Geography
મિસિસિપી (નદી)
મિસિસિપી (નદી) : દુનિયામાં સૌથી મોટી–લાંબી ગણાતી નદીઓ પૈકીની ત્રીજા ક્રમે આવતી યુ.એસ.ની નદી. આ નદી મિનેસોટા રાજ્યના ઇટાસ્કા (Itasca) સરોવરમાંથી એક નાનકડા વહેળા રૂપે નીકળે છે, યુ.એસ.ના સમગ્ર ઉત્તર-દક્ષિણ વિસ્તારને પસાર કરી છેવટે તે મૅક્સિકોના અખાતને મળે છે. મૂળથી મુખ સુધીની તેના પ્રવહનપથની લંબાઈ 3,766 કિમી. છે. દર સેકંડે…
વધુ વાંચો >મિસિસિપી (રાજ્ય)
મિસિસિપી (રાજ્ય) : દક્ષિણ યુ.એસ.માં મેક્સિકોના અખાત પર આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 33° 26´ ઉ. અ. અને 88° 47´ પ. રે.ની આજુબાજુનો (30°થી 35° ઉ. અ. અને 88°થી 92° પ. રે. વચ્ચેનો) 1,23,515 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વમાં આલાબામા, દક્ષિણે મેક્સિકોનો અખાત અને…
વધુ વાંચો >મિસુરી (રાજ્ય)
મિસુરી (રાજ્ય) : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્યભાગમાં આવેલું ઔદ્યોગિક તથા ખેતીપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 38° 30´ ઉ. અ. અને 93° 30´ પ. રે. ની આજુબાજુનો 1,80,515 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આયોવા, પૂર્વમાં ઇલિનૉય, અગ્નિકોણમાં કૅન્ટકી અને ટેનેસીના ભાગો, દક્ષિણે આર્કાન્સાસ, નૈર્ઋત્યમાં ઓક્લાહોમા તથા પશ્ચિમે કાન્સાસ…
વધુ વાંચો >મીઠાપુર
મીઠાપુર : જામનગર જિલ્લાના ઓખામંડલ તાલુકાનું એક શહેર. આ શહેર 22° 27´ ઉ. અ. અને 69° 00´ પૂ. રે. પર આવેલું છે. ઓખામંડલ તાલુકાના મેદાની વિસ્તારમાં વસેલું આ શહેર પ્રમાણમાં સૂકી આબોહવા ધરાવે છે. જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન 26° સે. અને લઘુતમ તાપમાન 11° સે. રહે છે; જ્યારે જૂન…
વધુ વાંચો >મીરજ
મીરજ : મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 16° 50´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે. પર આવેલો છે. ભૂપૃષ્ઠ : દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વિભાગમાં આ તાલુકો આવેલો હોવાથી અહીં સહ્યાદ્રિ હારમાળાના ખડકો જોવા મળે છે. કૃષ્ણા નદી આ તાલુકામાંથી વહેતી હોવાથી તેના…
વધુ વાંચો >મુક્તસર
મુક્તસર : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 20´ ઉ. અ. અને 74° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2,596.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફીરોજપુર અને ફરીદકોટ, ઈશાન અને પૂર્વમાં ફરીદકોટ અને બથિંડા, દક્ષિણમાં હરિયાણાનો સિરસા અને…
વધુ વાંચો >મુઝફ્ફરનગર
મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 11´થી 29° 45´ ઉ. અ. અને 77° 03´થી 78° 07´ પૂ, રે. વચ્ચેનો 4,008 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સહરાનપુર, પૂર્વમાં બિજનોર, અગ્નિ તરફ હરદ્વાર, દક્ષિણે મેરઠ…
વધુ વાંચો >મુઝફ્ફરપુર
મુઝફ્ફરપુર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 00´ ઉ. અ. અને 85° 20´ પૂ. રે.ની આજુબાજુનો 3,172 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્વ ચંપારણ, શેઓહર અને સીતામઢી જિલ્લા, પૂર્વમાં દરભંગા જિલ્લો, અગ્નિ તરફ સમસ્તીપુર જિલ્લો, દક્ષિણે…
વધુ વાંચો >મુઝફ્ફરાબાદ (જિલ્લો)
મુઝફ્ફરાબાદ (જિલ્લો) : પાકિસ્તાન હસ્તક રહેલા કાશ્મીરના દસ જિલ્લાઓમાનો એક. ભૌગોલિક સ્થાન : 34 19´ ઉ. અ. અને 73 39´ પૂ. રે.ની આસપાસ આવેલો છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ જેલમ અને નિલમ છે. આ સિવાય અન્ય શાખા નદીઓ પણ વહે છે. મોટે ભાગે તે સમુદ્રસપાટીથી 700થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. પાકિસ્તાને…
વધુ વાંચો >મુન્નાર
મુન્નાર : કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લાનું જાણીતું પ્રવાસધામ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 10´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે કોચીનથી પૂર્વમાં આશરે 130 કિમી. દૂર આવેલું છે. ભૂપૃષ્ઠ–આબોહવા : કાર્ડેમમ પર્વતીય હારમાળાના ખીણભાગમાં આવેલો આ વિસ્તાર કન્નન દેવન હિલ્સના નામથી જાણીતો છે. 2,300 મીટર કરતાં વધુ ઊંચાઈએ…
વધુ વાંચો >