Geography

પિટ્સબર્ગ (કૅલિફૉર્નિયા)

પિટ્સબર્ગ (કૅલિફૉર્નિયા) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું ઔદ્યોગિક શહેર તથા ઊંડાં જળ ધરાવતું બારું. ભૌ. સ્થાન : 38o 01′ ઉ. અ. અને 121o 53′ પ. રે. તે સાન ફ્રાન્સિસ્કો ઉપસાગરના ભાગરૂપ સ્યુસન ઉપસાગરના કિનારા પર સૅક્રેમેન્ટો અને સાન વૉકીન નદીઓના સંગમ પર આવેલું છે. 1849માં જનરલ ટેકમસેહ શરમને તે વસાવેલું.…

વધુ વાંચો >

પિઠોરાગઢ

પિઠોરાગઢ : ઉત્તરાખંડના 13 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 29 58´ ઉ. અ. અને 80 22´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે સૌર ખીણ(Saur Vally)ના લગભગ પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ ખીણ લગભગ 50 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલી છે. આ જિલ્લાનો સમાવેશ કુમાઉં મહેસૂલી વિભાગમાં આવે છે, જે નૈનિતાલથી ઈશાને…

વધુ વાંચો >

પિંડારક

પિંડારક : ગુજરાતનું પ્રાચીન તીર્થધામ અને લઘુ બંદર. તે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આજના દ્વારકા નગરથી 28 કિમી. દૂર આવેલ છે. કચ્છના અખાતના પ્રવેશદ્વાર નજીક આવેલા શંખોદ્ધર બેટની બરોબર સામે આવેલ આ તીર્થધામ તાલુકામથક કલ્યાણપુરથી 26 કિમી. દૂર 22o 15′ ઉ. અ. અને 69o 15′…

વધુ વાંચો >

પીટરમેરિટ્ઝબર્ગ

પીટરમેરિટ્ઝબર્ગ : દક્ષિણ આફ્રિકાના નાતાલ વિભાગનું પાટનગર. ભૌ. સ્થાન : 29o  37′ દ. અ. અને 30o  16′ પૂ. રે. ડર્બનથી પશ્ચિમ તરફ આશરે 64 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં, વૃક્ષ-આચ્છાદિત ભેખડો(escarpments)ની તળેટીમાં આવેલી ઉમસિંદુસી નદીખીણમાં તે વસેલું છે. 1839માં કેપ કૉલોનીના બોઅર લોકોએ ઝુલુઓ પર વિજય મેળવેલો તેની ખુશાલીમાં બ્લડ નદી…

વધુ વાંચો >

પીપાવાવ

પીપાવાવ : ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં ઝોલાપુરી નદીના મુખ પર આવેલું બંદર. તે અરબી સમુદ્રને કિનારે મોટા પટની ખાડી પર આવેલું છે. ભૌ. સ્થાન : 20o 58′ ઉ.અ. અને 71o 33′ પૂ.રે. આ બંદર મુંબઈ અને કંડલા વચ્ચે પ્રમુખ બંદર બની શકે એવી કુદરતી બારાની તમામ પરિસ્થિતિ ધરાવે છે. તે…

વધુ વાંચો >

પીરમ ટાપુ

પીરમ ટાપુ : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના પૂર્વ છેડા પર ભાવનગર નજીક આવેલો ટાપુ. તે ઘોઘાથી દક્ષિણે 7 કિમી.ને અંતરે, પરંતુ કિનારાથી સીધેસીધા 4 કિમી.ને અંતરે, 21o 35′ ઉત્તર અક્ષાંશ અને 72o 34′ પૂર્વ રેખાંશ પર ખંભાતના અખાતમાં આવેલો છે. તે આમલીના કાતરા આકારનો 2.5 કિમી. લાંબો અને 800 મીટર પહોળો છે.…

વધુ વાંચો >

પીરેનીસ પર્વતમાળા

પીરેનીસ પર્વતમાળા : નૈર્ઋત્ય યુરોપમાં ફ્રાન્સ અને સ્પેન વચ્ચે (લગભગ 2o પ. રે.થી 3o પૂ. રે.) પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તરેલી પર્વતમાળા. પશ્ચિમે આટલાન્ટિક મહાસાગરના બિસ્કે ઉપસાગરને પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર સાથે જોડતા ભૂમિપ્રદેશ પર તે એક અવરોધક દીવાલ રૂપે ઊંચકાઈ આવેલી છે  અને નૈર્ઋત્ય યુરોપ માટે વિશાળ ભૂમિ-આકાર રચે છે. તેને પરિણામે…

વધુ વાંચો >

પીલીભીત

પીલીભીત : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે 28o 6’થી  28o 53′ ઉ. અ. અને 79o 37’થી 80o 27′ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 3,502 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની પૂર્વમાં લખીમપુર (ખેરી) જિલ્લો, દક્ષિણમાં શાહજહાંપુર જિલ્લા, પશ્ચિમે બરેલી જિલ્લો, ઉત્તરમાં નૈનીતાલ જિલ્લો તથા ઈશાન તરફ નેપાળ…

વધુ વાંચો >

પીસા

પીસા : મધ્ય ઇટાલીમાં આર્નો નદીના ઉત્તરકાંઠે આવેલું નગર. ઈ. પૂ. 180 પછી પીસામાં રોમનોની વસાહત સ્થપાઈ હતી. દસમી સદીમાં ટસ્કની પ્રાંતના મોટા શહેર તરીકે તે પ્રસિદ્ધ હતું. તેરમી સદીના અંતમાં અહીં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 1348માં અહીં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ઘણો વિનાશ થયો હતો. 1406માં ફ્લૉરેન્સની આણ નીચે…

વધુ વાંચો >

પીળો સમુદ્ર

પીળો સમુદ્ર : ચીન અને કોરિયા વચ્ચે આવેલો વાયવ્ય પૅસિફિક મહાસાગરનો દરિયાઈ વિભાગ. તેની ઉત્તરે અને પશ્ચિમે ચીન તથા તેની પૂર્વે કોરિયા દ્વીપકલ્પ આવેલો છે. તેની લંબાઈ 800 કિમી., પહોળાઈ 700 કિમી. અને ઊંડાઈ 91 મીટર જેટલી છે તથા તેનું કુલ ક્ષેત્રફળ આશરે 4,04,000 ચોકિમી. જેટલું છે. હુઆંગ હો નદી…

વધુ વાંચો >