Geography
ઍથેન્સ
ઍથેન્સ : યુરોપની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર ઊંડી અને દૂરગામી અસર કરનાર, ગ્રીસની સંસ્કૃતિનું સુપ્રસિદ્ધ કેન્દ્ર, તેની રાજધાની અને સૌથી મોટું નગર. તેનું નામ નગરદેવતા ઍથેની ઉપરથી પડ્યું છે. એજિયન સમુદ્રના એક ફાંટા રૂપે સારોનિક અખાતને કાંઠે 37o 50′ ઉ. અ. અને 23o 44′ પૂ. રે. ઉપર, પરાં સહિત 433…
વધુ વાંચો >ઍનેકોંડા
ઍનેકોંડા: યુ.એસ.ના મૉન્ટાના રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 46o 07′ ઉ. અ. અને 112o 56′ પ. રે.. તે બુટેથી વાયવ્યમાં આશરે 40 કિમી.ને અંતરે વૉર્મ સ્પ્રિન્ગ્ઝ ખાડી પર આવેલું છે. અગાઉના વખતમાં ડિયર લૉજ કાઉન્ટીનું મુખ્ય મથક હતું. 1977માં તેને આ કાઉન્ટી જોડે ભેળવી દઈને તેનો એક…
વધુ વાંચો >ઍન્જલ (ધોધ)
ઍન્જલ (ધોધ) : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશમાં ઓરિનોકો નદી પરનો વિશ્વનો સૌથી ઊંચો જળધોધ. વેનેઝુએલાના અગ્નિ ખૂણામાં ‘લાનોસ’ના મેદાની વિસ્તારમાં આવેલો આ જળધોધ સમુદ્રની સપાટીથી લગભગ 979 મીટરની ઊંચાઈ પર આવેલો છે, તેથી ત્યાં પહોંચવું અઘરું છે. સતત પડતા આ જળધોધને નિહાળવા વિદેશી સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. ઍન્જલ…
વધુ વાંચો >એન્ટબી
એન્ટબી (Entebbe) : પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં વિક્ટોરિયા સરોવરને કાંઠે અને કમ્પાલાથી આશરે 40 કિમી. દક્ષિણ દિશામાં આવેલું નગર. આ નગરનો ઉદભવ 1893માં એક લશ્કરી છાવણીમાંથી થયો હતો અને 1894થી 1962 સુધી તે યુગાન્ડાનું પાટનગર હતું. તે સમુદ્રસપાટીથી 1,146 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી ઉનાળામાં તેની આબોહવા ખુશનુમા અને સમધાત રહે…
વધુ વાંચો >ઍન્ટવર્પ
ઍન્ટવર્પ : બેલ્જિયમના ઍન્ટવર્પ પ્રાંતનું પાટનગર, ઉદ્યોગ તથા વ્યાપારનું કેન્દ્ર અને પ્રમુખ બંદર. તે 51o 13′ ઉ. અ. અને 4o 25′ પૂ.રે.ની આજુબાજુનો 2,867 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બ્રસેલ્સની ઉત્તરે 41 કિમી. અંતરે શેલ (scheldt) નદીના તટ પર વસેલું છે. પ્રાન્તની વસ્તી 16,43,972 (2000), નગરની વસ્તી 4,46,525…
વધુ વાંચો >એન્ટાનાનારિવો
એન્ટાનાનારિવો (તાનાનારિવ) : માડાગાસ્કર ટાપુનું પાટનગર. આફ્રિકા ખંડની પૂર્વ દિશામાં માડાગાસ્કર ટાપુ આવેલો છે. ભૌગોલિક સ્થાન : 18o 55′ દ. અ. અને 47o 31′ પૂ. રે.. વસ્તી : આશરે 12.08 લાખ (2018). આફ્રિકા ખંડ અને આ ટાપુની વચ્ચે મોઝાંબિકની ખાડી આવેલી છે. હિન્દ મહાસાગરનો આ સૌથી મોટો ટાપુ છે. માડાગાસ્કરની…
વધુ વાંચો >ઍન્ટાર્ક્ટિકા
ઍન્ટાર્ક્ટિકા : ઍન્ટાર્ક્ટિકા કે ઍન્ટાર્ક્ટિક નામથી ઓળખાતો દક્ષિણ ધ્રુવની આસપાસનો હિમાચ્છાદિત ખંડ. તે સમુદ્રથી ઘેરાયેલો અને 3.2 કિમી. જેટલી સરેરાશ જાડાઈ ધરાવતા હિમઆવરણ(icecap)થી ઢંકાયેલો છે. વિશ્વનો 90 ટકા જેટલો બરફ આ ખંડ પર છે, પરિણામે વિશ્વમાં સૌથી વધારે ઠંડી અહીં હોય છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાનનો ગાળો બાદ કરીએ તો ત્યાંનું…
વધુ વાંચો >ઍન્ટિગુઆ અને બારબુડા
ઍન્ટિગુઆ અને બારબુડા : કૅરિબિયન સાગરની પૂર્વે, પોર્ટોરિકોના અગ્નિખૂણે, લીવર્ડ ટાપુઓના દક્ષિણ છેડે આવેલો ત્રણ ટાપુઓનો દેશ. તે લઘુ ઍન્ટિલીઝમાં આવેલો છે. 1463માં ક્રિસ્ટોફર કોલંબસે ઍન્ટિગુઆ ટાપુની શોધ કરી હતી. બારબુડા તથા રેડોન્ડા તેના અન્ય બે ટાપુઓ છે. ઍૅન્ટિગુઆની ઈશાને ઍટલૅંટિક મહાસાગર છે. વાયવ્ય દિશામાં ઍન્ગ્રિલા, પશ્ચિમમાં સેન્ટ ક્રિસ્ટોફર નેવિસ…
વધુ વાંચો >એન્ડિઝ પર્વતમાળા
એન્ડિઝ પર્વતમાળા : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા પર આવેલી પર્વતમાળા. તૃતીય જીવયુગમાં દ. અમેરિકા ભૂમિખંડના અવિચળ પ્રદેશો(shields)ની પશ્ચિમ બાજુએ આવેલા ભૂનિમ્નવળાંક (geosyncline) ધરાવતા પ્રસ્તર ખડકોમાંથી ગેડ પર્વતોની એક વિશાળ શ્રેણી ઊંચકાઈ આવી અને ત્યારબાદ ક્રમશ: ઉત્ક્રાન્તિ પામી તે ‘એન્ડિઝ પર્વતમાળા’ આ પર્વતીય ક્ષેત્રના ઉત્થાન સાથે જ્વાળામુખીક્રિયા સંલગ્ન હોવાથી અહીં ઠેર…
વધુ વાંચો >ઍન્થ્રેસાઇટ
ઍન્થ્રેસાઇટ : શ્રેષ્ઠ પ્રકારનો ખનિજ કોલસો. બંધારણ C. તેમાં કાર્બનનું પ્રમાણ સામાન્ય રીતે 80 % કરતાં વધારે હોવાથી તે રંગે ઘેરો કાળો અને ચમકવાળો હોય છે. પોપડામાં અત્યંત દબાણ અને ગરમી હેઠળ બનેલો હોવાથી તે કઠણ અને ભેજ વગરનો હોય છે. વનસ્પતિદ્રવ્યજથ્થાની જમાવટ જ્યારે જળકૃત નિક્ષેપોના પ્રસ્તરો સાથે થાય અને…
વધુ વાંચો >