Geography
ચંદ્રનગર
ચંદ્રનગર : પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું ભૂતપૂર્વ ફ્રેન્ચ સંસ્થાન. તે કૉલકાતાથી 35 કિમી. દૂર છે અને પૂર્વ રેલવેના હુગલી–હાવરા માર્ગ ઉપર આવેલું છે. કોલકાતા સાથે તે રેલ તથા સડકમાર્ગ દ્વારા જોડાયેલું છે. 1673માં ફ્રેન્ચોએ અહીં તેમની વેપારી કોઠી નાખી વસવાટ કર્યો હતો. 1688માં ઔરંગઝેબે તેમને કાયમી વસવાટ માટે પરવાનગી…
વધુ વાંચો >ચંદ્રપુર
ચંદ્રપુર : પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લાનું વહીવટી મથક. ચંદ્રપુર જૂના સમયમાં ચાંદા તરીકે જાણીતું હતું. તે વર્ધા નદીને કિનારે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 19° 57’ ઉ. અ. અને 79° 18’ પૂ. રે.. બારમીથી અઢારમી સદી દરમિયાન તે ગોંડ સામ્રાજ્યના વિસ્તારમાં હતું. ત્યારબાદ તેને નાગપુરના મરાઠાઓ(ભોંસલે)એ જીતી લીધું.…
વધુ વાંચો >ચંદ્રભાગા
ચંદ્રભાગા : પૌરાણિક નદી. સ્કંદપુરાણના દ્વારકામાહાત્મ્યમાં દ્વારકાક્ષેત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્મણા, ચંદ્રભાગા અને જાંબવતી એ 5 નદીઓનો સંગમ કહેવામાં આવ્યો છે. આજની દ્વારકાની દક્ષિણ બાજુનો બરડિયા ગામ તરફથી આવતો નીચાણવાળો પટ ચંદ્રભાગા કહેવાય છે. એનો વહેળો દ્વારકા પાસે દક્ષિણમાંથી આવીને ગોમતીને લગભગ કાટખૂણે મળે છે. પદ્મપુરાણ–ઉત્તરખંડમાં ચંદ્રભાગા સાભ્રમતીને દ્ઘીચિ ઋષિના આશ્રમ…
વધુ વાંચો >ચંપા (રાજધાની)
ચંપા (રાજધાની) : બિહારના ઈશાન ભાગમાં આવેલા અંગદેશની રાજધાની. તે ગંગા-ચંપા નદીના સંગમ પાસે આવેલી હતી. તેનું પ્રાચીન નામ માલિની કે ચંપામાલિની હતું. હાલનું ભાગલપુર (જિ. મોંઘીર) એ સ્થળે વસેલું છે અને ત્યાંથી અનેક પ્રાચીન અવશેષો પ્રાપ્ત થાય છે. રામાયણ પ્રમાણે એ અંગદેશના રાજા લોમપાદની રાજધાની હતી. એ રાજાએ મિથિલાના…
વધુ વાંચો >ચંપારણ
ચંપારણ : ભારતના બિહાર રાજ્યમાં વાયવ્યે આવેલ જિલ્લો. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ. અ. અને 84° 40’ પૂ. રે.. તે બે ભાગમાં વહેંચાયેલ છે : પશ્ચિમ ચંપારણ અને પૂર્વ ચંપારણ. પશ્ચિમ ચંપારણ જિલ્લાનું વહીવટી મથક બેતિયા છે, જ્યારે પૂર્વ ચંપારણ જિલ્લાનું વહીવટી મથક મોતીહારી છે. પશ્ચિમ ચંપારણ જિલ્લાનું ક્ષેત્રફળ…
વધુ વાંચો >ચંબલ
ચંબલ : ઉત્તર ભારતની દક્ષિણ-ઉત્તર વહેતી મોટી નદી. તે ઉત્તર ભારતમાં આવેલી યમુના નદીની ઉપશાખા છે. તે 26° 30’ ઉ. અ. અને 79° 15’ પૂ. રે. પર આવેલી છે. ચંબલ મઉની દક્ષિણેથી વિંધ્યાચલ પર્વતમાંથી નીકળે છે. તે મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર જિલ્લામાંથી વહે છે. ઇંદોર જિલ્લામાંથી ઉત્તર તરફ વહીને તે દક્ષિણ…
વધુ વાંચો >ચંબા (જિલ્લો)
ચંબા (જિલ્લો) : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યની વાયવ્ય દિશાએ આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 32 34´ ઉ. અ. અને 76 08´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની વાયવ્યે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો કિશ્તવાર અને ડોડા જિલ્લો, પશ્ચિમે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ, નૈર્ઋત્યે અને પૂર્વે લાહૂલ અને બારાભાંગલ જિલ્લો, અગ્નિએ કાંગરા…
વધુ વાંચો >ચાડ
ચાડ : ઉત્તર આફ્રિકાના મધ્ય ભાગમાં ઉષ્ણ કટિબંધમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 15° 00’ ઉ. અ. અને 10° 00’ પૂ. રે.. તે એક વખતનું ફ્રેન્ચ સંસ્થાન હતું. તેની દક્ષિણે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક રાજ્ય, પૂર્વમાં સુદાન, ઉત્તરે લીબિયા, પશ્ચિમે નાઇજર અને નાઇજિરિયા અને નૈર્ઋત્ય ખૂણે કૅમેરૂન છે. આ ભૂમિબંદીશ દેશનું …
વધુ વાંચો >ચાણસ્મા
ચાણસ્મા : પાટણ જિલ્લામાં આવેલ તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તાલુકાનો વિસ્તાર 457.25 ચોકિમી. છે અને વસ્તી 2011 મુજબ 20,000 છે. આ તાલુકામાં ચાણસ્મા શહેર (વસ્તી : 28,629) અને 59 ગામો છે. ચાણસ્મા તાલુકાનો કેટલોક ભાગ વઢિયાર (વૃદ્ધિપંથક) તરીકે અને વીરમગામ અને કટોસણ–બહેચરાજી નજીકનો ભાગ ચુંવાળ તરીકે ઓળખાય…
વધુ વાંચો >ચાંગચુન (શહેર)
ચાંગચુન (શહેર) (Changchun) : જિલિન (Jilin) પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 53’ ઉ. અ. અને 125° 19’ પૂ. રે.. આ શહેર ઈશાન ચીનમાં સુંગરી અને લિઆવ નદીના નીચાણવાળા ફળદ્રુપ મેદાનના મધ્યભાગમાં આવેલું છે. આ શહેરની આબોહવા સમધાત છે. આસપાસના પ્રદેશમાં ખેતીના પાકોની અનુકૂળતા મુજબ ખેતીકામ થાય છે. આ શહેર…
વધુ વાંચો >