Geography
નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI)
નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI) : ભારતીય ભૂગોળવિદોનું રાષ્ટ્રીય સંગઠન. 1860ના સોસાયટી ધારા XXI અન્વયે નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયાની નોંધણી કરવામાં આવી હતી અને તે અનુસાર 1978માં આ સંગઠનની સ્થાપના થઈ હતી. ભૂગોળના વિષય માટે ભરાતી વાર્ષિક ચર્ચાસભાઓ અને અધિવેશનોમાં ભૂગોળવિદોને દેશમાં ભૂગોળના વિષયના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરના…
વધુ વાંચો >નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI)
નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI) : બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીના ભૂગોળ-વિભાગના ઉપક્રમે 1946માં સ્વ. પ્રાધ્યાપક એચ. એલ. છિબ્બર દ્વારા સ્થપાયેલી સંસ્થા. આ સંસ્થાના હેતુઓ અને ઉદ્દેશો નીચે મુજબ છે : (1) ભારતભરમાં ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરવું અને તેનો પ્રચાર તેમજ વિસ્તાર કરવો, (2) ભૂગોળના અભ્યાસના પ્રોત્સાહન દ્વારા ભૌગોલિક અન્વેષણ…
વધુ વાંચો >નૅશવિલે (ડેવિડસન)
નૅશવિલે (ડેવિડસન) : યુ.એસ.ના ટેનેસી રાજ્યનું પાટનગર અને બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 36° 09´ ઉ. અ. અને 86° 47´ પ. રે.. તે રાજ્યના ઉત્તર તરફના મધ્ય ભાગમાં કંબરલૅન્ડ નદી પર આવેલું છે. આ શહેર ડેવિડસન પ્રાંતનું વહીવટી કેન્દ્ર છે અને રાજ્યના નૈર્ઋત્ય છેડે આવેલા મેમ્ફિસથી 320…
વધુ વાંચો >નૈનીતાલ
નૈનીતાલ : ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિભાગમાં આવેલો જિલ્લો – જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 29 23´ ઉ. અ. અને 79 30´ પૂ. રે. પર સ્થિત છે. બાહ્ય હિમાલયમાં આવેલો આ જિલ્લો જેની ઉત્તરે અલમોડા અને પૂર્વે ચંપાવટ જિલ્લા, પશ્ચિમે પૌરી ગઢવાલ જિલ્લો અને ઉત્તરપ્રદેશ…
વધુ વાંચો >નૈરોબી
નૈરોબી : કેન્યાનું પાટનગર તથા પૂર્વ આફ્રિકાનું ધીકતું વ્યાપારી મથક. ભૌગોલિક સ્થા. 1° 17´ દ. અ. અને 36° 49´ પૂ. રે.. તે વિષુવવૃત્તની દક્ષિણે 145 કિમી. અંતરે આવેલું છે. તે દક્ષિણ મધ્ય કેન્યામાં સમુદ્રસપાટીથી 1,660 મી. ઊંચાઈ પરના મેદાની પ્રદેશમાં વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 684 ચોકિમી. અને મેટ્રોની કુલ વસ્તી…
વધુ વાંચો >નોઆખલી
નોઆખલી : બાંગ્લાદેશના ચિત્તાગોંગ ક્ષેત્રીય વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લાનું વહીવટી વડું મથક તથા બંદર. ‘નોઆખલી’નો અર્થ ‘નવેસરથી છેદાયેલો જળમાર્ગ’ એ પ્રમાણે થાય છે. તે બંગાળના ઉપસાગર પર મેઘના નદીના મુખભાગમાં નદીનાળ-પ્રદેશમાં આવેલો છે. ભૌગોલિક દૃષ્ટિએ 1822માં સ્થપાયેલો આ જિલ્લો 22° 49´ ઉ. અ. અને 91° 06´ પૂ. રે.ની…
વધુ વાંચો >નોત્રદામ પર્વતમાળા
નોત્રદામ પર્વતમાળા : કૅનેડાના ક્વિબેક પ્રાંતના પૂર્વમાં આવેલી પર્વતમાળા. યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં આવેલા ઍપેલેશિયન પર્વતસંકુલનું તેમજ વરમૉન્ટ રાજ્યમાં આવેલા ‘ગ્રીન માઉન્ટેન્સ’નું તે ઈશાનતરફી વિસ્તરણ છે. આ પર્વતમાળા નૈર્ઋત્ય-ઈશાન ઉપસ્થિતિ(trend)વાળી છે અને સેન્ટ લૉરેન્સ નદીની દક્ષિણે તેને લગભગ સમાંતર ચાલી જાય છે. ગૅસ્પ દ્વીપકલ્પની મધ્યમાંથી આરપાર જતી આ પર્વતમાળા ઈશાન…
વધુ વાંચો >નોમ પેન્હ (Phnom Penh – nahm pen)
નોમ પેન્હ (Phnom Penh – nahm pen) : કામ્પુચિયા(કમ્બોડિયા)નું પાટનગર. કામ્પુચિયાના દક્ષિણ મધ્ય ભાગમાં મેકોંગ, ટોનલે સૅપ તથા બાસાક નદીઓના ‘X’ આકારના સંગમસ્થાન(બે નદીઓ એકબીજીને વીંધતી હોય એવું સંગમસ્થાન) પર તે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 11° 33´ ઉ. અ. અને 104° 55´ પૂ. રે.. દંતકથા મુજબ શહેરના ઉત્તર ભાગમાં…
વધુ વાંચો >નૉરફોક
નૉરફોક : યુ. એસ. ના વર્જિનિયા રાજ્યના અગ્નિ ખૂણે આવેલું રાજ્યનું સૌથી મોટું શહેર, મોટું બંદર અને મહત્વનું નૌકાસૈન્ય-મથક. ભૌગોલિક સ્થાન : 36° 50´ ઉ. અ. અને 76° 17´ પ. રે.. તે હૅમ્પટન રોડની દક્ષિણે એલિઝાબેથ નદી પર વસેલું છે. 1680ના કાયદા મુજબ મૂળ રેડ ઇન્ડિયનોના અસલી ગામના સ્થળે 1682માં…
વધુ વાંચો >નૉરફોક ટાપુ
નૉરફોક ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં 1600 કિમી. અંતરે અને ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી વાયવ્યમાં 1000 કિમી. અંતરે આવેલો ઑસ્ટ્રેલિયન કબજા હેઠળનો નૉરફોકનો ટાપુ મુખ્ય છે, પરંતુ ફિલિપ અને નેપીઅન નામના બીજા બે નાના ટાપુઓ પણ નજીકમાં આવેલા છે. તે બંને વસ્તીવિહીન છે. ઑસ્ટ્રેલિયા-કેનબેરાના મુલ્કી ખાતા મારફતે ગવર્નર જનરલ…
વધુ વાંચો >