Geography

મુંગેર (મોંઘીર)

મુંગેર (મોંઘીર) : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જૂનું નામ મોંઘીર. ભૌગોલિક સ્થાન : તે 25° 10´ ઉ. અ. અને 86° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1419 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બેગુસરાઈ અને ખગારિયા જિલ્લા, ઈશાનમાં ખગારિયા જિલ્લો, પૂર્વમાં ભાગલપુર અને બાંકા જિલ્લા, દક્ષિણે બાંકા અને…

વધુ વાંચો >

મુંદ્રા

મુંદ્રા (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મહત્ત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 22 5´ ઉ. અ. અને 59 56´ પૂ. રે. પર સ્થિત છે.  તેનો વિસ્તાર આશરે 1098 ચો.કિમી. છે. તેની ઉત્તરે ભુજ, પૂર્વમાં અંજાર, દક્ષિણે કચ્છનો અખાત અને પશ્ચિમે માંડવી તાલુકાઓ આવેલા છે.…

વધુ વાંચો >

મુંબઈ (શહેર)

મુંબઈ (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે. શહેરની ઉત્તરે મુંબઈ જિલ્લો અને બાકીની ત્રણેય દિશાઓમાં અરબી સમુદ્ર આવેલો છે. કોંકણપટ્ટીના સમુદ્રકિનારે આવેલા મૂળ સાત ટાપુઓના સમૂહને સાંકળી લઈને આ શહેરનું નિર્માણ કરવામાં…

વધુ વાંચો >

મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ)

મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ) (જિલ્લો – પરાવિસ્તાર સહિત) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.ની આજુબાજુનો 534 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. મહારાષ્ટ્ર રાજ્યનો તે નાનામાં નાનો જિલ્લો હોવા છતાં વસ્તીની ર્દષ્ટિએ પ્રથમ ક્રમે…

વધુ વાંચો >

મૃત્યુદર

મૃત્યુદર (mortality rate) : દર 1,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન થયેલાં મૃત્યુનું પ્રમાણ. જન્મ પછી કોઈ પણ સમયે જીવનનાં બધાં જ લક્ષણો અર્દશ્ય થઈ જાય તેને મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુપ્રમાણના આંકડા જન્મ-મરણની નોંધણીપદ્ધતિ દ્વારા મેળવાય છે. દુનિયાના મોટાભાગના દેશો જન્મ-મરણની નોંધણી અંગે દુર્લક્ષ સેવે છે. આથી મૃત્યુપ્રમાણના આંકડા…

વધુ વાંચો >

મેઇન (Maine)

મેઇન (Maine) : યુ.એસ.ના ઈશાન કોણમાં આવેલા ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગનાં છ રાજ્યો પૈકીનું સૌથી મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 43°થી 47° 30´ ઉ. અ. અને 67°થી 71° પ. રે. વચ્ચેનો 91,646 ચોકિમી. (કિનારાની અંદરના 5,811 ચોકિમી. જળવિસ્તાર સહિત) જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગના…

વધુ વાંચો >

મૅકકિન્લી

મૅકકિન્લી : ઉત્તર અમેરિકા ખંડમાં દક્ષિણ-મધ્ય અલાસ્કાની અલાસ્કા હારમાળાના મધ્યભાગમાં આવેલું પર્વતશિખર. ભૌગોલિક સ્થાન : 63° 30´ ઉ. અ. અને 151° 00´ પ. રે. ઉત્તર ધ્રુવવૃત્ત તેની નજીક ઉત્તરમાંથી પસાર થાય છે. અલાસ્કા હારમાળાનું તે સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 6,194 મીટર જેટલી છે. અકરેજથી ઉત્તર-વાયવ્ય તરફ આ પર્વત તેના…

વધુ વાંચો >

મૅકમર્ડો ઉપસાગર

મૅકમર્ડો ઉપસાગર : ઍન્ટાર્ક્ટિકા નજીક આવેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : 70°થી 80° દ. અ. અને 160°થી 170° પૂ. રે. વચ્ચે તે આવેલો છે. રૉસ ટાપુની પશ્ચિમે અને વિક્ટોરિયા લૅન્ડની પૂર્વ તરફ આવેલી રૉસ હિમછાજલીની ધાર પર આવેલા રૉસ સમુદ્રનું તે વિસ્તરણ છે. આ ઉપસાગરની લંબાઈ 148 કિમી. અને પહોળાઈ 48…

વધુ વાંચો >

મૅકમેહૉન રેખા

મૅકમેહૉન રેખા : ભારતની ઉત્તર-પૂર્વ(ઈશાન)માં આશરે 1,500 કિમી.ની સરહદ દર્શાવતી રેખા. ઈ. સ. 1914માં ભરવામાં આવેલી સિમલા પરિષદમાં બ્રિટન, ચીન અને તિબેટના પ્રતિનિધિઓએ ભારતની ઈશાન દિશામાં આવેલ સીમાની રેખા નક્કી કરી હતી. 1640માં મૉંગોલોએ દલાઈ લામાને તિબેટનો હક્ક આપ્યો હતો. ત્યારબાદ મંચુઓએ ચીન અને તિબેટ પર પ્રભુત્વ સ્થાપ્યું. તિબેટ ભારતની…

વધુ વાંચો >

મૅકિન્ડર, હૅલફર્ડ જૉન (સર)

મૅકિન્ડર, હૅલફર્ડ જૉન (સર) (જ. 15 ફેબ્રુઆરી 1861,  ગેઇન્સબરો, લિંકનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 માર્ચ 1947, પાર્કસ્ટન, ડૉરસેટશાયર) : વૈશ્વિક ભૂરાજકીય સંકલ્પના માટે જાણીતા બ્રિટિશ ભૂગોળવેત્તા અને કેળવણીકાર. તેઓ સ્કૉટિશવંશી એક ડૉક્ટરના પુત્ર હતા. તેમને બાળપણથી જ ગ્રામીણ વિસ્તારોના પ્રાકૃતિક ઇતિહાસની જાણકારી મેળવવાનો અને વિક્ટોરિયન યુગના પ્રવાસીઓનાં વર્ણનો વાંચવાનો અનહદ શોખ…

વધુ વાંચો >