Geography

ફુનાફુટી ઍટૉલ

ફુનાફુટી ઍટૉલ : મધ્ય પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા નાનકડા ટાપુદેશ તુવાલુનું પાટનગર. ભૌ. સ્થાન : 8° 31´ દ .અ. અને 179° 13´ પૂ. રે. તે દુનિયાભરમાં નાનામાં નાનું અને ઓછામાં ઓછું જાણીતું પાટનગર છે. તે બંદર છે તેમજ ટાપુઓનું વહીવટી મથક પણ છે. તેનો કુલ વિસ્તાર માત્ર 280 હેક્ટર…

વધુ વાંચો >

ફુન્તશોલિંગ

ફુન્તશોલિંગ : ભુતાનમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 26° 53’ ઉ. અ. અને 89° 23’ પૂ. રે. ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી રૈડક અને ઍમો નદીઓની વચ્ચે સરખા અંતરે તે ભુતાન અને પશ્ચિમ બંગાળની સરહદે આવેલું છે. ભારતમાંથી ભુતાનમાં પ્રવેશ માટેનું પ્રવેશ-ચકાસણી નાકુ ફુન્તશોલિંગ ખાતે આવેલું છે. ભુતાનનું પાટનગર થિમ્ફુ અને…

વધુ વાંચો >

ફુશુન

ફુશુન : ઈશાન ચીનમાં આવેલા મંચુરિયાનું એક શહેર. ભૌગોલિક સ્થાન : 41° 52´ ઉ. અ. અને 123° 53´ પૂ. રે. તે લિયાઓનિંગ પ્રાંતના શેનયાંગ(મુકડેન)થી પૂર્વમાં 45 કિમી. દૂર હુન (ઝુન) નદી પર આવેલું છે. આ શહેરના વિકાસમાં રશિયા અને જાપાનનું મહત્વનું યોગદાન રહેલું છે. તે તેનાં કોલસા-ક્ષેત્રો માટે ચીનમાં તેમજ…

વધુ વાંચો >

ફુંડીનો ઉપસાગર

ફુંડીનો ઉપસાગર : કૅનેડાના ન્યૂ બ્રન્સવિક અને નોવા સ્કોશિયા પ્રદેશોને અલગ પાડતો ઉપસાગર. ઉત્તર આટલાંટિક મહાસાગરનો તે નાનકડો ફાંટો છે. આ ઉપસાગર તેના મુખપ્રદેશ પાસે આશરે 100 કિમી. જેટલો પહોળો છે. તેની લંબાઈ 240 કિમી. જેટલી છે. ઈશાન-ભાગમાં તે બે ફાંટામાં વિભાજિત થાય છે, ઉત્તર ફાંટો ચિગ્નેટો ઉપસાગર અને પૂર્વ…

વધુ વાંચો >

ફૂલબાની

ફૂલબાની : ઓરિસા રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જિલ્લાના બૌધ ખોંડમાલ પેટાવિભાગનું વડું મથક તથા એ જ નામ ધરાવતું નગર. અગાઉના આંગુલ જિલ્લાનું પણ તે મુખ્ય મથક હતું. 1993ના નવેમ્બરની 12મી તારીખે ફૂલબાની (બૌધ ખોંડમાલ) જિલ્લાની નવેસરથી રચના કરવામાં આવેલી છે. ભૌ. સ્થાન : તે 20° 30´ ઉ.અ. અને 84°…

વધુ વાંચો >

ફેઝ (ફેસ)

ફેઝ (ફેસ) : ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશમાં પરંપરાગત ચાલી આવતી ચાર રાજધાનીઓ પૈકી ફેઝ પ્રાંતની રાજધાનીનું શહેર. તે ઇસ્લામ સંસ્કૃતિનું ધાર્મિક કેન્દ્ર છે. તે રબાતથી પૂર્વમાં 150 કિમી. અંતરે સેબુ નદીને મળતી ફેઝ નદીને કાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 34° 05´ ઉ. અ. અને 4° 57´ પ. રે. આ…

વધુ વાંચો >

ફૈઝલાબાદ

ફૈઝલાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા વિભાગમાં આવેલો જિલ્લો (ક્ષેત્રફળ : 9,106 ચોકિમી.) અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વડું મથક તથા શહેર. 1979 સુધી તે લ્યાલપુર નામથી ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન : 31° 30´ ઉ. અ. અને 73° 04´ પૂ. રે. ચિનાબ અને રાવી નદીઓના સંગમસ્થાનથી ઉપરવાસમાં રચાતા રેચના…

વધુ વાંચો >

ફૈઝાબાદ (1)

ફૈઝાબાદ (1) : ઉત્તરપ્રદેશના પૂર્વભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 47´ ઉ. અ. અને 82° 10´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 2075.5 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરમાં ગોન્ડા અને બસ્તી જિલ્લા, ઈશાનમાં ગોરખપુર, પૂર્વમાં અકબરપુર, અગ્નિ અને દક્ષિણમાં આઝમગઢ અને સુલતાનપુર તથા…

વધુ વાંચો >

ફૈઝાબાદ (2)

ફૈઝાબાદ (2) : ઈશાન અફઘાનિસ્તાનમાં કોકચેહ નદી પર 1,200 મીટરની ઊંચાઈ પર આવેલું બદખશાનનું પાટનગર. ભૌ. સ્થાન : 37° 10´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે.. શિયાળામાં ત્યાં થતી વધુ પડતી હિમવર્ષાથી ક્યારેક તે આજુબાજુના ભાગોથી અલગ પડી જાય છે, પરંતુ ઉનાળા ખુશનુમા રહે છે. થોડીક જગાઓમાં ખેતી થાય…

વધુ વાંચો >

ફૉકલૅન્ડ

ફૉકલૅન્ડ : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલો બ્રિટન-શાસિત ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 52° 0´ દ. અ. અને 60° 0´ પ. રે.ની આજુબાજુ આ ટાપુસમૂહ વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાને દક્ષિણ છેડે આવેલી હૉર્નની ભૂશિરથી ઈશાનમાં 640 કિમી. અને મેગેલનની સામુદ્રધુનીથી પૂર્વમાં આશરે 500 કિમી. અંતરે તે આવેલો છે. આ ટાપુસમૂહમાં બે મુખ્ય…

વધુ વાંચો >