, ઈશાન તરફ ઝારખંડ, પૂર્વમાં ઓરિસા, દક્ષિણે આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >