Geography
બુરુન્ડી
બુરુન્ડી : આફ્રિકામાં આવેલો અતિગીચ વસ્તી ધરાવતો નાનામાં નાનો દેશ. ભૌગોલિક સ્થાન : 3° 15´ દ. અ. અને 30° 00´ પૂ. રે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 241 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 217 કિમી. તથા કુલ વિસ્તાર 27,834 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે રુઆન્ડા, પૂર્વમાં તાન્ઝાનિયા, દક્ષિણ અને નૈર્ઋત્યમાં ટાંગાનિકા…
વધુ વાંચો >બુર્કીના ફાસો
બુર્કીના ફાસો : પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ. પશ્ચિમ આફ્રિકાના ઍટલાન્ટિક મહાસાગર તરફના ગોળાઈવાળા ભાગમાં કિનારાથી આશરે 970 કિમી. પૂર્વ તરફ આ દેશ આવેલો છે. અગાઉ તે ‘અપર વૉલ્ટા’ નામથી ઓળખાતો હતો. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 845 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 644 કિમી. જેટલું છે. તે 13° 00´ ઉ. અ.…
વધુ વાંચો >બુલંદશહર
બુલંદશહર : ઉત્તરપ્રદેશ રાજ્યમાં તેની પશ્ચિમ સરહદ પર મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´ ઉ. અ. અને 77° 55´ પૂ. રે.ની આજુબાજુનો 4,353 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ અંતર અનુક્રમે 56 કિમી. અને 88…
વધુ વાંચો >બુલ્દાણા
બુલ્દાણા : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 19° 51´ થી 21° 17´ ઉ. અ. અને 75° 57´થી 76° 50´ પૂ. રે. વચ્ચેનો 9,661 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મધ્યપ્રદેશનો પૂર્વ નિમાડ જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્રનો અકોલા, દક્ષિણે પરભણી…
વધુ વાંચો >બુશ, લિયૉપૉલ્ડ, બૅરૉન ફૉન
બુશ, લિયૉપૉલ્ડ, બૅરૉન ફૉન (Buch, Leopold, Baron Von) (જ. 26 એપ્રિલ 1774, એંગરમુંડી, પ્રશિયા; અ. 4 માર્ચ 1853, બર્લિન, પશ્ચિમ જર્મની) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવેત્તા. યુરોપભરમાં તેમનાં અન્વેષણો જાણીતાં બનવાથી તેઓ જર્મનીના એક પ્રખર ભૂસ્તરશાસ્ત્રી તરીકે પંકાયા. 1790થી 1793 સુધી તે વખતે ખ્યાતનામ બનેલા અબ્રાહમ ગોટલોબ વર્નરના હાથ નીચે ફ્રાયબર્ગમાં…
વધુ વાંચો >બુંદી
બુંદી : રાજસ્થાનના અગ્નિ ખૂણામાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24° 59´ 11´´થી 25° 53´ 11´´ ઉ. અ. અને 75° 19´ 30´´થી 76° 19´ 30´´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,550 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર અનિયમિત સમલંબચોરસ જેવો છે. તેની ઉત્તરે ટૉક જિલ્લો; ઈશાન, પૂર્વ અને…
વધુ વાંચો >બૂલવાયો
બૂલવાયો : ઝિમ્બાબ્વે(આફ્રિકા)નું મહત્વનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 20° 09´ દ. અ. અને 28° 36´ પૂ. રે. ઝિમ્બાબ્વેના પાટનગર હરારે પછીના બીજા ક્રમે આવતું તે દેશનું મોટું શહેર. નૈર્ઋત્ય ઝિમ્બાબ્વેમાં મત્શ્યુમલોપ નદી પર તે વસેલું છે. ઓગણીસમી સદીના મધ્યકાળમાં અહીંના નિવાસીઓએ જાણીતી અને આગળ પડતી વ્યક્તિ ડેબેલે(Ndebele)ને આજના બૂલવાયો…
વધુ વાંચો >બૅક્ટ્રિયા
બૅક્ટ્રિયા : મધ્ય એશિયાનો પ્રાચીન દેશ. એશિયામાં હિંદુકુશ પર્વતમાળા અને અમુદરિયા (ઓક્ષસ) નદી વચ્ચેના પ્રદેશમાં તે આવેલો છે. હાલના અફઘાનિસ્તાનનો થોડો ભાગ અને ઉઝબેકિસ્તાનના પ્રદેશોનો એ બનેલો હતો. તેની ઉત્તર તરફ સોઘડિયાના, પૂર્વ અને દક્ષિણ તરફ હિન્દુકુશ પર્વતો તથા પશ્ચિમે આરાકોસિયા અને અરિયાની સીમાઓ આવેલી છે. તેનો કુલ વિસ્તાર અફઘાનિસ્તાનના…
વધુ વાંચો >બેગુસરાઈ
બેગુસરાઈ : બિહાર રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન: તે 25° 25’ ઉ. અ. અને 86° 08’ પૂ. રે.ની આજુબાજુનો 1,918 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં સમસ્તીપુર જિલ્લો, ઈશાનમાં ખગારિયા જિલ્લાનો થોડો ભાગ, પૂર્વમાં ખગારિયા જિલ્લો, દક્ષિણમાં લખીસરાઈ, મુંગેર અને…
વધુ વાંચો >બેજિન્ગ (પેકિંગ)
બેજિન્ગ (પેકિંગ) : ચીનનું પાટનગર તથા શાંગહાઈ પછી દેશમાં બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 55´ ઉ. અ. તથા 116° 25´ પૂ. રે. તે પેકિંગ નામથી પણ ઓળખાય છે. ઝિલી અથવા પો હે અથવા બોના અખાતથી અંદરના ભૂમિભાગમાં આશરે 160 કિમી.ને અંતરે ઉત્તર ચીનના મેદાની વિસ્તારમાં…
વધુ વાંચો >