Geography
નિઝામાબાદ
નિઝામાબાદ : તેલંગાણા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 18 07´થી 19 7´ ઉ. અ. અને 77 30´થી 78 48´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેની ઉત્તરે નિર્મલ જિલ્લો, પૂર્વે જગતીઆલ અને રાજન્ના સીરસીલ્લા જિલ્લા, દક્ષિણે કામારેડ્ડી જિલ્લો અને…
વધુ વાંચો >નિનવેહ (Nineveh)
નિનવેહ (Nineveh) : હાલના ઇરાકમાં આવેલું એસિરિયા(એસિરિયન સામ્રાજ્ય)નું પ્રાચીન પાટનગર. બાઇબલના જૂના કરારમાં આ નગરનો ઉલ્લેખ છે. ઇરાકમાં આવેલા બગદાદની ઉત્તરે આશરે 370 કિમી. અંતરે ટાઇગ્રિસ નદીને પૂર્વ કાંઠે આજના મોસુલ શહેરની સામે તે વસેલું હતું. ભૌગોલિક સ્થાન : આશરે 36° 15´ ઉ. અ. અને 43° 0´ પૂ. રે.. આ…
વધુ વાંચો >નિંગસિયા હુઈ (Ningxia Hui)
નિંગસિયા હુઈ (Ningxia Hui) : વાયવ્ય ચીનમાં વસતા ચીની મુસ્લિમો(હુઈ)નો સ્વાયત્ત પ્રદેશ. તેમાં યિનચુઆનની આસપાસનો મેદાની વિસ્તાર તથા અગ્નિખૂણા તરફની લોએસ ટેકરીઓના પ્રદેશનો સમાવેશ થાય છે. ભૌગોલિક સ્થાન 37° ઉ. અ. અને 106° પૂ. રે.. આ સ્વાયત્ત પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 66,400 ચોકિમી. છે. યિનચુઆન તેનું પાટનગર છે. તેની વસ્તી…
વધુ વાંચો >નીપર (Dnepr, Dnieper)
નીપર (Dnepr, Dnieper) : યુરોપની લાંબી નદીઓ પૈકીની એક. તેનું પ્રાચીન નામ બોરીસ્થેનિસ હતું. વૉલ્ગા અને ડૅન્યુબ પછી લંબાઈમાં તેનો ત્રીજો ક્રમ આવે છે. તેની કુલ લંબાઈ 2,255 કિમી. છે. તેનો પટ સ્થાનભેદે 84થી 360 મીટરની પહોળાઈવાળો અને મુખભાગ 14 કિમી. જેટલો છે. ત્રિકોણપ્રદેશીય મુખ કળણવાળું બની રહેલું છે. તેનું…
વધુ વાંચો >નીલગિરિ ટેકરીઓ
નીલગિરિ ટેકરીઓ : તમિળનાડુ રાજ્યમાં આવેલી દક્ષિણ ભારતની પ્રમુખ પર્વતમાળા. તે 11° 25´ ઉ. અ. અને 76° 40´ પૂ. રે. પરના ભૌગોલિક સ્થાનની આજુબાજુ વિસ્તરેલી છે. ડુંગરો અને ખીણોથી વ્યાપ્ત આ પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 2,590 ચોકિમી. જેટલો છે. મબલક વર્ષા તથા ભૂમિની મોકળાશને લીધે આખોય પ્રદેશ ઘટાટોપ વનશ્રીથી છવાયેલો…
વધુ વાંચો >નુક (Nuuk)
નુક (Nuuk) : દુનિયાના સૌથી મોટા દ્વીપ ગ્રીનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 64° 14´ ઉ. અ. અને 51° 0´ પ. રે.. પાટનગરની વસ્તી 17,316 (2016), બૃહત શહેરની વસ્તી : 18,040 (2016). ગૉટહૉપ તરીકે ઓળખાતા આ નગરનું સ્થાનિક ભાષામાં નામ નુક છે. તે ડેવિસની સામુદ્રધુની પર આવેલું…
વધુ વાંચો >નુકુઆલોફા (Nuku’alofa)
નુકુઆલોફા (Nuku’alofa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટૉન્ગાનું પાટનગર તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 21° 08´ દ. અ. અને 175° 12´ પ. રે.. આ બંદર ખડક-ખરાબાઓથી આરક્ષિત છે. તે ટૉન્ગાટાપુ દ્વીપના ઉત્તર કિનારા પર વસેલું છે. તેની શહેરી વસ્તી 24,571 (2012) છે. આ સ્થળનું તાપમાન જાન્યુઆરીમાં 25.8° સે. અને…
વધુ વાંચો >નુબિયન રણ
નુબિયન રણ : આફ્રિકામાં સુદાનના ઈશાન ભાગમાં આવેલો સૂકો પ્રદેશ. ભૌગોલિક સ્થાન. 20° 30´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.. તેની પૂર્વમાં રાતો સમુદ્ર અને પશ્ચિમમાં નાઈલ નદી છે. 720 કિમી. લંબાઈ ધરાવતું આ રણ 2,50,000 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. ઉત્તર તરફ તે પૂર્વ ઇજિપ્તના અરબી રણ સાથે…
વધુ વાંચો >નેધરલૅન્ડ્ઝ
નેધરલૅન્ડ્ઝ વાયવ્ય યુરોપમાં ઉત્તર સમુદ્રને કિનારે આવેલો દેશ. જૂનું નામ હોલૅન્ડ. ‘હોલૅન્ડ’ શબ્દનો અર્થ થાય છે ‘કાંઠાળ પ્રાંતો’. આ નામ પહેલાં કિનારા નજીકના અમુક ભાગ પૂરતું જ મર્યાદિત હતું, પછીથી તે આખા દેશ માટે વપરાતું થયેલું; આજે તે હોલૅન્ડના નામથી પણ ઓળખાય છે. અંગ્રેજીભાષી દેશોમાં નેધરલૅન્ડ્ઝના લોકોને ડચ તરીકે ઓળખે…
વધુ વાંચો >નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ
નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ : કૅરિબિયન સમુદ્રમાં આવેલા ‘લઘુ ઍન્ટિલીઝ’ (Lesser Antilles) જૂથના ટાપુઓ પૈકીના બે ટાપુસમૂહો. ભૌગોલિક સ્થાન : 12° 15´ ઉ. અ. અને 69° 00´ પ. રે.. તે બંને સમૂહો સ્વાયત્ત સત્તા ધરાવતાં ડચ સંસ્થાન છે અને ડચ વેસ્ટ ઇન્ડીઝના નામથી પણ ઓળખાય છે. મુખ્ય ટાપુસમૂહ વેનેઝુએલાથી ઉત્તરમાં આશરે 80…
વધુ વાંચો >