Geography
કાનાઝાવા
કાનાઝાવા : જાપાનના હોન્શુ ટાપુની સાઈ નદી ઉપર આવેલું ઇશિકાવા જિલ્લાનું વહીવટી મથક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 20¢ ઉ. અ. અને 139° 38¢ પૂ. રે.. તેની નૈર્ઋત્યે કામાકુરા, અગ્નિ તરફ યોકોસુકા અને પૂર્વ તરફ ટોકિયોની ખાડી આવેલાં છે. અહીં શિયાળો ઠંડો, ભીનો અને ધુમ્મસવાળો હોય છે.…
વધુ વાંચો >કાનો
કાનો : નાઇજીરિયા દેશના ઉત્તર ભાગમાં ઉચ્ચપ્રદેશની વચ્ચે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 11o 50′ ઉ. અ. અને 8o 31′ પૂ.રે.. લાગોસ શહેરથી કાનો લગભગ 860 કિમી. ઈશાન ખૂણામાં આવેલું છે. આ શહેરની આસપાસ વિશાળ સંરક્ષણ દીવાલ છે. પાષાણયુગના પ્રાગૈતિહાસિક અવશેષો આ શહેરમાં જોવા મળે છે. તેના પરથી અનુમાન થાય…
વધુ વાંચો >કાન્યકુબ્જ : જુઓ કનોજ
કાન્યકુબ્જ : જુઓ કનોજ.
વધુ વાંચો >કાન્સુ
કાન્સુ : વાયવ્ય ચીનનો, મૂળ ચીનના વિસ્તારના મધ્ય ભાગમાં આવેલો વેરાન ડુંગરાળ પ્રાંત. ભૌગોલિક સ્થાન : 37o 00′ ઉ. અ. અને 103o 00′ પૂ. રે.. યુઆન વંશના શાસન દરમિયાન (1279-1368) કાન-ચોઉ અને સુ-ચોઉ બે જિલ્લા હતા. બંનેના પ્રથમ પદને જોડવાથી કાન્સુ નામ બન્યું છે. તે શીન કે ચીન વંશના શાસન…
વધુ વાંચો >કાપ્રી
કાપ્રી : નેપલ્સના ઉપસાગરના દક્ષિણ પ્રવેશદ્વાર નજીકનો દક્ષિણ ઇટાલીનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 400 33’ ઉ. અ. અને 140 14’ પૂ. રે.. કુદરતી સૌંદર્ય, સમધાત આબોહવા અને વનશ્રીની શોભાને કારણે કાપ્રી પર્યટનધામ તરીકે વિકસ્યું છે. તેનું ક્ષેત્રફળ 10 ચોકિમી. છે. મૉન્ટ સોલેરોનો ડુંગર 589 મી. ઊંચો છે. શિયાળામાં તાપમાન 100…
વધુ વાંચો >કાફિરિસ્તાન
કાફિરિસ્તાન : અફઘાનિસ્તાનથી ઈશાન ખૂણે અને કાબુલની પૂર્વમાં હિન્દુકુશ પર્વતમાળા વચ્ચે તેમજ પાકિસ્તાનથી વાયવ્ય સીમા પર આવેલો પ્રાચીન પ્રદેશ. હાલ તેને ન્યુરિસ્તાનના નામે ઓળખવામાં આવે છે. આ પ્રદેશના લોકો કાફિર કહેવાય છે, જે આર્ય જાતિના છે. તેઓ કાફિર ભાષા બોલે છે. કાફિરિસ્તાન તેની પ્રાદેશિક એકતા માટે અફઘાનિસ્તાનથી જુદો પડે છે.…
વધુ વાંચો >કાબુલ
કાબુલ : અફઘાનિસ્તાનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 340 30’ ઉ. અ. અને 690 13’ પૂ. રે.. સમુદ્ર-સપાટીથી 1,795 મીટરની ઊંચાઈએ હિન્દુકુશ પર્વતોની વચ્ચે આવેલું આ શહેર પૂર્વ અફઘાનિસ્તાનના સાંકડા ખીણપ્રદેશમાં કાબુલ નદીના કાંઠે વસેલું છે. અહીં શિયાળામાં હિમવર્ષા અને માર્ચમાં વરસાદ પડે છે, અહીંની આબોહવા એકંદરે…
વધુ વાંચો >કાબુલ નદી
કાબુલ નદી : પૂર્વ અફઘાનિસ્તાન અને વાયવ્ય પાકિસ્તાનમાં વહેતી નદી. પ્રાચીન નામ કોફીઝ. તે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 64 કિમી. પશ્ચિમે સાંઘલાખ હારમાળાના ઉનાઈ ઘાટમાંથી નીકળે છે. તે કાબુલની પૂર્વમાં હિન્દુકુશના પર્વતીય પ્રદેશમાંથી પસાર થઈને ખૈબર ઘાટની ઉત્તરે આવેલા માર્ગે પાકિસ્તાનમાં પ્રવેશે છે, ત્યાં પેશાવર નજીકથી વહે છે અને ઇસ્લામાબાદ/અટક નજીક…
વધુ વાંચો >કામચાટકા દ્વીપકલ્પ
કામચાટકા દ્વીપકલ્પ : દૂર પૂર્વમાં ઓખોટસ્કના અને બેરિંગ સમુદ્ર વચ્ચે સાઇબીરિયામાં આવેલ રશિયન પ્રજાસત્તાક રાજ્યનો જિલ્લો. તે વ્યૂહાત્મક ર્દષ્ટિએ અગત્યનો પ્રદેશ છે. કામચાટકાની લોપોટકા ભૂશિર કુરિલ કે ક્યુરાઇલ ટાપુઓથી ઉત્તરે 11 કિમી. દૂર આવેલી છે. તેનો વિસ્તાર 4,72,000 ચોકિમી. છે. ઉત્તર-દક્ષિણ આવેલી બે ગિરિમાળા વચ્ચેની ખીણમાં થઈને કામચાટકા નદી વહે…
વધુ વાંચો >કામઠી
કામઠી : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાનું નાગપુર-જબલપુર ધોરીમાર્ગ પર આવેલું ઐતિહાસિક સ્થળ. નાગપુરથી ઈશાન તરફ 15 કિમી.ના અંતરે ગીચ ઝાડીમાં તે વસેલું છે. નાગપુર-હાવરા રેલમાર્ગ ત્યાંથી પસાર થાય છે. કપાસ, મૅંગેનીઝ, ઇમારતી પથ્થર તથા આરસપહાણ વગેરેનું તે મોટું વ્યાપારી કેન્દ્ર છે. આજુબાજુના વિસ્તારમાં કપાસની મોટી ખેતી થાય છે. અહીં સાગ, ટીમરુ,…
વધુ વાંચો >