Geography

પૉંડિચેરી (પુદુચેરી)

પૉંડિચેરી (પુદુચેરી) : દક્ષિણ ભારતના પૂર્વ કિનારે બંગાળના ઉપસાગર પર આવેલો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ અને તેનું પાટનગર. આ કેન્દ્રશાસિત પ્રદેશ 4 જિલ્લાઓ, 15 તાલુકાઓ અને 295 ગામોમાં વહેંચાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 492 ચોકિમી. જેટલું છે અને કુલ વસ્તી 9,19,000 (2024) જેટલી છે. પૉંડિચેરી નામ ‘પુટુ’ (Putu) એટલે નવું અને…

વધુ વાંચો >

પ્યોંગયાંગ (Pyongyang)

પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…

વધુ વાંચો >

પ્રકાશમ્

પ્રકાશમ્ : આંધ્ર રાજ્યમાં આવેલો જિલ્લો. તેની ઉત્તરે અને ઈશાનમાં ગુંટુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણે નેલોર જિલ્લો, નૈર્ઋત્યમાં કડાપ્પા જિલ્લો, પશ્ચિમે કર્નુલ જિલ્લો તથા વાયવ્યમાં મહેબૂબનગર જિલ્લો આવેલા છે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,626 ચોકિમી. જેટલો છે. કિનારાથી અંદર તરફનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની વિભાગથી બનેલું છે, કિનારાથી પશ્ચિમ તરફ પૂર્વ…

વધુ વાંચો >

પ્રતાપગઢ (1)

પ્રતાપગઢ (1) : ઉત્તરપ્રદેશ રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 34´થી 26 11´ ઉ. અ. અને 81 19´ પૂ. રે. થી 82 27  પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુલતાનપુર જિલ્લો, દક્ષિણે અલાહાબાદ જિલ્લો, પૂર્વે જોનપુર જિલ્લો અને પશ્ચિમે ફત્તેહપુર તેમજ વાયવ્યે રાયબરેલી જિલ્લા તેમજ  નૈર્ઋત્યે ગંગા નદી…

વધુ વાંચો >

પ્રતાપગઢ (2)

પ્રતાપગઢ (2) : રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં આવેલું એક નગર. ભૌ. સ્થાન : 24° 02´ ઉ. અ. અને 74° 47´ પૂ. રે. તે ચિતોડગઢથી દક્ષિણે, બાંસવાડા તેમજ ડુંગરપુરથી ઈશાનમાં તથા મંદસોર(મ.પ્ર.)થી પશ્ચિમમાં આવેલું છે. 15મી સદીમાં સ્થપાયેલા પ્રતાપગઢના દેશી રજવાડાનું તે મુખ્ય વહીવટી મથક હતું. 1689માં નગર તરીકે તે જાણીતું બનેલું…

વધુ વાંચો >

પ્રયાગ

પ્રયાગ : જુઓ અલ્લાહાબાદ

વધુ વાંચો >

પ્રવાસનભૂગોળ

પ્રવાસનભૂગોળ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રવાસન-ભૂગોળનું ક્ષેત્ર મુખ્યત્વે લાંબીટૂંકી રજાઓના ઉદ્યોગ પર કેન્દ્રિત થયું છે. ઘરની બહાર મળતાં મનોરંજનના સંદર્ભમાં પર્યટન અંગેના અભ્યાસો ઘરઆંગણે થવા લાગ્યા છે. પ્રવાસનના ફેલાવા સાથે જુદાં જુદાં પાસાંઓને અનુલક્ષીને ભૂગોળશાસ્ત્રીઓએ આ ક્ષેત્રને ખેડવા માંડ્યું છે. આમાં લોકો દ્વારા વિવિધ દેશોમાં થતું સ્થળાંતર, વાહનવ્યવહારમાં સાધનોનો…

વધુ વાંચો >

પ્રશાંત (પેસિફિક) મહાસાગર

પ્રશાંત (પેસિફિક) મહાસાગર : પૃથ્વીની સપાટીના 1⁄3 ભાગને આવરી લેતો સૌથી વિશાળ મહાસાગર. વિશાળતામાં તે આટલાન્ટિક મહાસાગરથી બમણો છે. પૃથ્વી પરના બધા જ ખંડોને જો તેમાં ગોઠવી દેવામાં આવે તોપણ એશિયા ખંડના કદ જેવડા બીજા એક વધુ ખંડનો તેમાં સમાવેશ થઈ જાય. ફર્ડિનાન્ડ મેગેલન નામના સાગરસફરીએ તેની વિશાળતા અને તત્કાલીન…

વધુ વાંચો >

પ્રાગ

પ્રાગ : મધ્ય યુરોપના ચેક પ્રજાસત્તાક રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌ. સ્થાન : 50° 05´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે. આ શહેર એલ્બે (હવે લેબે) નદીની ઉપનદી વલટાવા(vltava)ના બંને કાંઠા પર 290.7 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું છે. પ્રાગ યુરોપની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર અને વિદ્યાધામ…

વધુ વાંચો >

પ્રાચીન આબોહવાશાસ્ત્ર (Palaeoclimatology)

પ્રાચીન આબોહવાશાસ્ત્ર (Palaeoclimatology) : ભૂસ્તરીય અતીતમાં જુદા જુદા કાળગાળાઓ દરમિયાન પૃથ્વીના પટ પર પ્રવર્તેલી આબોહવાનો અભ્યાસ. જે રીતે આજે પ્રવર્તતા હવામાન અને આબોહવાનો ખ્યાલ આપણે તાપમાપકો, ભેજમાપકો, વર્ષામાપકો અને વાયુભારમાપકો જેવાં સાધનો દ્વારા તેમજ ઉપગ્રહ આધારિત વાદળોની તસવીરો, નકશાઓ, આંકડાઓ અને કમ્પ્યૂટર દ્વારા મેળવી શકીએ છીએ તે રીતે ભૂસ્તરીય અતીતની…

વધુ વાંચો >