Geography

બોગોટા

બોગોટા : દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 40´ ઉ. અ. અને 74° 0´ પ. રે. તે મધ્ય કોલંબિયામાંથી પસાર થતી ઍન્ડીઝ પર્વતમાળાના ઉચ્ચપ્રદેશ પર આશરે 2,640 મીટરની ઊંચાઈએ આવેલું છે. આજુબાજુ પથરાયેલા ઉગ્ર ઢોળાવવાળા પર્વતો શહેરને રક્ષણ આપે છે તેમજ અનેરું પ્રાકૃતિક…

વધુ વાંચો >

બોટાદ

બોટાદ : ભાવનગર જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22o 13´ ઉ. અ. અને 71o 41´ પૂ. રે.ની આજુબાજુનો 749.14 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અગાઉના વખતમાં તે ભૂતપૂર્વ ભાવનગર રાજ્યનો મહાલ અને તેનું મથક હતું. તેની ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો,…

વધુ વાંચો >

બોટાની બે

બોટાની બે : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પૂર્વ કિનારે સિડનીથી દક્ષિણે 8થી 10 કિમી. અંતરે આવેલ પેસિફિક મહાસાગરનો ગોળાકાર ફાંટો. તેની ગોળાઈનો વ્યાસ 8 કિમી. જેટલો છે અને તેના પ્રવેશસ્થાન પર તે 1.6 કિમી. જેટલો પહોળો છે. અહીં જ્યૉર્જિસ નદીનું મુખ આવેલું છે. યુરોપિયનોના ઉતરાણનું આ પ્રથમ સ્થળ ગણાય…

વધુ વાંચો >

બોડેલી

બોડેલી : ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : 22o 16´ ઉ. અ. અને 73o 43´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી આશરે 80 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઓરસંગ નદી આ ગામ પાસેથી પસાર થાય છે. અહીં ચોખા છડવાની મિલ, દાળની અને તેલની મિલ, તેમજ ટાઇલ્સ અને બરફ…

વધુ વાંચો >

બોડોલૅન્ડ

બોડોલૅન્ડ : આસામ રાજ્યના ઉત્તર તરફના બોડો આદિવાસી વિસ્તારને આવરી લેતો પ્રદેશ. તે મુખ્યત્વે દારાંગ, નાવગાંવ, કામરૂપ, કોકરાઝાર અને ગોલપાડા જિલ્લાઓને આવરી લે છે અને તેનો કુલ વિસ્તાર આશરે 25,000 ચોકિમી. જેટલો થાય છે. આ વિસ્તારમાં ઐતિહાસિક ર્દષ્ટિએ મૉંગોલિયન મૂળના તથા તિબેટી-જર્મન ભાષાસમૂહ સાથે સંકળાયેલા બોડો આદિવાસીઓ વસે છે. તેમની…

વધુ વાંચો >

બોત્સવાના

બોત્સવાના : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં મધ્યમાં આવેલો દેશ. સત્તાવાર નામ બોત્સવાનાનું પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 17o 50´થી 27o 0´ દ. અ. અને 20# 00´થી 29# 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 5,81,730 ચોકિમી. જેટલું છે, ઉત્તર–દક્ષિણ અંતર 1,006 કિમી. અને પૂર્વ–પશ્ચિમ અંતર 950 કિમી. છે.…

વધુ વાંચો >

બોથનિયાનો અખાત

બોથનિયાનો અખાત : બાલ્ટિક સમુદ્રનું ઉત્તરતરફી વિસ્તરણ. પૂર્વમાં તે ફિનલૅન્ડને અને પશ્ચિમમાં સ્વીડનને અલગ પાડે છે. ઉત્તરમાં તે સ્વીડિશ બંદર હાપારેન્ડાથી દક્ષિણ તરફના ઍલૅન્ડ ટાપુઓ સુધી 640 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે. ઉત્તરમાં તેની પહોળાઈ 160 કિમી. અને દક્ષિણમાં 240 કિમી. જેટલી છે; પરંતુ મધ્યમાં તે સાંકડો છે અને માત્ર 80…

વધુ વાંચો >

બોધિગયા (બુદ્ધગયા)

બોધિગયા (બુદ્ધગયા) : બિહાર રાજ્યના ગયા જિલ્લાનું ગામ અને પવિત્ર સ્થાનક. ભૌગોલિક સ્થાન : તે 24o 42´ ઉ. અ. અને 84o 59´ પૂ. રે. પ્રાચીન કાળમાં નિરંજના (હાલમાં ફલ્ગુ) નામે ઓળખાતી નદીના કાંઠે આવેલા આ સ્થળે બોધિવૃક્ષની નીચે ભગવાન ગૌતમ બુદ્ધને સંબોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ વૃક્ષ 2,600 વર્ષથી આજે…

વધુ વાંચો >

બૉન

બૉન (Bonn) : જર્મનીનાં મહત્વનાં શહેરો પૈકીનું એક. 1990 પહેલાંના પશ્ચિમ જર્મની(જર્મન ફેડરલ રિપબ્લિક)નું પાટનગર. 1991માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થતાં અને બર્લિન પાટનગર તરીકે સ્વીકારાતાં, બૉન એક વહીવટી કેન્દ્ર તરીકે હવે જાણીતું બન્યું છે. ભૌગોલિક સ્થાન : તે 30o 52’ ઉ. અ. અને 7o 02’ પૂ. રે. પર…

વધુ વાંચો >

બોબીલી

બોબીલી : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન કોણમાં વિઝિયાનાગ્રામ જિલ્લામાં ઓવેલું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 32´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે. પર ઓરિસા રાજ્યની દક્ષિણ સરહદની નજીક આવેલું છે. આ તાલુકાનો વિસ્તાર 465 ચોકિમી. જેટલો છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : દક્ષિણ ભારતના પૂર્વભાગમાં આ પ્રદેશ પર્વતીય હારમાળામાં આવેલો છે. તેની…

વધુ વાંચો >