Geography

નર્મદા (જિલ્લો)

નર્મદા (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 38´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.ની આજુબાજુનો 2755.5 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લાના ઉત્તર ભાગમાંથી નર્મદા નદી પસાર થતી હોવાથી જિલ્લાને ‘નર્મદા’ નામ અપાયું છે. તેની ઉત્તરે વડોદરા જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્યની સીમા, દક્ષિણે…

વધુ વાંચો >

નલિયા

નલિયા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પશ્ચિમે આવેલા અબડાસા તાલુકાનું મુખ્ય મથક. સ્થાન 23° 20´ ઉ. અ. અને 68° 50´ પૂ. રે. કચ્છનાં મહત્ત્વનાં ગામો પૈકીનું એક છે; તે જિલ્લાનાં ગામો, તેમજ ભુજ, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર વગેરે સાથે રાજ્ય-માર્ગ-પરિવહનની બસોથી જોડાયેલું છે. અહીં તાલુકા-કક્ષાની વહીવટી કચેરીઓ આવેલી છે.…

વધુ વાંચો >

નવલખી

નવલખી : સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં આવેલું મધ્યમ કક્ષાનું બંદર. તે કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 26´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. નવલખી કંડલાથી 30 કિમી. અને મોરબીથી 43.3 કિમી. દૂર આવેલું છે. નવલખીની નાળ (channel) હંજસ્થળ ખાડી ઉપર આવી છે. આ નાળ એક કિમી. પહોળી…

વધુ વાંચો >

નવસારી (જિલ્લો)

નવસારી (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.ની આજુબાજુનો 2209.2 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે સૂરત જિલ્લો, પૂર્વ તરફ ડાંગ જિલ્લો તેમજ મહારાષ્ટ્રની સીમા, દક્ષિણ તરફ વલસાડ જિલ્લો અને…

વધુ વાંચો >

નસાઉ (જર્મની)

નસાઉ (જર્મની) : જર્મનીનો ઐતિહાસિક વિસ્તાર. રહાઈન નદી અને ઐતિહાસિક હેસ પ્રદેશની વચ્ચેના વિસ્તારમાં બારમી સદીમાં ડ્યૂકના તાબા હેઠળ સ્થાપવામાં આવેલ સ્વતંત્ર એકમ/ઘટક. કાઉન્ટ ઑવ્ લૉરેન્બરીએ તે સ્થળ પર એક કિલ્લો બાંધ્યો હતો, જેના અનુવંશજ વાલરૅમે કાઉન્ટ ઑવ્ નસાઉનો ખિતાબ ધારણ કર્યો હતો. ત્યારપછી નસાઉ પર શાસન કરતું કુટુંબ બે…

વધુ વાંચો >

નસાઉ (બહામા)

નસાઉ (બહામા) : ઉત્તર ઍટલાન્ટિકના કૅરિબિયન સમુદ્ર વિસ્તારના વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાંના બહામા નામના સ્વતંત્ર રાષ્ટ્રનું પાટનગર અને ત્યાંનું મોટામાં મોટું નગર. તે ન્યૂ પ્રૉવિડન્સ ટાપુ (207 ચોકિમી.)ના ઈશાન ભાગમાં કિનારા પરનું બંદર પણ છે. ભૌગોલિક સ્થાન 25° ઉ. અ. અને 77´ પ. રે પર તે આવેલું છે. તેની પશ્ચિમે એડિલેડ…

વધુ વાંચો >

નળ સરોવર

નળ સરોવર : અમદાવાદથી નૈર્ઋત્ય તરફ 59.55 કિમી.ના અંતરે અમદાવાદ-સુરેન્દ્રનગરની જિલ્લા સરહદ નજીક અમદાવાદ જિલ્લામાં આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 22° 48´ ઉ.અ. અને 72° 03´ પૂ. રે.. તેનું કુલ ક્ષેત્રફળ 126.11 ચોકિમી. છે. લંબાઈ 32 કિમી. અને પહોળાઈ 6 કિમી જેટલી છે. આ સરોવર સાવ છીછરું છે. વર્ષના મોટા…

વધુ વાંચો >

નંગા પર્વત

નંગા પર્વત : પશ્ચિમ હિમાલયમાં આવેલાં ઉન્નત ગિરિશિખરો પૈકીનું એક. હિમાલયનાં ઊંચાં શિખરોમાં તેનું નવમું સ્થાન છે. તેની ઊંચાઈ 8,126 મીટર છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 74° 36´ પૂ. રે.. ભૂમિતળથી ટોચ સુધીની ઊંચાઈના સંદર્ભમાં જોતાં તે સંભવત: દુનિયાભરનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકીનું એક…

વધુ વાંચો >

નંદાદેવી

નંદાદેવી : ભારતના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં-ગઢવાલ ક્ષેત્રની પશ્ચિમ હિમાલયની ઉત્તુંગ ગિરિમાળામાં આવેલું જોડકું શિખર. તે સમુદ્રસપાટીથી લગભગ 7,817 મી.ની ઊંચાઈ ધરાવે છે. તે રાજ્યના ચમોલી જિલ્લામાં 30° 23´ ઉ. અ. અને 79° 59´ પૂ. રે. પર આવેલું છે. તેની નજીકમાં ઉત્તરે દુનાગિરિ, દક્ષિણે નંદાકોટ, ત્રિશૂલ અને પંચ ચુલ્હી શિખરો આવેલાં…

વધુ વાંચો >

નાઇજર (દેશ)

નાઇજર (દેશ) : પશ્ચિમ આફ્રિકામાં સહરાના રણપ્રદેશની દક્ષિણ કિનારી પર આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 12° 05´ ઉ. અ.થી 23° 30´ ઉ. અ. અને 0° 05´ પૂ. રે.થી 15° 20´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે બધી બાજુએ ભૂમિભાગથી ઘેરાયેલો છે. સમુદ્રકિનારો તેનાથી ઉત્તરમાં આશરે 1,000 કિમી. અને…

વધુ વાંચો >