Geography

પાતુઆખાલી

પાતુઆખાલી : બાંગ્લાદેશના ખુલના વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાની ઉત્તર અને પૂર્વમાં બરીસાલ (બાકરગંજ) જિલ્લો, દક્ષિણે બંગાળાનો ઉપસાગર, નૈર્ઋત્યમાં ખુલના જિલ્લો આવેલા છે. આ જિલ્લાનો વિસ્તાર 4,338 ચોકિમી. જેટલો છે. આખોય વિસ્તાર હારીનઘાટા, બિશખાલી અને બુરીશ્વર નદીઓનાં પૂરનાં મેદાનોથી બનેલો હોવાથી તે હકીકતમાં…

વધુ વાંચો >

પાદરા

પાદરા : વડોદરા જિલ્લાનો તાલુકો અને તાલુકાનું વહીવટી મથક. તેની ઉત્તર સરહદે આણંદ જિલ્લો, પૂર્વે વડોદરા તાલુકો, અગ્નિએ કરજણ તાલુકો અને પશ્ચિમે ભરૂચ જિલ્લો આવેલો છે. તાલુકાનું ક્ષેત્રફળ 541.76 ચો. કિ. મી. જેટલું છે. 2011 મુજબ આ તાલુકાની વસ્તી 2,40,236 જેટલી છે. પાદરા નગર અને 82 ગામો છે. પાદરા નગર 22o…

વધુ વાંચો >

પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ)

પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ) : ભારતના લડાખ પ્રદેશમાં આવેલ ખારા પાણીનું સરોવર. તે લડાખના પાટનગર લેહની પૂર્વે 12૦ કિમી. અંતરે 33.45o ઉ. અ. અને 78.43o પૂ. રે. પર આવેલું છે. તેની કુલ લંબાઈ 147 કિમી. અને પહોળાઈ 5થી 7 કિમી. જેટલી છે. આ સરોવરનો  ભાગ ભારતની સીમામાં અને બાકીનો  ભાગ ચીનના…

વધુ વાંચો >

પાપુઆ ન્યૂ ગિની

પાપુઆ ન્યૂ ગિની : ઑસ્ટ્રેલિયાની ઉત્તરે પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા ટાપુસમૂહોથી બનેલું સ્વતંત્ર રાષ્ટ્ર. તે 0oથી દક્ષિણ 11o 40′ અક્ષાંશ, 130o પૂ.થી 160o પૂ. રે. વચ્ચે આવેલું છે. તે પાપુઆ ન્યૂ ગિનીમાં ન્યૂ ગિની ટાપુનો પૂર્વ તરફનો વિસ્તાર તથા બિસ્માર્ક લુસીઆડી અને દ – ઑન્ત્રેકાસ્ટા દ્વીપસમૂહો તેમજ સૉલોમન ટાપુઓના…

વધુ વાંચો >

પાબ્ના

પાબ્ના : બાંગ્લાદેશનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. 4,936 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો, ‘રાજશાહી’ વહીવટી વિભાગમાં આવેલો આ જિલ્લો પદ્મા (ગંગા નદીનો વિભાગ) અને જમુના (બ્રહ્મપુત્ર નદીનો વિભાગ) નદીના સંગમથી રચાતા ખૂણા પર વિસ્તરેલો છે. આ જિલ્લામાં ઘણી નદીઓ જાળ રૂપે ફેલાયેલી હોવાથી વર્ષાઋતુમાં અહીંનાં ઘણાં ગામો વચ્ચે…

વધુ વાંચો >

પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau)

પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau) : દુનિયાનો સૌથી વધુ ઊંચો ઉચ્ચસપાટપ્રદેશ. હિમાલય પર્વતમાળા અને હિન્દુકુશ, કારાકોરમ, ક્યુએન લુન, તિયેન શાન અને ટ્રાન્સ અલાઈ જેવી મધ્ય એશિયાની અન્ય ઊંચી હારમાળાઓને જોડતો પામિરનો મોટો વિસ્તાર જે ઉચ્ચસપાટપ્રદેશનું ભૂમિસ્વરૂપ છે તે ‘દુનિયાના છાપરા’ (roof of the world) તરીકે જગપ્રસિદ્ધ છે. ફારસી ભાષામાં `પામિર'(પા-ઈ-મીર)નો અર્થ…

વધુ વાંચો >

પારડી

પારડી : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો તાલુકો અને તાલુકા-મથક. આ તાલુકાની ઉત્તરે  વલસાડ તાલુકો, દક્ષિણે ઉમરગામ તાલુકો, નૈર્ઋત્યમાં દાદરા-નગરહવેલી, પૂર્વ તરફ ધરમપુર તાલુકો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 425.9 ચોકિમી. છે અને વસ્તી 28,495 છે (2011). સાક્ષરતાની ટકાવારી 80.7 છે. તાલુકાની મોટા ભાગની જમીન કાળી છે, તે…

વધુ વાંચો >

પારનેરા

પારનેરા : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલી ટેકરી અને તે જ નામ ધરાવતું ગામ. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વ ધરાવતી પારનેરાની ટેકરી વલસાડ શહેરથી આશરે 6 કિમી. દૂર દક્ષિણમાં 20o 33′ ઉ. અ. અને 72o 57′ પૂ. રે. પર આવેલી છે. જંગલ-આચ્છાદિત આ ટેકરીની દક્ષિણે તેની નજીકમાં જ પાર નદી…

વધુ વાંચો >

પારિયાત્ર

પારિયાત્ર : ભોપાલની પશ્ચિમેથી અરવલ્લી સુધીની ગિરિમાળા. આ ગિરિમાળા પારિયાત્ર અને પારિયાત્રકને નામે પણ ઓળખાય છે. ટૉલેમીએ તેનો ‘પ્રપીઓતઇ’ નામથી ઉલ્લેખ કર્યો છે. વસ્તુત: વિંધ્યાચલની ભોપાલની પશ્ચિમેથી આરંભાઈને છેક અરવલ્લીની ગિરિમાળાને જઈ મળતી ગિરિમાળા જ પારિયાત્રના નામે ઓળખાય છે. બૌધાયને તેનો નિર્દેશ કર્યો છે અને તેને આર્યાવર્તની દક્ષિણ સીમા ગણાવી…

વધુ વાંચો >

પાર્થિયા

પાર્થિયા : એશિયામાં કાસ્પિયન સમુદ્રની અગ્નિ દિશામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. અત્યારે એ પ્રદેશ ઈરાનમાં ખોરાસાન તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂ. 520માં એકેમેનિયન રાજા દરાયસ પહેલાના બિસિટૂન અભિલેખમાં તેનો ઉલ્લેખ ‘પાર્થવ’ તરીકે થયો છે. પાર્થિયનો સાદું જીવન જીવતા અને યોદ્ધાઓ તરીકે જાણીતા હતા. શરૂઆતમાં પાર્થિયા સ્વતંત્ર હતું. પરંતુ ઈરાનના…

વધુ વાંચો >